પરંતપ પાઠક

એરિયાન

એરિયાન : યુરોપીય અંતરીક્ષ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવેલ પ્રમોચન રૉકેટ. આ રૉકેટના ત્રણ તબક્કાઓ પ્રવાહી બળતણ વડે કાર્ય કરે છે. પહેલા અને બીજા તબક્કામાં હાઇડ્રેઝીન અને નાઇટ્રોજન ટેટ્રૉક્સાઇડ ઉપચાયક (oxidiser) તરીકે કાર્ય કરે છે. ત્રીજા તબક્કામાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઑક્સિજનનો ઉપયોગ થાય છે. એરિયાન રૉકેટની કુલ ઊંચાઈ 47…

વધુ વાંચો >

ઑટોમૅટિક ડેટા પ્લૅટફૉર્મ

ઑટોમૅટિક ડેટા પ્લૅટફૉર્મ : પૃથ્વી પર સ્થપાયેલાં સ્વયંસંચાલિત હવામાનમથકો. તે ટ્રાન્સમીટરની મદદથી, વાતાવરણનાં પરિબળોના આંકડા સમયાંતરે પ્રસારિત કરતા રહે છે. આ બધા આંકડા ઉપગ્રહ દ્વારા ઝીલવામાં આવે છે અને અમુક સમય બાદ તેમનું પુન: પ્રસારણ થાય છે. આવા આંકડા એકત્રિત કરીને પૃથ્વી પરનાં મધ્યસ્થ હવામાનમથકોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.…

વધુ વાંચો >

કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક

કાકરાપાર (પરમાણુ) વિદ્યુતમથક (Kakarapar Atomic Power Station) : તારાપુર (મુંબઈ નજીક), રાવત ભાટા (રાજસ્થાનમાં કોટા નજીક), કલ્પક્કમ (ચેન્નાઈ નજીક) અને નરોરા (યુ.પી.) પછીના ક્રમે આવતું, દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર નજીક બંધાયેલ ભારતનું પરમાણુ વિદ્યુતમથક. આ સંકુલમાં બંધાયેલ બે એકમો(unit-1 and unit-2)માં પ્રત્યેક એકમમાં 235 મેગાવૉટ વિદ્યુત (MWe) ઉત્પન્ન કરી શકાય તેવી…

વધુ વાંચો >

કૉરિયોલિસ બળ

કૉરિયોલિસ બળ : પૃથ્વીના પશ્ચિમથી પૂર્વ દિશાના દૈનિક ધરી-ભ્રમણને લીધે પવન ઉપર લાગતું બળ. ફ્રેંચ ગણિતજ્ઞ કૉરિયોલિસે આ પ્રકારના બળ વિશે સૌપ્રથમ ધ્યાન દોર્યું હતું આથી એને કૉરિયોલિસ બળ નામ આપવામાં આવ્યું છે. આ બળ પવનનો વેગ, પૃથ્વીની ધરી-ભ્રમણની ગતિ અને જે તે સ્થળના અક્ષાંશના સીધા પ્રમાણમાં હોય છે. વિષુવવૃત્ત…

વધુ વાંચો >

કૉસ-બી ઉપગ્રહ

કૉસ-બી ઉપગ્રહ : યુરોપનો આઠમો અને યુરોપિયન અંતરીક્ષ સંસ્થા(ESA)નો પહેલો કૃત્રિમ ઉપગ્રહ. Cosmic Satelliteનું ટૂંકું નામ Cos-B. તે બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, સ્પેન અને બ્રિટનના સંયુક્ત પ્રયાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેની દ્વારા આકાશગંગામાં આવેલાં ગૅમા-કિરણોનું સર્વેક્ષણ અને પલ્સાર તથા ક્વૉસાર જેવા શક્તિશાળી ગૅમા-કિરણી બિંદુસ્રોતોનો અભ્યાસ કરવામાં…

વધુ વાંચો >

કૉસ્મિક કિરણો (બ્રહ્માંડ-કિરણો)

કૉસ્મિક કિરણો (બ્રહ્માંડ-કિરણો) : પરમાણુ કણો તથા ઇલેક્ટ્રૉનના બનેલા અને ગહન અંતરીક્ષમાંથી આવી રહેલા અને લગભગ પ્રકાશ જેટલી ગતિ ધરાવતા શક્તિશાળી તટસ્થ અને વિદ્યુતભારિત કણો. આ કૉસ્મિક  એટલે કે બ્રહ્માંડ-કિરણોની શોધ 1912માં જન્મેલ ઑસ્ટ્રિયાના વિજ્ઞાની વિક્ટર હેસે કરી તેને માટે તેમને 1936માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. રેડિયો-ઍક્ટિવ પદાર્થોનું વિકિરણ…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુરુત્વાકર્ષણીય તરંગો (gravitational waves)

ગુરુત્વાકર્ષણીય તરંગો (gravitational waves) : ગુરુત્વાકર્ષણ-ક્ષેત્રમાં થતા ક્ષોભ(perturbation)ને કારણે સૈદ્ધાંતિક ર્દષ્ટિએ ઉદભવતા તરંગો. વ્યાપક સાપેક્ષવાદ(general relativity)ના સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ પદાર્થ તેની સમગ્રાકૃતિ (configuration) બદલે ત્યારે તેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં પરિવર્તન થાય છે. પ્રકાશની ગતિ કરતાં વધારે ગતિ અસંભવિત હોવાથી, ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં તત્કાલ પરિવર્તન થતું નથી; પરંતુ ગુરુત્વાકર્ષણનું પરિવર્તન બધી દિશામાં તરંગસ્વરૂપે…

વધુ વાંચો >

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ

ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં…

વધુ વાંચો >

ગેગેરીન, યુરી

ગેગેરીન, યુરી (જ. 9 માર્ચ 1934, ક્લુશિનો, રશિયન એસએફએસઆર, રશિયા: અ. 27 માર્ચ 1968, કિરઝાક, રશિયન એસએફએસઆર, રશિયા) : સોવિયેટ રશિયાનો સામાન્ય નાગરિક અને દુનિયાનો પ્રથમ અંતરીક્ષયાત્રી. 12 એપ્રિલ 1961ના રોજ સોવિયેટ રશિયાના વૉસ્ટોક અંતરીક્ષયાનમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરી તે પૃથ્વી પર સુરક્ષિત પાછા આવ્યા હતા. માધ્યમિક તથા વ્યવસાયલક્ષી…

વધુ વાંચો >