નલિન રાવળ

ઓસિયાનિક પોએમ્સ

ઓસિયાનિક પોએમ્સ : સ્કૉટિશ કવિ-અનુવાદક જેમ્સ મૅકફરસન (1736-1796) દ્વારા અનુવાદિત થયેલાં શ્રેણીબદ્ધ લોકકાવ્યો. અંગ્રેજી કવિતામાં જ નહિ પણ યુરોપનાં મુખ્ય રાષ્ટ્રો – ફ્રાંસ, જર્મની, ઇટાલી આદિ તેમજ અમેરિકાની કવિતામાં પણ જબરું આકર્ષણ જમાવવામાં તેમજ નિર્ણાયક અસર ઊભી કરવામાં આ કાવ્યોને મોટી સિદ્ધિ મળી છે. યુદ્ધ અને શૌર્ય, પ્રેમ અને કુરબાનીના…

વધુ વાંચો >

કાફકા, ફ્રાન્ઝ

કાફકા, ફ્રાન્ઝ (જ. 3 જુલાઈ 1883, પ્રાગ; અ. 3 જૂન 1924, કિર્લિગ) : આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગલક્ષી સર્જક. એમનાં લખાણો રૂંવાં ખડાં કરી દે તેવી દુ:સ્વપ્નભરી પરિસ્થિતિઓનું આલેખન કરે છે. તેનો ઓથાર ચિત્ત પર લાંબો સમય ઝળૂંબી રહે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન…

વધુ વાંચો >

કિંગ લિયર

કિંગ લિયર (1606) : શેક્સપિયરની જગપ્રસિદ્ધ કરુણાન્તિકા. પોતાની ત્રણ દીકરીઓમાં જે દીકરી પિતાને વધુમાં ચાહતી હશે તેને રાજ્યવિસ્તારનો મોટો ભાગ બક્ષવામાં આવશે. ગોનરિલ અને રિગન આ બે બહેનોએ પિતા પ્રત્યે અનહદ પ્રેમ પ્રકટ કર્યો. બંનેએ ત્યાં સુધી કહ્યું કે તે પતિ કરતાં વિશેષ પિતાને ચાહે છે. લિયર આ સાંભળી પ્રસન્ન…

વધુ વાંચો >

કૅમ્યૂ – આલ્બેર

કૅમ્યૂ, આલ્બેર (જ. 7 નવેમ્બર 1913, મંડોવી, અલ્જીરિયા; અ. 4 જાન્યુઆરી 1960, સાંસ, ફ્રાન્સ) : વીસમી સદીના એક અગ્રણી યુરોપીય સાહિત્યકાર. તેમનાં સર્જનોમાં સમસામયિક જીવનના પ્રશ્નોના વિશ્લેષણ દ્વારા જનસમાજને તેના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો પ્રયત્ન કરાયો છે, જે ધ્યાનમાં લઈને તેમને 1957માં નોબેલ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં કૅમ્યૂના…

વધુ વાંચો >

કૅરલ

કૅરલ : પાશ્ચાત્ય દેશોમાં રૂઢ નૃત્યગીત. અંગ્રેજી કૅરલ શબ્દ ઇટાલિયન શબ્દ કૅરોલા ઉપરથી પ્રચલિત થયો છે. કૅરલ એટલે વર્તુળાકાર નૃત્ય. પણ સમય જતાં ગીત અને સંગીતનું તત્વ તેમાં ભળતાં નૃત્યગીત તરીકે સંજ્ઞા રૂઢ થઈ. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક પ્રસાર થતાં ધાર્મિક સ્તોત્રો, ધાર્મિક ગીતો અને ધાર્મિક સંગીત સાથે જોડાયેલ ધાર્મિક…

વધુ વાંચો >

કૉકટેલ પાર્ટી

કૉકટેલ પાર્ટી (1950) : ટી. એસ. એલિયટનું પદ્યનાટક. સૌપ્રથમ 1949માં એડિનબર્ગ ફેસ્ટિવલ ખાતે ભજવાયું. એલિયટે 1935થી 1959 દરમિયાન પાંચ નાટકો લખ્યાં, જેમાંનું પ્રથમ નાટક ‘ધ મર્ડર ઇન ધ કેથીડ્રલ’ ટ્રૅજેડી છે, જ્યારે બાકીની ચારેય નાટ્યકૃતિઓ કૉમેડી છે. આ પાંચેય પદ્યનાટકો છે. ‘ધ કૉકટેલ પાર્ટી’ એલિયટની અન્ય નાટ્યરચનાઓની જેમ પૌરાણિક કલ્પનો,…

વધુ વાંચો >

કૉન્ક્રીટ પોએટ્રી

કૉન્ક્રીટ પોએટ્રી : આકારલક્ષી કવિતા(L. carmen figuratum, shaped poetry)ની પેટા નીપજરૂપ કાવ્યલેખનનો આધુનિક પ્રવાહ. આધુનિક ચિત્રકલા અને આધુનિક સંગીતને સમાંતર રહી કવિતાના જે પ્રયોગો થયા એમાં કવિતાને સાંભળવા ઉપરાંત જોવાય એવો ઉદ્યમ પણ થયો. વ્યવહારમાં ભાષાનાં અર્થ સિવાયનાં ઉપેક્ષિત પાસાંનો આધુનિક કવિતામાં જે વિનિયોગ થયો એમાં ભાષાના મુદ્રણપાસાનો ઉપયોગ પણ…

વધુ વાંચો >

કૉર્નુય પિયેરી

કૉર્નુય પિયેરી (જ. 6 જૂન 1606, રોઆન (ફ્રાન્સ), અ. 1 ઑક્ટોબર 1684, પૅરિસ) : અગ્રગણ્ય ફ્રેંચ નાટ્યકાર. સંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુટુંબની જેસ્યુઇટ ધર્મવિચારણાની ઊંડી અસર તેમના પર પડી હતી. ધારાશાસ્ત્રી તરીકે રોઆનમાં ખ્યાતિ મેળવ્યા બાદ  ખાસ કરીને નાટ્યસાહિત્યને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. જીવનના શેષ ભાગમાં…

વધુ વાંચો >

ક્લોદલ, પૉલ

ક્લોદલ, પૉલ (જ. 6 ઑગસ્ટ 1868, વિલેનાવ-સુર-ફેરે-એન-વાર્દેનોઇ, ફ્રાન્સ; અ. 23 ફેબ્રુઆરી 1955, પૅરિસ) : પ્રતિભાશાળી ફ્રેંચ કવિ, નાટ્યકાર અને નિબંધકાર. તેમનું મૂળ નામ લૂઈ-ચાર્લ્સ-મેરી હતું. પૅરિસની નજીક એઇસ્ને નગરના એક સંપન્ન પરિવારમાં જન્મ. સાહિત્ય-સંસ્કારના કૌટુંબિક વાતાવરણને કારણે ક્લોદલની સાહિત્યરુચિ બાળવયથી જ ઘડાતી આવી. અઢારની વયે રબોની કવિતાની ગાઢ અસર નીચે…

વધુ વાંચો >

ક્લૉપસ્ટૉક, ફ્રેડરિક

ક્લૉપસ્ટૉક, ફ્રેડરિક (જ. 2 જુલાઈ 1724, ક્વેદ્લિંગબર્ગ, સૅક્સની, અ. 14 માર્ચ 1803, હેમ્બર્ગ) : પ્રથમ અર્વાચીન જર્મન કવિ. જર્મન સાહિત્યના નવવિધાનકાળને સમૃદ્ધ કરવામાં તેમણે મોટો ફાળો આપ્યો છે. શ્લેગલ, શીલર, લેસિંગ, ગટે આદિ કવિજનો સામે ક્લૉપસ્ટૉકે તૈયાર કરેલી અર્વાચીન ઊર્મિકવિતાની એક ભૂમિકા હતી. મિલ્ટનની સીધી અસર નીચે આ ક્લૉપસ્ટૉકે ઈશુની…

વધુ વાંચો >