નીતિન કોઠારી

બ્રિટન

બ્રિટન સ્થાન-સીમા-વિસ્તાર : યુરોપના વાયવ્ય ભાગમાં આવેલા બ્રિટિશ ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 50°થી 60° ઉ. અ. અને 10° 30´ પૂ. રે. થી 1° 45´ પ. રે. વચ્ચેનો આશરે 2,44,050 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અર્થાત્ તે ફ્રાંસ કે જર્મનીથી અડધો અથવા યુ.એસ.ના 40મા ભાગ જેટલો છે. બ્રિટિશ ટાપુઓ હેઠળ…

વધુ વાંચો >

ભરતી-ઓટ

ભરતી-ઓટ :  ચંદ્ર-સૂર્યના ગુરુત્વાકર્ષણથી સમુદ્ર-સપાટીમાં થતી નિયમિત ચઢઊતરની ઘટના. આ ઘટનામાં સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ અમુક ચોક્કસ સમયને અંતરે નિયમિત રીતે ધસી આવે છે, ત્યારે જળસપાટી ઊંચી થાય છે; ત્યારબાદ સમુદ્રનાં પાણી જ્યારે સમુદ્ર તરફ પાછાં વળે છે ત્યારે જળસપાટી નીચી જાય છે. સરેરાશ સમુદ્રસપાટીથી પાણીની ઊંચાઈ વધે તેને…

વધુ વાંચો >

ભરૂચ (જિલ્લો)

ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણે કાઠિયાવાડ દ્વીપકલ્પના ભાગ રૂપે આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21 30´ થી 22 00´ ઉત્તર રેખાંશ અને 72 45 થી 73 15´ પૂર્વ રેખાંશની વચ્ચેનો 6,509 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 15 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. તેની ઉત્તરે ખંભાતનો અખાત,…

વધુ વાંચો >

ભાટપરા

ભાટપરા : પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 52´ ઉ. અ. અને 88° 24´ પૂ. રે. પર હુગલી નદીને પૂર્વ કાંઠે વસેલું છે. હુગલી નદીના પશ્ચિમ કાંઠા નજીક આવેલું ચુંચુલા શહેર તેની સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે. કૉલકાતા અહીંથી 50 કિમી. અંતરે…

વધુ વાંચો >

ભાણવડ

ભાણવડ : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. સ્થાન-સીમા-વિસ્તાર : તે આશરે 21° 50´ થી 22° 70´ ઉ. અ. અને 69° 30´ થી 69° 50´ પૂ. રે. વચ્ચેનો 731.9 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લાલપુર, પૂર્વ તરફ જામજોધપુર તાલુકા, દક્ષિણે પોરબંદર જિલ્લો,…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારતીય નમનદર્શક

ભારતીય નમનદર્શક (Indian Clinometer) :  ભૂપૃષ્ઠના ઢોળાવનું નમન દર્શાવતું સાધન. આ પ્રકારનું નમનદર્શક ભારતના સર્વેક્ષણ ખાતા તરફથી તૈયાર કરવામાં આવેલું હોવાથી તેને ભારતીય નમનદર્શક કહે છે. તે સ્પર્શક નમનદર્શક (Tangent Clinometer) તરીકે પણ ઓળખાય છે. આ સાધન કાયમ સમપાટ સાથે જ ઉપયોગમાં લેવાય છે. આ સાધનમાં સૌથી નીચે આધાર તરીકે…

વધુ વાંચો >

ભાલપ્રદેશ

ભાલપ્રદેશ : તળ ગુજરાતમાં આવેલો, બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 45´ ઉ. અ.થી 23° 00´ ઉ. અ. અને 74° 45´થી 72° 45´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 95 કિમી. અને ઉત્તર ભાગની પહોળાઈ 65 કિમી…

વધુ વાંચો >

ભીમતાલ

ભીમતાલ : ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું પ્રાચીન તીર્થસ્થાન અને સરોવર. ભૌગોલિક માહિતી : તે 29  34´ ઉ. અ. અને 79  55´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી આશરે 1370 મીટરની ઊંચાઈએ આવેલું છે. હિમાલયની તળેટીમાં એક ડુંગરની ખીણમાં રચાયેલું મીઠા પાણીનું સરોવર છે. આ સરોવરનો વિસ્તાર આશરે 48 હેક્ટર…

વધુ વાંચો >

ભુજ (તાલુકો)

ભુજ (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો. તે આશરે 23 18´ ઉ. અ. અને 69 42´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર આશરે 4,499.83 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે કચ્છનું રણ, પૂર્વે અંજાર તાલુકો, દક્ષિણે મુંદ્રા તાલુકો, નૈર્ઋત્યે માંડવી તાલુકો અને પશ્ચિમે નખત્રાણ તાલુકો સીમા રૂપે આવેલા છે. આ તાલુકામાં…

વધુ વાંચો >