દિવ્યેશ શુક્લ

ગર્ભાશયભ્રંશ

ગર્ભાશયભ્રંશ (uterine prolapse) : ગર્ભાશય અને યોનિ(vagina)નું નીચે તરફ ખસવું તે. તેમાં સામાન્ય રીતે ગર્ભાશય અને યોનિનો ઉપલો ભાગ નીચે ખસે છે. ક્યારેક યોનિ એકલી પણ નીચે ખસે છે. જો અંડપિંડમાં ગાંઠ હોય અને ગર્ભાશય પાછળની બાજુ ખસેલું હોય તો અંડપિંડ ડગ્લાસની કોથળી(pouch)માં નીચે ખસે છે. તેને અંડપિંડભ્રંશ (ovarian prolapse)…

વધુ વાંચો >

ગર્ભાશયી તંતુસમાર્બુદ

ગર્ભાશયી તંતુસમાર્બુદ (uterine fibroid) : ગર્ભાશયના સ્નાયુ અને તંતુઓની ગાંઠ થવી તે. સગર્ભાવસ્થાને બાદ કરતાં, ગર્ભાશયનું સૌથી વધુ વખત મોટું થવાનું કારણ તંતુસમાર્બુદ છે. તે અરૈખિક સ્નાયુ (smooth muscle) અને તંતુપેશી(fibrous tissue)ની ગાંઠ છે માટે તેને સ્નાયુઅર્બુદ (myoma), તંતુ-સ્નાયુ અર્બુદ (fibromyoma), તંતુ-અરૈખિકસ્નાયુ-અર્બુદ (fibroleiomyoma) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં…

વધુ વાંચો >