નગીનભાઈ જીવણલાલ શાહ

ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી)

ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી) : ન્યાયવૈશેષિક પરંપરાના ધુરંધર વિદ્વાન. પોતાની કૃતિ ‘લક્ષણાવલી’ના અંતે પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે પોતે તેની રચના શક સંવત 906માં કરી છે. દરભંગાથી પૂર્વમાં 21 માઇલ પર કનકા નદીના પૂર્વકાંઠે આવેલ મઙરૌની ગામના એટલે હાલના બિહાર રાજ્યના મિથિલા ક્ષેત્રના તેઓ વતની હતા. તેમની કૃતિઓ : (1)…

વધુ વાંચો >

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન)

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન) (છઠ્ઠી સદી) : વાત્સ્યાયનના (આનુમાનિક ઈ. સ. 300) ન્યાયભાષ્ય ઉપરના ન્યાયવાર્તિકના રચયિતા. તે પોતાની ઓળખ ‘પરમર્ષિ ભારદ્વાજ પાશુપતાચાર્ય શ્રીમદ્ ઉદ્યોતકર’ એમ આપે છે. ‘ભારદ્વાજ’ એમનું ગોત્રનામ છે, જ્યારે ‘પાશુપતાચાર્ય’ એ એમના ધાર્મિક સંપ્રદાયનું દર્શક વિશેષણ છે. તે પોતાના વાર્તિકના પ્રારંભિક શ્લોકમાં સ્પષ્ટપણે કહે છે કે ‘કુતાર્કિકોએ ફેલાવેલા અજ્ઞાનને…

વધુ વાંચો >

કપિલ મુનિ

કપિલ મુનિ : સાંખ્યદર્શનના આદ્ય પ્રણેતા. શ્વેતાશ્વેતરોપનિષદ-(5.2)માં કપિલને હિરણ્યગર્ભના અવતાર તરીકે નિર્દેશ્યા છે. મહાભારતના શાન્તિપર્વના મોક્ષધર્મ-ઉપપર્વમાં તેમને સાંખ્યના વક્તા ગણ્યા છે. શ્રીમદભગવદગીતા (10.26) તેમને સિદ્ધશ્રેષ્ઠ અને મુનિ તરીકે વર્ણવે છે. રામાયણના બાલકાણ્ડમાં કપિલ યોગીને વાસુદેવના અવતાર અને સગરના સાઠ હજાર પુત્રોને ભસ્મ કરનાર કહ્યા છે. ભાગવતપુરાણના કાપિલેયોપાખ્યાનમાં કપિલને વિષ્ણુના અવતાર…

વધુ વાંચો >

કર્મ અને પુનર્જન્મ

કર્મ અને પુનર્જન્મ વ્યાકરણમાં ‘કર્મ’ શબ્દનો શું અર્થ છે તે સુવિદિત છે. સાત વિભક્તિઓમાંની એક કર્મવિભક્તિ છે. ક્રિયાપદો સકર્મક કે અકર્મક હોય છે. પરિભાષામાં ઊંડા ઊતરવું જરૂરી નથી. દાર્શનિક ક્ષેત્રમાં ‘કર્મ’નો અર્થ ક્રિયા થાય છે. ક્રિયાના મુખ્ય બે વિભાગ છે – પરિણમનક્રિયા અને ગતિક્રિયા. સાંખ્ય-યોગમાં અને જૈનદર્શનમાં પરિણમનક્રિયા(પરિણામ)નું વિસ્તૃત અને…

વધુ વાંચો >

ગણધરવાદ

ગણધરવાદ : આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (ઈ.સ. 500-600) રચિત ‘વિશેષાવશ્યકભાષ્ય’નું એક મહત્વનું પ્રકરણ. આ ગ્રંથ જૈનજ્ઞાનમહોદધિ જેવો છે. જૈન આગમોમાં વીખરાયેલી અનેક દાર્શનિક બાબતોને સુસંગત રીતે તર્કપુર:સર ગોઠવીને રજૂ કરવામાં આવી છે. આ ગ્રંથનાં અનેક પ્રકરણોની જેમ ‘ગણધરવાદ’ પણ સ્વતંત્ર ગ્રંથ જેવું પ્રકરણ છે. ‘ગણધરવાદ’ શીર્ષકનો અર્થ શો ? ભગવાન મહાવીરના…

વધુ વાંચો >

ગુણચંદ્ર (બારમી શતાબ્દી)

ગુણચંદ્ર (બારમી શતાબ્દી) : આચાર્ય હેમચંદ્રના બે શિષ્યો : રામચંદ્ર અને ગુણચંદ્ર પૈકીના બીજા શિષ્ય. ગુણચંદ્રે રામચંદ્રની સાથે સંયુક્ત રીતે સંસ્કૃતમાં ‘નાટ્યદર્પણ’ અને ‘દ્રવ્યાલંકાર’ની રચના કરી છે. ‘નાટ્યદર્પણ’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો ગ્રંથ છે. તેમાં 207 કારિકા અને વૃત્તિ છે. તેમાં રૂપકપ્રકાર, વૃત્તિ, રસ, ભાવ, અભિનય, નાયક-નાયિકાભેદ વગેરેનું શાસ્ત્રીય નિરૂપણ છે. ‘દ્રવ્યાલંકાર’…

વધુ વાંચો >

ગુણસ્થાન

ગુણસ્થાન : આત્માના ગુણની અવસ્થા અથવા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આધ્યાત્મિક વિકાસ એક પ્રવાહની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી આવી ભૂમિકાઓ અસંખ્યાત છે; પરંતુ વર્ણન કરવાની સગવડ ખાતર જૈનદર્શને 14 ગુણસ્થાનો માનેલાં છે. એ નીચે પ્રમાણે છે : (1) મિથ્યાર્દષ્ટિ : આધ્યાત્મિકતાની વિરોધી ર્દષ્ટિ. આ ભૂમિકાએ આધ્યાત્મિક-કલ્યાણગામી ર્દષ્ટિનો અભાવ હોય…

વધુ વાંચો >

જંબુસ્વામી

જંબુસ્વામી : વર્તમાન અવસર્પિણીના છેલ્લા કેવલી (સર્વજ્ઞ). રાજગૃહનિવાસી, મોટા સમૃદ્ધિશાળી, ઋષભદત્ત શેઠના એકના એક પુત્ર. તેમનો જન્મ આશરે વીરનિર્વાણ પૂર્વે 16 વર્ષે થયો હતો. તેમની માતા ધારિણી અને ગોત્ર કાસવ (કશ્યપ). મહાવીરના નિર્વાણ પછી તેમના 5મા ગણધર સુધર્મ પાસે જંબુએ દીક્ષા લીધી હતી. આ સુધર્મે મહાવીરનિર્વાણ પછી શ્રમણસમુદાયની રક્ષા, શિક્ષા…

વધુ વાંચો >

જૈનદર્શન

જૈનદર્શન : ‘દર્શન’ શબ્દનો અર્થ અહીં તત્વજ્ઞાન છે. જૈનદર્શન એટલે જૈન તત્વજ્ઞાન. જૈનદર્શન અનુસાર સત્ (Reality) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. સત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. પર્યાયનો અર્થ છે પરિવર્તન, આકાર, અવસ્થા. કોઈ પણ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ નથી કે કેવળ પર્યાયરૂપ નથી. દ્રવ્ય પર્યાય વિના હોતું નથી અને પર્યાય દ્રવ્ય વિના હોતો નથી. દ્રવ્ય એકનું…

વધુ વાંચો >

જૈન ધર્મ

જૈન ધર્મ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોના આધારે જણાય છે કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મપરંપરાઓ હતી – બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને…

વધુ વાંચો >