ઝિયાઉદ્દીન અ. દેસાઈ

‘કુદસી’ હાજી મુહંમદજાન

‘કુદસી’, હાજી મુહંમદજાન (જ. ?; અ. 1646, મશહદ, ઈરાન, લાહોર) : મુઘલ સમ્રાટ શાહજહાંના સમયનો ફારસી ભાષાનો સમર્થ કવિ. મૂળ વતન શિયાપંથી મુસ્લિમોનું પવિત્ર સ્થળ મશહદ, જ્યાં તેમના આઠમા ઇમામ અલીબિન રિઝાનો મહાન રોજો છે. કુદસી તે ઇમામના વંશજ હતા. તે ઈ. સ. 1631માં શાહજહાંના સમયમાં ભારત આવ્યા અને તેમના…

વધુ વાંચો >

કુરાન

કુરાન : મુસ્લિમોનો પવિત્ર ધર્મગ્રંથ. ઇસ્લામના સ્થાપક હજરત મુહમ્મદ (સ. અ.) સાહેબની તેમના જીવનકાળનાં 23 વર્ષોના ગાળામાં ફિરિશ્તા (દેવદૂત) જિબ્રઇલ દ્વારા અવારનવાર ઓછાવત્તા એટલે હિ. સ. 430(ઈ. સ. 1338-39)માં હજ્જાજ બિન સકફીએ કુરાનના દરેક શબ્દ પર અઅરાબ-સંજ્ઞા તથા હિ. સ. 486(ઈ. સ. 1093)માં નુક્તા મુકાવ્યા. ત્યારબાદ ખાલિદ બિન બસરીએ તશ્દીદ,…

વધુ વાંચો >

કુર્દ અહમદ બિન સુલેમાન (મૌલાના)

કુર્દ, અહમદ બિન સુલેમાન (મૌલાના) (જ. ?; અ. 13 ડિસેમ્બર 1698, અમદાવાદ) : ઇસ્લામ ધર્મશાસ્ત્રના ફારસી વિદ્વાન. મૌલાના સુલેમાન કુર્દના પુત્ર અને સત્તરમા શતકના પૂર્વાર્ધના એક વિદ્વાન અને શિક્ષક. પિતા પાસેથી હદીસ અને મૌલાના મુહંમદ શરીફ, મૌલાના વલીમોહંમદ તથા શેખફરીદ જેવા વિદ્વાનો પાસેથી પારંપારિક ધાર્મિક શાસ્ત્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરી પારંગત…

વધુ વાંચો >

કુર્દ મૌલાના સુલેમાન

કુર્દ, મૌલાના સુલેમાન (અ. ઈસવી. સત્તરમી સદી ઉત્તરાર્ધ, અમદાવાદ) : અરબી અને ફારસીના સમર્થ વિદ્વાન પિતાનું નામ મુહંમદ. મૂળ કુર્દસ્તાનના વતની અને બહુધા જન્મસ્થાન પણ તે જ. વતનથી લાહોર આવ્યા અને ત્યાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી આવીને પ્રખ્યાત મુહદ્દિસ વિદ્વાન લેખક અને સંત શેખ અબ્દુલહક્ મુહદ્દિસ દહેલ્વી પાસે…

વધુ વાંચો >

ખાજૂનો પુલ, ઇસ્ફહાન

ખાજૂનો પુલ, ઇસ્ફહાન (સત્તરમી સદી) : ઈરાનના નગર ઇસ્ફહાનમાં વહેતી ‘ઝાયન્દા રૂદ’ નદી પર બાંધેલો ચૂના-પથ્થરનો પુલ. તે નગરના ત્રણ મુખ્ય પુલોમાં સૌથી સુંદર છે. આ પુલ કોણે અને ક્યારે બાંધ્યો તે વિશે પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઐતિહાસિક પુસ્તકો અને વિદેશી મુસાફરોએ કરેલાં વર્ણનો પરથી હસન બેગે બંધાવેલા પુલના…

વધુ વાંચો >

ઘોરી, અમીનખાન

ઘોરી, અમીનખાન : તાતારખાન ઘોરીનો પુત્ર તથા સોરઠ પ્રાંતનો સૂબો. ઈ. સ. 1561માં મુહમદશાહ 3જાને ગુજરાતની ગાદીએ બેસાડી તેને માત્ર નામનો બાદશાહ બનાવી એતેમાદખાન તથા બીજા મુખ્ય અમીરોએ રાજ્યની અંદરોઅંદર વહેંચણી કરી તેમાં જૂનાગઢ સહિત સોરઠ પ્રાંત તાતારખાન ઘોરીના લગભગ સ્વતંત્ર કબજામાં આવ્યો. પિતાના મૃત્યુ પછી અમીનખાન સોરઠ પ્રાંતનો સર્વોપરી…

વધુ વાંચો >

હિંમતનગર

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાનું જિલ્લામથક તેમજ હિંમતનગર તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. પર હાથમતી નદીના ડાબા કાંઠે, અમદાવાદ–ખેડબ્રહ્મા રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 પર આવેલું છે. અમદાવાદ–ખેડબ્રહ્મા મીટરગેજ રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. તે ઉપરાંત રાજસ્થાનને જોડતો હિંમતનગર–ઉદેપુર રેલમાર્ગ પણ અહીંથી…

વધુ વાંચો >