પંજાબી સાહિત્ય

હરચરણસિંગ

હરચરણસિંગ [જ. 10 ડિસેમ્બર 1914, ચાક-576, જિ. શેખુપુરા (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી નાટ્યકાર. તેમને તેમના નાટક ‘કલ, આજ તે ભાલક’ (1973) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને ઇતિહાસમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી થિયેટર ટ્રેડિશન્સ ઇન પંજાબ’ પર 1973માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

હરભજનસિંગ

હરભજનસિંગ (જ. 18 ઑગસ્ટ 1919, લુમ્ડિંગ, આસામ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ન ધૂપ્પે ન છાંવે’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી અને હિંદી સાથે એમ.એ. તથા ‘અ ક્રિટિકલ સ્ટડી ઑવ્ મિડિવલ હિંદી પોએટ્રી પ્રિઝર્વ્ડ ઇન ગુરુમુખી સ્ક્રિપ્ટ’…

વધુ વાંચો >

હલવારવી હરભજનસિંહ

હલવારવી, હરભજનસિંહ (જ. 10 માર્ચ 1943, હલવારા, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને પત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પુલાં તોં પાર’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગણિત અને પંજાબી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ પંજાબી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ…

વધુ વાંચો >

હસરત સુખપાલ વીરસિંગ

હસરત, સુખપાલ વીરસિંગ (જ. 27 ઑગસ્ટ 1938, તેહસિલ ખાનેવાલ, મુલતાન – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી ભાષાના નામી કવિ, નવલકથાકાર અને વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘સૂરજ તે કહેકશાં’ને 1980ના કેન્દ્રીય વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1959માં તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી; ત્યાર બાદ પંજાબ સરકારના જાહેર…

વધુ વાંચો >

હાશિમ

હાશિમ (જ. 1735, જગદેવ કલન, અમૃતસર જિલ્લો, પંજાબ; અ. 1843) : પંજાબી કવિ. તેમની ચોક્કસ જન્મતારીખ ઉપલબ્ધ નથી. તેમના પિતાનું નામ હાજી મુહમ્મદ શરીફ માસૂમ શાહ હતું. હાશિમ જાણીતા હકીમ હતા. તેમણે મહારાજા રણજિતસિંહની માંદગી દરમિયાન સફળ સારવાર કરી હતી તેથી રાજાએ તેમને ‘જાગીર’ બક્ષિસમાં આપી હતી. મહારાજાને તેમની કવિતા…

વધુ વાંચો >