નીતિન ત્રિવેદી

અંધાપો

અંધાપો (blindness) : પ્રકાશ પારખવાની અક્ષમતા. પરંતુ વાસ્તવમાં આ સ્થિતિ ઘણા ઓછા લોકોની હોય છે. છતાં ઘણા બધા લોકો આંખની દૃષ્ટિ ઓછી થવાને કારણે હરીફરી શકતા નથી અથવા પોતાની રોજીરોટી કમાઈ શકતા નથી. આને આધારે અંધાપાના બે ભાગ પાડવામાં આવે છે : (1) જે વ્યક્તિ બેમાંથી સારી આંખે ત્રણ મીટરથી…

વધુ વાંચો >

અંધાપો, રંગલક્ષી

અંધાપો, રંગલક્ષી (colour blindness) : રંગ પારખવાની ક્ષમતા. તે જન્મજાત (congenital) અથવા સંપ્રાપ્ત (acquired) હોય છે. જન્મજાત રંગલક્ષી અંધાપો બે પ્રકારનો હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ બધા જ રંગો જોવા માટે અશક્ત હોય છે (પૂર્ણ રંગલક્ષી અંધાપો). આ સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે, મગજની ક્ષતિને કારણે થાય છે. વ્યક્તિને…

વધુ વાંચો >

અંધાપો, રાત્રીનો

અંધાપો, રાત્રીનો (night blindness) : રાત્રીના સમયે ઓછું જોઈ શકવું અથવા રતાંધળાપણું. તેનાં મુખ્ય કારણો બે છે વિટામિન ‘એ’ની ખામી અને આનુવંશિકતા. દૃષ્ટિપટલ વર્ણકતા (retinitis pigmentosa) એ એક જન્મજાત ખામી છે. તે ધીરે ધીરે વધતી રહે છે અને વૃદ્ધાવસ્થામાં અંધાપો લાવે છે. અપૂરતો ખોરાક, વારંવાર ઝાડા-ઊલટી થવાં કે લાંબી બીમારીથી…

વધુ વાંચો >

આંખ આવવી

આંખ આવવી (conjunctivitis) : ચેપ અથવા ઍલર્જીના કારણે આંખનો સોજો અને રતાશ. શાસ્ત્રીય રીતે તેને નેત્રકલાશોથ કહે છે. પાંપણની અંદરની સપાટી અને આંખની સ્વચ્છા (cornea) સિવાયના બહારથી દેખાતા ભાગના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે (જુઓ આંખ, આકૃતિ 1 અને 2.). તેના લાલ રંગના પીડાકારક સોજાને નેત્રકલાશોથ કહે છે. આંખ લાલ…

વધુ વાંચો >

આંજણી

આંજણી (style) : પાંપણના મૂળ પર આવેલી એક ઝીસ (zeis) કે મોલ (moll) જેવી ઝીણી ગ્રંથિનો ચેપ (જુઓ ‘આંખ’, આકૃતિ-2.). શરૂઆતમાં આ ગ્રંથિ મોટી અને કઠણ થઈ જાય છે અને તેમાં ખૂબ દુખાવો થાય છે. તેની આજુબાજુનો પાંપણનો ભાગ પણ સૂજી જાય છે, ત્યારબાદ ત્યાં પરુ ભેગું થાય છે. આ…

વધુ વાંચો >