પંજાબી સાહિત્ય
પૂરણસિંહ
પૂરણસિંહ (જ. 17 ફેબ્રુઆરી, 1881, અબોટાબાદ, હાલનું પાકિસ્તાન અ. 31 માર્ચ, 1931 દહેરાદૂન) : પંજાબી લેખક. એમનું માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ લાહોરમાં. એ જાપાનના પ્રવાસે ગયા ત્યાં બૌદ્ધ ધર્મનો એમની પર એટલો પ્રભાવ પડ્યો કે એમણે તેનો અંગીકાર કર્યો; એટલું જ નહિ, પણ એ બૌદ્ધભિક્ષુ બની ગયા. પછી સ્વામી રામતીર્થના સંપર્કમાં…
વધુ વાંચો >પ્રભજોત કૌર
પ્રભજોત કૌર (જ. 1924, પંજાબ) : પંજાબી લેખિકા. લાહોર ખાતેની મહિલાઓ માટેની ખાલસા કૉલેજમાંથી 1945માં તે સ્નાતક થયાં. 1948માં, પંજાબના જાણીતા નવલકથાકાર નરેન્દ્રપાલ સિંગ સાથે લગ્ન કર્યાં. પંજાબી સાહિત્યજગતમાં આ લગ્ન એક લાક્ષણિક ઘટના લેખાય છે – એટલા માટે કે સાહિત્યકાર પતિને તેમની નવલકથા ‘બા મુલાહિઝા હોશિયાર’ (1975) માટે 1976ના…
વધુ વાંચો >પ્રેમ પ્રકાશ
પ્રેમ પ્રકાશ (જ. 7 એપ્રિલ 1932, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તા-સંગ્રહ ‘કુઝ અનકિહા વી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 22 વર્ષની ઉંમરે પંજાબીમાં બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા અને બે વર્ષ બાદ ઉર્દૂમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે બદગુજ્જરાંમાં ખેતીવાડી…
વધુ વાંચો >બાબા બુધસિંહ
બાબા બુધસિંહ (જ. 1878; અ. 1911, લાહોર) : પંજાબી લેખક. ત્રીજા શીખ ગુરુ અમરસિંહના વંશજ અને બાબા બેહમાસિંહના પુત્ર. પ્રાથમિક શિક્ષણ એમણે ફારસીમાં એક મસ્જિદમાં લીધું, અને માધ્યમિક શિક્ષણ મિશનરી શાળામાં લીધું હતું. ત્યાંથી જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. મૅટ્રિકની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયા પછી તેઓ પી. સી. કૉલેજ,…
વધુ વાંચો >બામુલાયજા હોશિયાર
બામુલાયજા હોશિયાર (1976) : પંજાબી ચર્ચાસ્પદ લેખક નરેન્દ્રપાલસિંહની નવલકથા. તેણે ઘણો ઊહાપોહ જગાવ્યો હતો. એક તરફ અશ્લીલતા તથા અમુક ધાર્મિક કોમની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા અને ભાવના પર પ્રહાર કરીને, કોમી રમખાણ જગાવે એવી ગણાવી પંજાબની સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો હતો, તો બીજી તરફ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એને 1976ની…
વધુ વાંચો >બાવા, બળવંતસિંહ
બાવા, બળવંતસિંહ (જ. 1915) : પંજાબી લેખક. એમનું મૂળ નામ મંગલસેન. એમણે તખલ્લુસ બળવંતસિંહ રાખ્યું. એમણે પરંપરાગત મહાજની લિપિનો ઊંડો અભ્યાસ કર્યો અને મુનીમનું કામ શીખી લીધું. એમણે રીતસરનું શાળાનું શિક્ષણ લીધું નહોતું; પણ એમના પિતાએ એમને હિન્દી, ઉર્દૂ અને ફારસી શીખવ્યું. એમણે આજીવિકા માટે જાતજાતનાં કામો કર્યાં. એમણે ઉર્દૂમાં…
વધુ વાંચો >બુલ્લે શાહ
બુલ્લે શાહ (જ. 1680, પંડોક, પંજાબ; અ. 1758) : પંજાબી લેખક. તેઓ જાણીતા સૂફી સંત અને કવિ હતા. પંજાબી સૂફી કવિતાના એ અગ્રણી હતા. એમની કવિતામાં પરંપરાગત રહસ્યવાદ તથા આધુનિકતાનું સુખદ મિશ્રણ છે. એ સૂફી સંત એનાયત શાહના શિષ્ય અને સૂફીઓના કાદરી સંપ્રદાયના અનુયાયી હતા. આ વાત એમણે જ એમની…
વધુ વાંચો >બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ
બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ (જ. 1 સપ્ટેમ્બર 1915, લાહોર; અ. 1984) : ઉર્દૂ તથા પંજાબી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, અનુવાદક અને સંપાદક. માતા સીતાદેવી હિંદુ તથા બ્રાહ્મણ વંશનાં અને પિતા ખત્રી-શીખ હતા. જે ખત્રીઓ વેદને પોતાનો ગ્રંથ માને છે તેઓ ‘બેદી’ કહેવાય છે. પિતા પોસ્ટઑફિસમાં નોકરી કરતા હતા. ઘરની રહેણીકરણી હિંદુ તેમજ…
વધુ વાંચો >ભંડારી, મોહન
ભંડારી, મોહન (જ. 1937, બનમૌરા, જિ. સંગરૂર, પંજાબ) : પંજાબી વાર્તાકાર તથા અનુવાદક. એમને ‘મૂન દી ઍંખ’ નામના વાર્તાસંગ્રહ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો છે. કાયદાશાસ્ત્રમાં સ્નાતકની અને પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ સરકારી સેવામાં જોડાયા અને 1995માં સેવાનિવૃત્ત થયા. લેખનપ્રવૃત્તિનો પ્રારંભ તો તેમણે 1960થી કરેલો. પંજાબીમાં…
વધુ વાંચો >ભાઈ મોહનસિંહ
ભાઈ મોહનસિંહ (જ. 1905, પાકિસ્તાન; અ. 1965) : પંજાબી લેખક. એમની કાવ્યચેતના પર એમની જન્મભૂમિની લોકકથાઓ અને સામાજિક રૂઢિઓનો તથા તેના ભવ્ય પ્રાકૃતિક પરિવેશનો પ્રભાવ હતો. ‘સાવે પુત્તર’ (1930) એમની પ્રારંભિક રચનાઓનો સંગ્રહ છે. એમાં આદર્શવાદ તથા ઉર્દૂ અને ફારસીનો પ્રભાવ છે. ‘કસુમડા’(1939)માં વિષય તથા નિરૂપણમાં એમની કાવ્યપ્રતિભાની ઝાંખી થાય…
વધુ વાંચો >