દેવવ્રત પાઠક

આન્દ્રોપોવ, યુરી

આન્દ્રોપોવ, યુરી (જ. 15 જૂન 1914, નાગુસ્કોએ, રશિયા; અ. 9 ફેબ્રુઆરી 1984, મૉસ્કો) : પૂરું નામ આન્દ્રોપોવ, યુરી વ્લાદીમીરોવિચ. બ્રેઝનેવના મૃત્યુ બાદ લગભગ બે વર્ષ (1982-1984) સુધી સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રીપદે રહ્યા હતા. નાનપણમાં કિશોરોનાં સામ્યવાદી મંડળો (Komsomol) માં સક્રિય, જેમાં સફળતા મેળવતાં કારેલો-ફિનિશ સ્વાયત્ત પ્રજાસત્તાકમાં કિશોર મંડળોના વડા…

વધુ વાંચો >

આપખુદશાહી

આપખુદશાહી (authoritarianism) : એકહથ્થુ સત્તાવાદ. એવી પદ્ધતિની સરકાર કે જ્યાં એક નેતા કે નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય અને જે બંધારણીય રીતે પ્રજાને જવાબદાર ન હોય. બંધારણીય લોકશાહીથી તે તદ્દન વિરોધી છે. લશ્કરી વિજય કે લોકોની એષણાઓ સંતોષવાના નામે કામચલાઉ સરમુખત્યારશાહી(dictatorship)ના સ્વરૂપમાં કે કટોકટી(emergency)ની સ્થિતિ દ્વારા કાયદાવિહીન શાસનને…

વધુ વાંચો >

આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન -આપ્સો

આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન (આપ્સો) (AAPSO) : બીજા વિશ્વયુદ્ધ પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરેલાં એશિયા તથા આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોનું મંડળ, જેમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બ્રહ્મદેશ તથા પાકિસ્તાને અગ્રણી ભાગ ભજવ્યો હતો. આ મંડળની સ્થાપના કોલંબો ખાતે 16 ડિસેમ્બર, 1957ના રોજ કરવામાં આવી હતી. આ મંડળ પાછળની ભાવના તથા આદર્શના ઘડતરમાં ભારતના…

વધુ વાંચો >

આબે, પિયર

આબે, પિયર (5 ઑગસ્ટ 1912, ફ્રાન્સ; અ. 22 જાન્યુઆરી 2007, પૅરિસ, ફ્રાન્સ) : લોકોમાં અનેકવિધ સેવાકાર્યોથી અને યુદ્ધમોરચે પરાક્રમોથી જાણીતા થયેલા ફ્રાન્સના પાદરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરના આક્રમણનો સામનો કરવામાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો અને આલ્સેસ તથા આલ્પ્સના મોરચે અપૂર્વ પરાક્રમ દાખવ્યું હતું. 1944માં તેમણે કાસાબ્લેન્કામાં નૌકાસૈન્યમાં પાદરીનું…

વધુ વાંચો >

આર્નલ્ડસન, કે. પી.

આર્નલ્ડસન, કે. પી. (જ. 27 ઑક્ટોબર 1844, ગોટબર્ગ, સ્વીડન; અ. 20 ફેબ્રુઆરી 1916 સ્ટૉકહૉમ, સ્વીડન) : 1908 ના શાંતિના નોબેલ પુરસ્કારના વિજેતા રાજપુરુષ. વ્યાવસાયિક કારકિર્દી રેલવેના સામાન્ય કારકુન તરીકે શરૂ કરી સ્ટેશનમાસ્તરના પદ સુધી બઢતી મેળવી હતી. પરંતુ શાંતિ માટેની તીવ્ર ઝંખનાને લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને પોતાની…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય રાજકારણ

આંતરરાષ્ટ્રીય રાજકારણ રાજ્યોનાં એકમેક સાથેનાં વ્યવહાર, વર્તન અને વિવિધ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યવહાર અને સંબંધોનું પ્રમાણ જેમ વિપુલ બનતું ગયું તેમ આ વિષયનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે. આ સંબંધો માત્ર રાજકીય ન રહેતાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા હોવાથી ઘણી વાર ઉચિત રીતે આ વિષયને આંતરરાષ્ટ્રીય સંબંધો કહેવામાં…

વધુ વાંચો >

આંબેડકર, બી.આર. (ડૉ.)

આંબેડકર, બી. આર. (ડૉ.) (જ. 14 એપ્રિલ 1891, મઉ, મધ્યપ્રદેશ; અ. 6 ડિસેમ્બર 1956, નાગપુર) : બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ, દલિત આગેવાન, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત. આખું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સૂબેદાર હતા. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

ઇજિપ્ત

ઇજિપ્ત આફ્રિકા ખંડના ઈશાન કોણમાં આવેલો દેશ. તે આશરે 220 ઉ. અ.થી 320 ઉ. અ. અને 250 પૂ. રે.થી 360 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો આરબ રિપબ્લિક ઑવ્ ઇજિપ્ત આરબ જગતમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. વિસ્તાર : 10,01,449 ચો.કિમી. (આંતરિક જળવિસ્તાર સહિત) જ્યારે ભૂમિવિસ્તાર 9,97,677 ચોકિમી. છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો…

વધુ વાંચો >

ઇઝરાયલ

ઇઝરાયલ આરબ રણની ધાર પર ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ. તે 310 30´ ઉ. અ. અને 350 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. ઇઝરાયલનું કુલ ક્ષેત્રફળ 20,772 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. વસતિ 93 લાખ (2021), જેમાં 83 % યહૂદી, 13% મુસ્લિમ,…

વધુ વાંચો >

ઇઝાયાહના

ઇઝાયાહના : ઇઝરાયલના સુપ્રસિદ્ધ ધર્મપ્રણેતા ઇઝાયાહે (ઈ. સ. પૂ. 742 – ઈ. સ. પૂ. 701) રચેલું ધર્મપુસ્તક. પિતા એમોઝ ઇઝાયાહ જેરૂસલેમમાં વસેલા. આ પુસ્તકની 1948માં Dead Sea Scrolls – મૃત સમુદ્રમાંથી મળી આવેલ લખોટા-વીંટામાં બે હસ્તપ્રતો મળી આવી હતી. એ હિબ્રૂ ભાષાનું સૌથી પ્રાચીન તેમજ બાઇબલના જૂના કરારનું સૌપ્રથમ અને…

વધુ વાંચો >