નીતિન કોઠારી
એસ્ચ્યુઅરી (estuary)
એસ્ચ્યુઅરી (estuary) : સમુદ્રને મળતી નદીના મુખનો પ્રદેશ. તેને ‘નદીનાળ’નો પ્રદેશ પણ કહે છે. નદીનાં પાણી અને સમુદ્રમાં ભરતી આવતાં પાણી નદીમાં જ્યાં સુધી મિશ્ર થતાં રહે ત્યાં સુધીનો પ્રદેશ નદીનાળ કહેવાય છે. સમુદ્રજળની સપાટી વધતાં અથવા ભૂમિભાગ નીચે બેસી જવાથી આ પ્રદેશની રચના થાય છે. ઍટલાંટિકની પશ્ચિમે યુ.એસ.માં આવેલો…
વધુ વાંચો >ઐતિહાસિક ભૂગોળ
ઐતિહાસિક ભૂગોળ : ભૂતકાળની ભૌગોલિક સ્થિતિ. કોઈ પણ પ્રદેશનો ભૌગોલિક અભ્યાસ અથવા કોઈ પણ ચોક્કસ સમયે પ્રદેશની સ્થિતિ અથવા ભૂતકાળમાં તેની સ્થિતિ અથવા તે પ્રદેશની બદલાતી ભૌગોલિક પરિસ્થિતિ અથવા બદલાતા સમયમાં તે પ્રદેશની સ્થિતિ. પ્રાકૃતિક અને માનવભૂગોળમાં તેનો અભ્યાસ કરીને દુનિયાની સમકાલીન પરિસ્થિતિનો ખ્યાલ આપવામાં આવે છે. ઈ. પૂર્વે પાંચમી…
વધુ વાંચો >ઑક્સફર્ડ
ઑક્સફર્ડ : ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડશાયર જિલ્લાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 510 46’ ઉ. અ. અને 10 15’ પ. રે.. તે થેમ્સ નદીના ઉપરવાસમાં ચૅરવેલ નદી સાથે થતા સંગમસ્થાન પર ઉત્તર કાંઠે વસેલું છે. ઑક્સફર્ડમાં થેમ્સ નદી આઇસિસ નામથી ઓળખાય છે. લંડનથી વાયવ્યમાં તે આશરે 80 કિમી. જેટલા અંતરે આવેલું છે.…
વધુ વાંચો >ઓખા
ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને…
વધુ વાંચો >ઑન્ટેરિયો
ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >કઝાખસ્તાન
કઝાખસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલો પ્રદેશ. વિસર્જિત સોવિયેત યુનિયનનાં પંદર પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ડિસેમ્બર 1991માં રચાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’માંનું એક સાર્વભૌમ રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 48o ઉ. અ. અને 68o પૂ. રે.ની આજુબાજુનો 27,17,300 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર અને વાયવ્યમાં રશિયાની મુખ્ય ભૂમિથી, પૂર્વ…
વધુ વાંચો >કથુઆ
કથુઆ (Kathua) : કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર પ્રદેશના અગ્નિ ભાગમાં આવેલો જિલ્લો, તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32o 17’થી 32o 55′ ઉ. અ. અને 75o 17’થી 75o 55′ પૂ. રે. વચ્ચેનો 2,440 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે ડોડા જિલ્લો, ઉધમપુર જિલ્લાના રામનગર અને ભદ્રેશ્વર તાલુકા,…
વધુ વાંચો >કપૂરથલા
કપૂરથલા : પંજાબ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31o 23′ ઉ. અ. અને 75o 23′ પૂ.રે.ની આજુબાજુનો 1,646 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે અલગ ભૂમિભાગોમાં વહેંચાયેલો છે. જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ ભાગો વચ્ચે જલંધર જિલ્લો આવેલો છે. જિલ્લાની ઉત્તર…
વધુ વાંચો >કર્કવૃત્ત
કર્કવૃત્ત : પૃથ્વીના ગોળા પરનું 23o 30′ ઉત્તરે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે કર્કવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિન્દુથી ઉત્તર ગોળાર્ધ તરફનું 23o 30′ કોણીય અંતર ગણાય. કર્કવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની ઉત્તર સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુની પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની ધરીને કક્ષાની સપાટી…
વધુ વાંચો >