નટવરલાલ જ. શુક્લ

સમુદ્રમંથન

સમુદ્રમંથન : પૌરાણિક સંદર્ભ અનુસાર દેવો અને અસુરોએ કરેલું ક્ષીરસાગરનું મંથન. મંદરાચલ નામે પ્રસિદ્ધ પર્વત પોતાનાં સુવર્ણમય શિખરો વડે સૂર્યદેવતાથી પણ અધિક તેજસ્વી હતો. તેના પર દેવો અને ગાંધર્વો રહેતા હતા. તે અનેક રત્નો અને દિવ્ય ઔષધિઓથી આચ્છાદિત હતો. તેની ઊંચાઈ સ્વર્ગથી પણ અધિક હતી. એક વખત દેવો તેનાં તેજસ્વી…

વધુ વાંચો >

સંન્યાસી

સંન્યાસી : પ્રાચીન ભારતીય ધર્મશાસ્ત્રમાં બતાવેલી આશ્રમવ્યવસ્થા પ્રમાણે ચોથા આશ્રમમાં રહેનારી વ્યક્તિ. ધર્મશાસ્ત્રમાં મનુષ્યજીવનને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં બાળક માબાપ, કુટુંબ અને સમાજની સહાયથી વિદ્યા પ્રાપ્ત કરે છે. બીજા ગૃહસ્થાશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરેલો તરુણ લગ્ન કરી ગૃહસ્થ બની માબાપ, કુટુંબ અને સમાજનાં ઋણો ચૂકવવા પ્રયત્ન કરે છે.…

વધુ વાંચો >

સંસ્કાર

સંસ્કાર : વ્યક્તિ કે પદાર્થને સુયોગ્ય કે સુંદર બનાવવાની ક્રિયા. ‘સંસ્કાર’ શબ્દ પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળતો નથી. ઠ્ઠજ્ન્ ઉપસર્ગ સાથે ઇંદ્દ ધાતુથી ‘સંસ્કાર’ શબ્દ બન્યો છે. ઋગ્વેદ અને જૈમિનિ સૂત્રો જેવા ગ્રંથોમાં ‘સંસ્કાર’ શબ્દ પાત્ર, પવિત્ર કે નિર્મળ કાર્યના અર્થમાં પ્રયોજાયો છે. શબરે  (શ. બ્રા., 3. 1. 3) તંત્રવાર્તિક અનુસાર …

વધુ વાંચો >