નવનીત દવે

પ્રજાસત્તાક

પ્રજાસત્તાક : સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણબળે મતદારો દ્વારા નિશ્ચિત મુદત માટે ચૂંટાયેલી સરકાર. એવી સરકાર ધરાવતા દેશોને પ્રજાસત્તાક દેશો કહેવામાં આવે છે. પ્રજાસત્તાકમાં મતદારો સાર્વભૌમ સત્તા ધરાવતા હોય છે તથા રાજ્યનો ચૂંટાયેલ વડો બિનવારસાગત રીતે નિશ્ચિત મુદત માટે પ્રજાના નામે શાસન ચલાવતો હોય છે. આ રીતે ચૂંટાયેલ પ્રમુખ સામાન્ય રીતે…

વધુ વાંચો >

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન : સ્વતંત્ર ભારતનું બંધારણ જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસ. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને તેથી પ્રતિવર્ષ તે દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે. ડિસેમ્બર 1926માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પસાર કરેલા…

વધુ વાંચો >

પ્રતિનિધિત્વ

પ્રતિનિધિત્વ : આધુનિક લોકશાહીનું મુખ્ય લક્ષણ. પ્રાચીન સમયમાં ગ્રીક નગરરાજ્યમાં તમામ નાગરિકો અગાઉથી નિર્ધારિત કરેલા જાહેર સ્થળે એકઠા થઈને રાજ્યના કારોબાર અંગે વિચારવિમર્શ કરતા અને જરૂરી નિર્ણયો લેતા હતા. આજની વસ્તી અને વિસ્તારની ર્દષ્ટિએ આવો પ્રત્યક્ષ લોકશાહી વ્યવહાર શક્ય નથી. પરિણામે પ્રતિનિધિ-લોકશાહી(representative democracy)ની પ્રથા અમલમાં આવી છે. પ્રતિનિધિત્વનો રાજકીય ખ્યાલ…

વધુ વાંચો >

પ્રુધ્રોં, પિયેરે-જૉસેફ

પ્રુધ્રોં, પિયેરે-જૉસેફ (જ. 15 જાન્યુઆરી 1809, બિસાન્કોન; અ. 19 જાન્યુઆરી 1865, પાસ્સી) : ઓગણીસમી સદીના મધ્ય અને અંત ભાગમાં ઉદ્દામવાદી વિચારોના વિકાસમાં ફાળો આપનાર ફ્રેંચ સ્વાતંત્ર્યવાદી, સામાજિક ચિંતક અને પત્રકાર. શ્રમિક ગરીબ કુટુંબમાં જન્મ. પિતા ધર્મશાળાના ચોકિયાત. 9 વર્ષની વયે પ્રુધ્રોંએ જુરા પર્વતની તળેટીમાં ભરવાડ તરીકે કામ કર્યું. ગ્રામીણ વાતાવરણ…

વધુ વાંચો >

ફાસીવાદ

ફાસીવાદ : બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં ઇટાલીમાં વિકસેલું એક-હથ્થુ સત્તાવાદને વરેલું ઉગ્રરાષ્ટ્રવાદી જમણેરી રાજકીય આંદોલન. તે ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલીની (1883–1945) દ્વારા વિકસાવવામાં આવેલું. જર્મની સહિતના અન્ય યુરોપિયન દેશોમાં પણ તે પ્રસર્યું હતું. ‘ફૅસિઝમ’ શબ્દ લૅટિન શબ્દ ‘ફાસીસ’ પરથી ઊતરી આવ્યો છે. ‘ફાસીસ’ એટલે રાતા પટાથી બાંધવામાં આવેલ ભોજપત્રના લાકડાની…

વધુ વાંચો >