દશરથલાલ ગૌરીશંકર વેદિયા

હસ્તસંજીવન

હસ્તસંજીવન : હસ્તરેખાશાસ્ત્રનો મેઘવિજયગણિકૃત એક પ્રમાણિત ગ્રંથ. આ ગ્રંથમાં રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ ભાષ્યમાં ગ્રંથકારની લેખનપ્રવૃત્તિ વિક્રમ સંવત 1714થી 1760 દરમિયાન થઈ હોવાથી આ ગ્રંથ લગભગ સંવત 1737ના અરસામાં રચ્યો હશે. ક્યારેક ગ્રંથકાર મેઘવિજયગણિ આને ‘સામુદ્રિક લહરી’ નામે ઓળખાવે છે. વારાણસીના કવિ જીવરામે ‘સામુદ્રિક લહરી ભાષ્ય’ રચ્યું છે. ગ્રંથકારે…

વધુ વાંચો >

હિરણ્યગર્ભ

હિરણ્યગર્ભ : ઋગ્વેદ (10–121), શુક્લ યજુર્વેદ વાજસનેયી સંહિતા (અ-32), શૌનકીય અથર્વવેદ (4/27) અને તાંડ્ય બ્રાહ્મણ(9–9–12)માં મળતું હિરણ્યગર્ભ કે પ્રજાપતિનું સૂક્ત. આ સૂક્તના પ્રજાપતિ કે ‘ક’ ઋષિ છે. ત્રિષ્ટુભ છંદ છે. સમગ્ર વિશ્વના સ્રષ્ટા પ્રજાપતિ તે હિરણ્યગર્ભ નામે બ્રહ્મણસ્પતિ (10.32), વિશ્વકર્મા (10, 81–82), આમ્ભૃણી વાક્ (10–125), વૃષભધેનુ (3–38–7) વગેરે નામે ઓળખવામાં…

વધુ વાંચો >

હોળી

હોળી : અગત્યનો ભારતીય તહેવાર. ઋતુચક્રની દૃષ્ટિએ વસંતઋતુની અશોકાષ્ટમીથી આરંભાયેલા ઉત્સવોના ચક્રમાં ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવતો ઉત્સવ હોલિકા કે હોલકા નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં આ ઉત્સવ સ્વાતંત્ર્ય અને આનંદનો ઉત્સવ બની રહે છે. મુઘલયુગમાં રાજદરબારમાં પણ આ ઉત્સવ ઊજવાતો હોવાનું અબૂલ ફઝલ નોંધે છે. મુસ્લિમ ગ્રંથોમાં ઈદ-ઇ-ગુલાબી અને અબ-ઇ-પશી…

વધુ વાંચો >