પિનાકીન ર. શેઠ
બૅંકિંગ
બૅંકિંગ : ધિરાણ કરવાના અથવા રોકાણ કરવાના હેતુથી લોકો પાસેથી નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવાનો અને આવી થાપણો મૂકનાર દ્વારા પરત માગવામાં આવે ત્યારે ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય માન્ય રીતે તુરત જ અથવા નિશ્ચિત તારીખે પરત કરવાનો વ્યવસાય. નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવી અને તેમાંથી ધિરાણ કરવું આ બે પ્રવૃત્તિઓને સામાન્ય અર્થમાં…
વધુ વાંચો >બોનસ-શૅર
બોનસ-શૅર : કંપનીના એકત્રિત થયેલા વર્ષોવર્ષના નફાનું મૂડીકરણ કરીને તેના પ્રત્યેક શૅરહોલ્ડરને વિના મૂલ્યે અને વરાડે આપવામાં આવેલાં શૅર-સર્ટિફિકેટ. મોટાભાગની પ્રગતિશીલ કંપનીઓ પોતાનો બધો જ નફો શૅરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચતી નથી; પરંતુ નફાનો અમુક ભાગ અનામત ખાતે લઈ જાય છે જેથી ભવિષ્યમાં કોઈ આફત કે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો…
વધુ વાંચો >બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સ
બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સ : કંપનીનો વહીવટ કરવા માટે ચૂંટાયેલા અથવા નિયુક્ત થયેલા પ્રતિનિધિઓની સંચાલક સમિતિ અથવા નિયામક મંડળી. કંપની ભલે શ્વાસોચ્છવાસ લેતી જીવંત વ્યક્તિ ન હોય, પરંતુ તે કાયદા દ્વારા સર્જિત કૃત્રિમ વ્યક્તિ (artificial person) છે અને તેનું વૈધાનિક વિશિષ્ટ અસ્તિત્વ (legal entity) હોય છે. તેનું સંચાલન તે પોતાની જાતે…
વધુ વાંચો >ભાગીદારી પેઢી
ભાગીદારી પેઢી : ધંધો ચલાવીને તેમાંથી મળતા નફાની વહેંચણી કરવા માટે સહમત થયેલી વ્યક્તિઓનો સમૂહ. ભારતીય ભાગીદારી અધિનિયમ 1932 અનુસાર પુખ્ત ઉંમરની વ્યક્તિઓ કરાર કરીને પેઢી(firm)ની સ્થાપના કરી શકે છે. આવી વ્યક્તિઓ એકત્રિત થઈને અથવા તેમનામાંથી એક કે વધારે વ્યક્તિઓ પેઢી વતી ધંધો ચલાવી શકે છે. તે બધી વ્યક્તિઓ ભાગીદાર…
વધુ વાંચો >