પત્રકારત્વ

સાયકિયા ચન્દ્રપ્રસાદ

સાયકિયા, ચન્દ્રપ્રસાદ (જ. 9 ઑગસ્ટ 1928, અમગુરી, જિ. શિવસાગર, આસામ) : આસામના વાર્તાકાર અને નવલકથાકાર. આ બંને સાહિત્યપ્રકારોમાં તેમનું મોખરાનું સ્થાન છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી; કોલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી.…

વધુ વાંચો >

સાયન્ટિફિક અમેરિકન (માસિક)

સાયન્ટિફિક અમેરિકન (માસિક) : ન્યૂયૉર્ક(US)થી પ્રકાશિત થતું એક વિજ્ઞાનવિષયક માસિક. સ્થાપના ઈ.સ. 1845માં થઈ હતી. વિજ્ઞાનજગતમાં ઘણા ખ્યાતનામ બનેલ આ માસિકનું હવે તો વિશ્વના ઘણા દેશોમાં સમાંતર પ્રકાશન થાય છે. ભારતમાંથી તેનું પ્રકાશન જૂન, 2005થી Living Media India Ltd. દ્વારા શરૂ કરાયેલ છે. આમ વિજ્ઞાનજગત માટે અત્યંત ઉપયોગી એવું આ…

વધુ વાંચો >

સાલૉમૉન એરિખ

સાલૉમૉન એરિખ (જ. 1886, બર્લિન, જર્મની; અ. આશરે 1944) : છબી-પત્રકારત્વ(‘ફોટો જર્નાલિઝમ’)નો પાયો નાંખનાર પ્રસિદ્ધ જર્મન છબીકાર. સાલૉમૉન એરિખ શાલેય અભ્યાસ દરમિયાન સાલૉમૉનને સુથારીકામ અને પ્રાણીશાસ્ત્ર(zoology)નો શોખ હતો. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી 1928માં તેમણે નાનકડો કૅમેરા ખરીદ્યો. એ કૅમેરાને એક બૅગમાં છુપાવીને એક ખૂન…

વધુ વાંચો >

સાહિત્ય

સાહિત્ય : ઈ. સ. 1913માં મટુભાઈ કાંટાવાળા દ્વારા વડોદરાથી પ્રસિદ્ધ થતું માસિક. સાહિત્યને લગતી ચર્ચાઓ કરવી, ગુજરાતી પ્રાચીન સાહિત્યના અપ્રસિદ્ધ ગ્રંથોને પ્રસિદ્ધ કરવા તેમજ પારસી-ગુજરાતી લેખકોની પ્રવર્તતી વાડાબંધીને દૂર કરવાનું તેનું પ્રયોજન હતું. રૂપરંગમાં, વ્યવસ્થામાં તેમ ભાષામાં પણ સાદગીનો આત્યંતિક મહિમા કરનારા આ સામયિકે ‘આમવર્ગનું માસિક’ કહી પોતાની ઓળખને દૃઢાવી…

વધુ વાંચો >

સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું

સાહિત્યિક પત્રકારત્વ – ગુજરાતનું : સાહિત્યને લગતું ગુજરાતનું પત્રકારત્વ. ગુજરાતી સાહિત્યના સર્જન-વિવેચન તેમ રચાતા જતા સાહિત્યના ઇતિહાસનો જીવંત દસ્તાવેજ સાહિત્યિક પત્રોમાં ઝિલાયો છે. સાહિત્યનો વિકાસ-વિસ્તાર, એની દૃઢ થતી પરંપરાઓ અને સાહિત્યની બદલાતી જતી ભાત (design) પુસ્તકોમાં પ્રકટે છે એનાથી વિશેષ સાહિત્યિક પત્રોમાં છતી થાય એવું ઘણુંખરું બને છે. એથી સાહિત્યિક…

વધુ વાંચો >

સાળવી દિલિપ એમ.

સાળવી, દિલિપ એમ. (જ. 19 જુલાઈ 1952, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજીના વિજ્ઞાનકથા-લેખક. તેઓ એમ.એસસી.ની પદવી મેળવ્યા બાદ વિજ્ઞાનના પત્રકારત્વ અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ ‘સાયન્સ રિપોર્ટર’ના સંપાદક અને ‘લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ’માં સલાહકાર રહ્યા. તેમણે અંગ્રેજીમાં 28 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે. ‘અ પેસેજ ટુ ઍન્ટાર્ટિકા’ (1986); ‘રૉબોટ્સ આર કમિંગ’ (1989);…

વધુ વાંચો >

સાંઈનાથ પાલાગુમ્મી

સાંઈનાથ, પાલાગુમ્મી (જ. 1957, આંધ્રપ્રદેશ) : પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક પ્રત્યાયન માટે 2007ના વર્ષનો રેમન મૅગ્સેસે પુરસ્કાર મેળવનાર પત્રકાર. એશિયા ખંડના નોબેલ પુરસ્કારની બરોબરીનો આ પુરસ્કાર 50,000 ડૉલરનું મૂલ્ય ધરાવે છે; જે સપ્ટેમ્બર, 2007માં તેમને એનાયત થયો. પાલાગુમ્મી સાંઈનાથ તેમણે ચેન્નાઈની લૉયોલા કૉલેજમાં અભ્યાસ દરમિયાન સામાજિક સમસ્યાઓને રાજકીય અભિગમથી તપાસવાની…

વધુ વાંચો >

સિંગ લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ

સિંગ, લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ (જ. 1895; અ. 1966) : મણિપુરી નાટ્યકાર અને શિક્ષણકાર. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. બી.એલ. પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મણિપુરી હતા. તેમણે મણિપુર સરકારમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવા બજાવી. તેઓ મણિપુરના મહારાજાના દરબારના દરબારી, ચીફ કોર્ટના ન્યાયાધીશ અને છેલ્લે મણિપુરના પ્રથમ જિલ્લા અને સેશન્સ…

વધુ વાંચો >

સિંહ શિવ પ્રસાદ

સિંહ, શિવ પ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1928, જલાલપુર, જિ. વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 28 સપ્ટેમ્બર 1998) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ., એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. પછી તેઓ તે યુનિવર્સિટીમાં હિંદીના પ્રાધ્યાપક અને પછી વિભાગના વડા બન્યા અને એ પદેથી 1988માં સેવાનિવૃત્ત થયા.…

વધુ વાંચો >

સિંહ સૂબા

સિંહ, સૂબા (જ. 1919, ઉધો નાંગલ, જિ. અમૃતસર, પંજાબ; અ. 1982) : પંજાબી હાસ્ય લેખક. આઝાદી પૂર્વે તેઓ આઝાદ હિંદ ફોજમાં સક્રિય રહ્યા, પાછળથી તેઓ લેખનપ્રવૃત્તિમાં જોડાયા. પ્રારંભમાં પત્રકાર તરીકે સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. ‘પંજાબી પત્રિકા’ અને ‘પરકાશ’ નામનાં પંજાબી અને ‘રફાકત’ નામક ઉર્દૂ સામયિકના સંપાદક રહ્યા. તેના પરિણામ રૂપે…

વધુ વાંચો >