દશરથલાલ ગૌરીશંકર વેદિયા
સિદ્ધાંતશિરોમણિ
સિદ્ધાંતશિરોમણિ : ભાસ્કરાચાર્યનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રખ્યાત ગ્રંથ. આ ગ્રંથના ‘ગોલાધ્યાય’ના ‘પ્રશ્ર્નાધ્યાય’ શ્લોક 54 અનુસાર તેમનો જન્મ શક 1036માં થયો હતો. તેમણે 1072(શક)માં ‘સિદ્ધાંતશિરોમણિ’ અને શક 1105ના આરંભે ‘કરણકુતૂહલ’ નામે ગ્રંથો રચ્યા હતા. ‘સિદ્ધાંતશિરોમણિ’ના ગ્રહગણિત અને ‘ગોલાધ્યાય’ ઉપર તેમની ટીકા ‘વાસના ભાષ્ય’ નામે છે. તેમાં એક સ્થળે (‘વાતાધિકાર’માં) તે કહે છે…
વધુ વાંચો >સિદ્ધાંતશેખર
સિદ્ધાંતશેખર : શ્રીપતિનો જ્યોતિષશાસ્ત્રનો એક પ્રમાણિત ગ્રંથ. ભાસ્કરાચાર્યે શ્રીપતિના ‘સિદ્ધાંતશેખર’ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. ‘જ્યોતિષદર્પણ’ (શક 1479) નામના મુહૂર્તગ્રંથ અને ‘સિદ્ધાંત-શિરોમણિ’ની ‘મરીચિ’ નામની ટીકામાં તેમનાં વચનો છે. ‘સિદ્ધાંત-શેખર’ અને ‘ધીકોટિકરણ’ નામના ગ્રંથો શ્રીપતિએ રચેલા છે. ‘રત્નમાલા’ નામે ‘મુહૂર્તગ્રંથ અને ‘જાતકપદ્ધતિ’ નામે જાતકગ્રંથો પણ તેમના નામે છે. તેમનાં ચંદ્ર-સૂર્યગ્રહણનાં પ્રકરણો (19…
વધુ વાંચો >સુદર્શનચક્ર
સુદર્શનચક્ર : ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ. तेजस्तत्त्व सुदशनिम्(ભાગવતપુરાણ 12-11-14)માં તેને તેજતત્વ કહ્યું છે. ગોપાલોત્તરતાપનીય ઉપનિષદ (25) અનુસાર બાળકસમું અતિચંચળ સમદૃષ્ટિમન જ સુદર્શનચક્ર છે. (बालस्वरूपमित्यन्तं मनश्चक्रं निगद्यते ।)સુદર્શનચક્રનો મંત્ર जं खं वं सुदर्शनाय नम: છે. તે અગ્નિપુરાણમાં મળે છે. અગ્નિપુરાણમાં સુદર્શનચક્રનાં ન્યાસ, ધ્યાન વગેરેનું વર્ણન પણ છે. ‘सहस्रार हुं फट्…
વધુ વાંચો >સુબુદ્ધિ મિશ્ર
સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…
વધુ વાંચો >સૂર્યપૂજા
સૂર્યપૂજા : વિશ્વના આદિદેવ સૂર્યની પૂજા. સૂર્ય ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ એક સળગતો ગોળો છે. જુદા જુદા જલદી સળગી ઊઠે તેવા વાયુઓ સૂર્યની ભઠ્ઠી(ઊખા)ની રાસાયણિક પ્રક્રિયા જીવિત રાખે છે. તેમાંથી જન્મતાં ઉષ્ણતા અને પ્રકાશ ઘણા કિલોમિટરો સુધી પથરાય છે. તેનો અખૂટ જથ્થો ઘણાં વર્ષોથી ચાલે છે. મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ઉષ્ણતા આપે…
વધુ વાંચો >સૂર્યવંશ
સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…
વધુ વાંચો >સૂર્યાચન્દ્રમસૌ
સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…
વધુ વાંચો >સૂર્યાસાવિત્રી
સૂર્યાસાવિત્રી : ઋગ્વેદની એક ઋષિકા. ऋषि: किल दर्शनात् અનુસાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનના અંતે સમાધિ અવસ્થામાં મંત્રોનું મનન અને દર્શન કરવાથી ઋષિ બને છે. ઋષિ જ ક્રાન્તદર્શનને લીધે કવિ કહેવાય છે. તેના દર્શનને પરિષ્કૃત કરવાથી તે ‘કારુ’ કહેવાય છે. આમાં સાક્ષાત્કૃતધર્મા ઋષિ સર્વશ્રેષ્ઠ છે. ऋषी गतौ અનુસાર ऋष् ધાતુ ગત્યર્થક…
વધુ વાંચો >સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ
સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…
વધુ વાંચો >સોમવંશ
સોમવંશ : સોમ-ચન્દ્રથી પ્રવર્તેલો વંશ. પુરાણોમાં સૂર્ય-ચંદ્રથી પ્રવર્તેલા વંશો ઉપરાંત સ્વયંભુવ વંશ, ભવિષ્ય વંશ અને માનવેતર વંશોનાં વર્ણન મળે છે. પૌરાણિક સાહિત્યમાં ઘણોખરો રાજકીય વંશોનો ઇતિહાસ ચંદ્રવંશ સાથે સંબંધિત છે. પ્રાચીન ઇતિહાસમાં સૂર્યવંશી રાજવીઓનું પ્રાબલ્ય હતું; પરંતુ ઉત્તરકાલીન યુગમાં સૂર્યવંશી રાજ્યસત્તા અયોધ્યા, વિદેહ અને વૈશાલીમાં સૂર્યોદિત બની રહી. તેમાંય માંધાતૃ–માંધાતા…
વધુ વાંચો >