જ. પો. ત્રિવેદી
સ્ટ્રિક્નીન (Strychnine)
સ્ટ્રિક્નીન (Strychnine) : ભારતમાં ઊગતા એક વૃક્ષ, કૂચલ અથવા ઝેરકોચલા(Nux vomica)નાં બિયાંમાંથી મળતો એક રંગવિહીન, સ્ફટિકમય, ઝેરી આલ્કેલૉઇડ (alkaloid). અણુસૂત્ર : C21H22N2O2. અણુભાર : 334. ગ. બિં. : 275°થી 285° સે. = –104.3. uvmax (95 % EtOH) 255, 280, 290 ને.મી. શુદ્ધ સ્વરૂપે મેળવાયેલો આ પ્રથમ આલ્કેલૉઇડ છે. 1818માં પેલેટિયર…
વધુ વાંચો >સ્વેડબર્ગ થિયોડોર (Swedberg Theodor)
સ્વેડબર્ગ, થિયોડોર (Swedberg, Theodor) (જ. 30 ઑગસ્ટ 1884, ફેલેરેન્ગ, સ્વીડન; અ. 25 ફેબ્રુઆરી 1971, ઓરે બ્રો, સ્વીડન) : કલિલ રસાયણ (colloid chemistry) તથા બૃહદાણ્વિક (macro-molecular) સંયોજનો અંગેના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર, 1926ના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા, સ્વીડિશ રસાયણવિદ્. તેમના પિતા ઇલિયાસ સ્વેડબર્ગ કાર્ય-પ્રબંધક (works manager) હતા. થિયોડોરે કોપિંગ સ્કૂલ, ઓરે…
વધુ વાંચો >હર્ઝબર્ગ ગરહાર્ડ (Herzberg Gerhard)
હર્ઝબર્ગ, ગરહાર્ડ (Herzberg, Gerhard) (જ. 29 ડિસેમ્બર 1904, હેમ્બુર્ગ, જર્મની; અ. 3 માર્ચ 1999, ઓટાવા, કૅનેડા) : પારમાણ્વિક અને આણ્વિક સ્પૅક્ટ્રમિકી(સ્પેક્ટ્રમવિજ્ઞાન, spectroscopy)માં મહત્વનું સંશોધન કરનાર અને 1971ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન-કેનેડિયન ભૌતિકવિજ્ઞાની. જર્મનીમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ 1928માં ડાર્મસ્ટાડ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી સ્નાતક થયા. 1930માં ત્યાં જ…
વધુ વાંચો >હર્ષબાક ડડલી રૉબર્ટ (Herschbach Dudley Robert)
હર્ષબાક, ડડલી રૉબર્ટ (Herschbach, Dudley Robert) (જ. 18 જૂન 1932, સાન જોઝે (San Joze), કૅલિફૉર્નિયા, યુ.એસ.) : યુ.એસ.ના રસાયણવિદ અને 1986ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓએ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી 1954માં મૅથેમૅટિક્સમાં બી.એસસી. અને 1955માં રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની પદવી જ્યારે 1958માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1959થી 1963 દરમિયાન તેઓએ…
વધુ વાંચો >હાઇડ્રાઇડ (hydride)
હાઇડ્રાઇડ (hydride) : હાઇડ્રોજનનાં ધાતુ અથવા ઉપધાતુ (meta-lloid) તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. તત્વ કયા પ્રકારનો હાઇડ્રાઇડ બનાવશે તે તેની વિદ્યુતઋણતા (electro-negativity) ઉપર આધાર રાખે છે. હાઇડ્રાઇડ સંયોજનોને નીચેના વર્ગોમાં વહેંચી શકાય : (1) આયનિક (ionic) અથવા ક્ષાર જેવા (salt-like) હાઇડ્રાઇડ, (2) સહસંયોજક (covalent) અથવા આણ્વિક (molecular) હાઇડ્રાઇડ, (3) ધાત્વીય…
વધુ વાંચો >હાઇડ્રેઝીન (hydrazine)
હાઇડ્રેઝીન (hydrazine) : એમોનિયા જેવી વાસવાળો, બે નાઇટ્રોજન પરમાણુઓ ધરાવતો, નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ. સૂત્ર NH4 અથવા H2NNH2. રંગવિહીન, ધૂમાયમાન (fuming) પ્રવાહી અથવા સફેદ ઘન પદાર્થ. ગ.બિં. 1.4° સે.; ઉ.બિં. 113.5° સે.; સાપેક્ષ ઘનતા 1.01 (પ્રવાહી). ઇથેનોલમાં દ્રાવ્ય પણ પાણીમાં વધુ દ્રાવ્ય. ક્લૉરોફૉર્મ કે ઈથરમાં અદ્રાવ્ય. રાશિગ (Raschig) સંશ્લેષણ દ્વારા એમોનિયા અને…
વધુ વાંચો >હાઇડ્રોકાર્બનો (hydrocarbons)
હાઇડ્રોકાર્બનો (hydrocarbons) : માત્ર કાર્બન અને હાઇડ્રોજન તત્ત્વો ધરાવતાં રાસાયણિક સંયોજનો. જે હાઇડ્રોકાર્બનોનાં કાર્બન પરમાણુઓ સળંગ [અખંડ, અવિચ્છિન્ન (continuous)] કે અશાખાન્વિત (nonbranched) ક્રમમાં જોડાયેલાં હોય તેમને સામાન્ય (normal) હાઇડ્રોકાર્બનો કહે છે. તેમને રેખીય અથવા સરળ શૃંખલાવાળાં હાઇડ્રોકાર્બન પણ કહે છે. કુદરતી વાયુમાં વધુ પ્રમાણમાં મળી આવતો મિથેન (CH4) તથા થોડા…
વધુ વાંચો >હાઇડ્રૉક્સિલ એમાઇન (hydroxyl amine)
હાઇડ્રૉક્સિલ એમાઇન (hydroxyl amine) : એમોનિયા(NH3)-માંના એક હાઇડ્રોજનનું –OH સમૂહ દ્વારા વિસ્થાપન (substitution) થવાથી મળતો એમોનિયા કરતાં નિર્બળ એમાઇન. સૂત્ર H2NOH. તે વિપક્ષ (trans) સ્વરૂપે હોય છે : તેમાં N–O અંતર 1.46 Å હોય છે. તે વિવિધ પદ્ધતિઓ દ્વારા મેળવી શકાય છે : (i) નાઇટ્રિક ઑક્સાઇડ(NO)ના નવજાત (nascent) હાઇડ્રોજન વડે…
વધુ વાંચો >હાઇડ્રોજનીકરણ (hydrogenation)
હાઇડ્રોજનીકરણ (hydrogenation) : હાઇડ્રોજનની અન્ય તત્વ કે સંયોજન, સામાન્ય રીતે અસંતૃપ્ત (unsaturated) કાર્બનિક સંયોજન, સાથેની રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક ઇજનેરીમાં બે પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે : (i) એકમ-પ્રચાલન (unit operation) અને (ii) એકમ-પ્રક્રમ (unit process). પ્રથમ પ્રકારમાં પદાર્થના માત્ર ભૌતિક બંધારણમાં જ ફેરફાર થાય છે જ્યારે બીજામાં પદાર્થના રાસાયણિક બંધારણમાં…
વધુ વાંચો >હાઇડ્રોફૉર્માઇલેશન (hydroformylation)
હાઇડ્રોફૉર્માઇલેશન (hydroformylation) : આલ્કીન(alk-ene)ની કાર્બન મૉનોક્સાઇડ અને હાઇડ્રોજન સાથેની કોબાલ્ટ કે ર્હોડિયમ ક્ષારો દ્વારા ઉદ્દીપકીય પ્રક્રિયા. પ્રક્રિયાના પરિણામે આલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને કોઈ વાર ઑક્ઝો-પ્રવિધિ પણ કહે છે. 2RCH = CH2 + 2CO + H2 RCH2CH2 CHO + RCH2(CHO)CH3 1938માં રોલેને (Roelen) આ પ્રવિધિની શોધ કરી હતી અને પ્રોપિલીનનું…
વધુ વાંચો >