ધાતુશાસ્ત્ર

ઢાળણ

ઢાળણ (casting) : ધાતુના રસને જોઈતા આકારના બીબામાં ઢાળી દાગીનો તૈયાર કરવાની ક્રિયા. ધાતુના દાગીનાઓ તૈયાર કરવાની આ મૂળભૂત અને પ્રાચીન રીત છે. સદીઓ પહેલાં યુદ્ધમાં વપરાતી તોપો, મંદિરોમાંના મોટા ઘંટ, મોટા દરવાજાઓની જાડી જાળીઓ વગેરે ઢાળણનાં પ્રાચીન ઉદાહરણો છે. હજુ આજે પણ ઢાળણની રીત ઉત્પાદનની અન્ય રીતોમાં અગ્રસ્થાને છે;…

વધુ વાંચો >

ઢોળ ચડાવવો (ધાતુનો)

ઢોળ ચડાવવો (ધાતુનો) : વસ્તુની સપાટીના ગુણધર્મો જેવા કે ક્ષયન (ક્ષારણ) પ્રતિરોધ, ચળકાટ, સમાપન અને જાડાઈ વગેરે સુધારવા સપાટી પર ધાતુના પાતળા થર લગાવવાની ક્રિયા. ઢોળ  ચડાવવાની ક્રિયા ઘણી જાણીતી છે. લોખંડના પતરા પર જસતનું પાતળું પડ ચડાવી પતરાને કાટ ચડતો રોકવામાં આવે છે. આ ઉપરાંત લોખંડના સ્ક્રૂ અને ચાકીઓ…

વધુ વાંચો >

તામ્ર તકનીકી

તામ્ર તકનીકી : તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, માછલી પકડવાના કાંટા, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી…

વધુ વાંચો >

તાર (ધાતુનો)

તાર (ધાતુનો) : ધાતુનો સળિયો ટીપીને નાના છિદ્રની ડાઇમાંથી તાણવામાં આવેલો  તાર. તાર બનાવવા માટે ટીપી અને ખેંચી શકાય તેવી ઉચ્ચ તાણસામર્થ્ય ધરાવતી ધાતુઓ અને મિશ્રધાતુઓ વપરાય છે. સોનું, ચાંદી, તાંબું, પિત્તળ, સ્ટીલ, ઍલ્યુમિનિયમ વગેરે ધાતુઓના તાર અનેક પ્રકારના કામ માટે પ્રચલિત છે. સોના-ચાંદીના તાર ઘરેણાં બનાવવામાં, તાંબા અને ઍલ્યુમિનિયમના…

વધુ વાંચો >

ધાતુકાર્ય

ધાતુકાર્ય (metal working) : ધાતુ પર દબાણ આપીને કે તેને ખેંચીને જોઈતો આકાર મેળવવાની ક્રિયા. આ ક્રિયા ઢાળણ અને મશીનિંગ ક્રિયાથી જુદી પડે છે; કારણ કે આ ક્રિયામાં કોઈ ધાતુવ્યય થતો નથી. ધાતુના દાગીનાઓને પ્રાથમિક આકાર આપવાની ઢાળણ પછીની આ મહત્વની ક્રિયા છે. આ ક્રિયાથી ધાતુના યાંત્રિક ગુણધર્મોમાં સુધારો થાય…

વધુ વાંચો >

ધાતુચિત્રણ

ધાતુચિત્રણ (metallography) : પ્રકાશીય (optical) અને વીજાણુસૂક્ષ્મદર્શિકી (electron microscopy) જેવી પદ્ધતિઓ વડે ધાતુઓ અને મિશ્રધાતુઓની સંરચના(structure)નો અભ્યાસ. ઔદ્યોગિક રીતે તેમજ સંશોધનાર્થે એમ બંને રીતે તે ઉપયોગી છે. પ્રકાશીય સૂક્ષ્મદર્શિકી ધાત્વિક પ્રણાલીઓની પ્રાવસ્થા(phase)ના તથા ધાતુઓની સૂક્ષ્મ સંરચનાના અભ્યાસ માટે ઘણા લાંબા સમયથી પ્રમાણભૂત તકનીક તરીકે વપરાય છે. તેમાં ધાતુનાં સંરચનાકીય લક્ષણો…

વધુ વાંચો >

ધાતુનિષ્કર્ષણ

ધાતુનિષ્કર્ષણ (metal extraction) : અયસ્ક(ore)માંથી ધાતુ મેળવવાની પ્રવિધિ (process). અયસ્કમાંથી ધાતુ મેળવતા પહેલાં તેને કુદરતી ખનિજમાંથી અલગ પાડવામાં આવે છે. આ માટેની રીતોમાં ખનિજમાં રહેલાં તત્ત્વોના ભૌતિક ગુણધર્મોના તફાવતનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ગુણધર્મોમાં વિશિષ્ટ ઘનતા, કઠિનતા, પારગમ્યતા, વીજવાહકતા જેવા ગુણધર્મોનો સમાવેશ થાય છે. આવી રીતોને અયસ્કપ્રસાધન (ore dressing)…

વધુ વાંચો >

નાઇટ્રાઇડિંગ

નાઇટ્રાઇડિંગ : પોલાદના દાગીનાની સપાટી પર નાઇટ્રાઇડના પડ દ્વારા કઠિનીકરણની પ્રવિધિ. આયર્ન કાર્બાઇડની માફક આયર્ન નાઇટ્રાઇડ પણ સખત (કઠણ) હોય છે. એટલે પૃષ્ઠ કઠિનીકરણ માટે કાર્બુરાઇઝિંગની રીત ઉપરાંત નાઇટ્રાઇડિંગની રીત પણ વપરાય છે. જે દાગીના પર નાઇટ્રાઇડિંગ કરવાનું હોય તેને વાયુચુસ્ત ભઠ્ઠીમાં ગોઠવવામાં આવે છે અને 500° સે. તાપમાન સુધી…

વધુ વાંચો >

નૅશનલ મેટૅલર્જિકલ લૅબોરેટરી, જમશેદપુર, ઝારખંડ

નૅશનલ મેટૅલર્જિકલ લૅબોરેટરી, જમશેદપુર, ઝારખંડ : ધાતુ અને આનુષંગિક ક્ષેત્રના વિકાસાર્થે જરૂરી સંશોધન, ચકાસણી અને અન્વેષણ કરતી જમશેદપુરસ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. રાષ્ટ્રીય કક્ષાએ CSIR દ્વારા શરૂઆતમાં જે વિવિધ પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજન સમિતિની ભલામણથી આ સંસ્થાનો શિલાન્યાસ નવેમ્બર, 1946માં કરવામાં આવ્યો હતો. તેના પ્રથમ નિયામક તરીકે…

વધુ વાંચો >

પંચપ્રેસ

પંચપ્રેસ : જુઓ ધાતુકાર્ય.

વધુ વાંચો >