ઝિયાઉદ્દીન અ. દેસાઈ
અહમદશાહ–2
અહમદશાહ–2 (જ. 1431; અ. 23 મે 1459) : ગુજરાતનો પાંચમો સુલતાન (શાસન 1451થી 1459). મૂળ નામ જલાલખાન. રાજ્યાભિષેક પછી કુત્બુદ્દુન્યાવદ્દીન અબૂલમુઝફ્ફર અહમદશાહ નામ ધારણ કર્યું હતું. ઈ. સ. 1451માં પિતા મુહમ્મદશાહ બીજાના અવસાન પછી વીસ વર્ષની વયે ગાદીએ આવ્યો. ગાદીએ બેસતાં જ માળવાના સુલતાન મહમૂદ ખલજીના આક્રમણનો સફળ સામનો કર્યો.…
વધુ વાંચો >અહમદશાહની મસ્જિદ
અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે.…
વધુ વાંચો >અહમદશાહનો રોજો
અહમદશાહનો રોજો : અમદાવાદમાં માણેકચોકમાં જામે મસ્જિદની પૂર્વે બાદશાહના હજીરાના નામે ઓળખાતો રોજો. તે બહુ મોટા નહિ તેવા વંડામાં આશરે 26.8 મીટર ચોરસ પીઠ પર બંધાયેલો છે. મધ્યમાં મોટો ખંડ અને ચારે ખૂણે ફરતા નાના ચાર ચોરસ ખંડ અને તેમની વચ્ચે પરસાળ છે. વચલા ખંડ પર સ્થાનિક હિંદુજૈન શૈલીનો સપ્રમાણ…
વધુ વાંચો >અહલે હદીથ
અહલે હદીથ (હદીસ) : ભારત-પાક-બાંગલાદેશ ઉપખંડના મુસ્લિમોના બે મુખ્ય સંપ્રદાયોમાંથી એક, અહલે સુન્નત વલજમાઅત, જે ‘સુન્ની’ નામથી વધુ જાણીતો છે. તેના એક પંથના અનુયાયીઓ અહલે હદીથ કહેવાય છે. તેઓ બીજા સુન્ની મુસ્લિમોથી અમુક ગૌણ બાબતોમાં મતભેદ ધરાવે છે, પણ મૂળભૂત મુખ્ય ધાર્મિક સિદ્ધાંતોમાં સુન્ની સંપ્રદાયને અનુસરે છે. અહલે હદીથ-પંથીઓ કુરાન…
વધુ વાંચો >અહવાલે સરકારે ગાયકવાડ
અહવાલે સરકારે ગાયકવાડ : વડોદરાના ગાયકવાડ રાજાઓનો તેમના રાજ્યના આરંભથી ઈ. સ. 1818 સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ. તેના કર્તા મુનશી સારાભાઈ બાપાભાઈ મહેતા છે, જે ભોળાનાથના પિતા અને મહાન ગુજરાતી સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાના પિતામહ થાય છે. આ ઇતિહાસમાં મરાઠાકાલીન ગુજરાત વિશે માહિતી મળે છે. ઝિયાઉદ્દીન અ. દેસાઈ
વધુ વાંચો >આગાખાન
આગાખાન : ઇસ્લામના બે કરોડથી વધુ સંખ્યા ધરાવતા શિયા સંપ્રદાયના નિઝારી ઇસ્માઇલી પંથના (ખોજા કોમના) ઇમામ. આગાખાન પહેલા અને ઈરાનના રાજા ફતેહઅલીશાહ મનીરના જમાઈ હસનઅલીશાહનો ખિતાબ અકાખાન (જેનો ઉચ્ચાર આગાખાન પણ થાય છે.) હતો. ઈ. સ. 1838માં ઈરાનના કિરમાન પ્રાંતમાં નિષ્ફળ વિદ્રોહ કરવાના ફળસ્વરૂપ હસનઅલીશાહ ઈરાનથી સિંધ આવ્યા, જ્યાં તે…
વધુ વાંચો >આગ્રા
આગ્રા : ભારતના ઉત્તર પ્રદેશનો જિલ્લો, તેનું વડું મથક અને ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 270 18’ ઉ. અ. અને 780 ૦1’ પૂ. રે. પર સ્થિત છે. વસ્તી (જિલ્લો) 43,80,793 (2011)છે. જિલ્લાનો વિસ્તાર 4027 ચોકિમી. આગ્રા જિલ્લો યમુના અને ચંબલ નદીના ફળદ્રુપ મેદાનોનો બનેલો છે.જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે.…
વધુ વાંચો >આઝમખાન
આઝમખાન (જ. 1573, સાવા, ઈરાન; અ. 1649) : શાહજહાંના સમયમાં ઈ. સ. 1635-1643 સુધી ગુજરાતનો સૂબો. મૂળ નામ મુહંમદ બાકિર. ઈરાનથી ભારત આવ્યો ત્યારે તેની સિયાલકોટના ફોજદાર તરીકે નિમણૂક થઈ હતી. મીરઝા જાફર આસફખાનની પુત્રી સાથે તેનું લગ્ન થયેલું. નૂરજહાંના ભાઈ અને જહાંગીરનાં વડા વજીર આસફખાન દ્વારા બઢતી મળતાં ખાનસામા…
વધુ વાંચો >આઝમખાનની સરાઈ
આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય…
વધુ વાંચો >આલમગીરનામા
આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ. આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું…
વધુ વાંચો >