જ. દા. તલાટી
કૂપર આર્ચિબાલ્ડ સ્કૉટ
કૂપર, આર્ચિબાલ્ડ સ્કૉટ (Couper, Archibald Scott [kooper]) (જ. 31 માર્ચ 1831, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1892, કિરકિન્ટિલૉક, સ્કૉટલૅન્ડ) : બ્રિટિશ કાર્બનિક રસાયણવિદ અને સંરચનાકીય કાર્બનિક રસાયણના અગ્રણી. તેમણે ઑગસ્ટ કેકુલેથી સ્વતંત્રપણે કાર્બનની ચતુ:સંયોજકતાનો અને એક કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે બંધ રચી શકે છે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો.…
વધુ વાંચો >કોબાલેમિન
કોબાલેમિન (વિટામિન B12) : ‘B કૉમ્પ્લેક્સ’ તરીકે ઓળખાતા, જળદ્રાવ્ય વિટામિન B સમૂહનો કોબાલ્ટ આયન ધરાવતો ઘટક. અનેક રૂપે મળતા કોબાલેમિનો પૈકી ઔષધરૂપે વપરાતો સાયનોકોબાલેમિન મુખ્ય છે. વિટામિન B12 ઘેરા લાલ રંગનો, સ્ફટિકમય અને જલીય દ્રાવણમાં 4થી 7 pH મૂલ્યે વિશેષ સ્થાયી પદાર્થ છે. પાંડુરોગ ઉપરની અસરને કારણે તેની ગણના પ્રતિપ્રણાશીકારક…
વધુ વાંચો >કૉર્નબર્ગ, રોજર ડી.
કૉર્નબર્ગ, રોજર ડી. (Kornberg, Roger D.) (જ. 24 એપ્રિલ 1947, સેન્ટ લૂઇસ, મિસૂરી, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2006ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. પિતા આર્થર કૉર્નબર્ગ અને માતા સિલ્વી(Sylvy) (બંને જૈવરસાયણવિદો)ના ત્રણ પુત્રોમાં તેઓ સૌથી મોટા હતા. સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક એવા આર્થર કૉર્નબર્ગ તો 1959ના વર્ષના ફિઝિયૉલૉજી અથવા મેડિસિન…
વધુ વાંચો >કોલરોશ ફ્રીડરીશ વિલ્હેમ જ્યૉર્જ
કોલરોશ, ફ્રીડરીશ વિલ્હેમ જ્યૉર્જ (જ. 14 ઑક્ટોબર 1840, રિન્ટેન, જર્મની; અ. 17 જાન્યુઆરી 1910, મારબર્ગ) : વિદ્યુત વિભાજ્યોના એટલે કે દ્રાવણમાં આયનોના સ્થાનાન્તરણ દ્વારા વિદ્યુતનું વહન કરતા પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરી તેમની વર્તણૂક સમજાવનાર જર્મન વિજ્ઞાની. ગોટન્જન યુનિવર્સિટી અને ફ્રૅન્કફર્ટ ઑન મેઇનની સ્કૂલ ઑવ્ ટૅક્નૉલૉજીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક. 1875માં વુર્ઝબર્ગ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી
ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી (crystal field theory – CFT) : સંકીર્ણ સંયોજનોમાં રાસાયણિક આબંધન (bonding) માટેનો મુખ્યત્વે આયનિક અભિગમ, જે જૂના સ્થિરવૈદ્યુતિક (electrostatic) સિદ્ધાન્તને પુનર્જીવિત (revitalize) કરે છે. તેની મદદથી સંક્રાંતિક ધાતુ-આયનોનાં સંયોજનોનાં શોષણ-વર્ણપટો અને ચુંબકીય ગુણધર્મો સમજાવી શકાય છે તેમજ વિવિધ લિગેન્ડો (સંલગ્નીઓ, Ligands) સાથે જુદી જુદી ધાતુઓનાં સંકીર્ણોની સ્થિરતા,…
વધુ વાંચો >ક્રિસ્ટલ સિસ્ટમ
ક્રિસ્ટલ સિસ્ટમ : અવકાશ-જાળી (space lattice) (સ્ફટિકમાં પરમાણુઓની ત્રિપરિમાણી ગોઠવણી) દ્વારા નક્કી કરાતું સ્ફટિકનું સ્વરૂપ. સમમિતિ તત્વો(elements of symmetry)નું સહયોજન (combination) એ પ્રત્યેક સ્ફટિક પ્રણાલીની લાક્ષણિકતા હોય છે. સ્ફટિકની બાજુઓ અથવા ફલકો (faces) અને સ્ફટિકમાંનાં સમતલો(planes)ને ત્રણ વિષમતલીય (noncoplanar) અક્ષોની શ્રેણી વડે ઓળખાવી શકાય. આકૃતિ 1માં a, b અને c…
વધુ વાંચો >ગલન
ગલન (melting) : ઘન પદાર્થની પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામવાની ક્રિયા. આ ઘટના સ્ફટિકીકરણથી ઊલટી છે. શુદ્ધ ઘન પદાર્થને ગરમી આપવામાં આવતાં તેની અંદરના કણોની સરેરાશ આંદોલનીય ઊર્જા વધતી જાય છે અને છેલ્લે એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જ્યારે સ્ફટિકમાંના કણો તેમનાં પરિરોધી (confining) બળોની ઉપરવટ જઈ શકે તેટલી ઊર્જા…
વધુ વાંચો >ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ
ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ (જ. 24 ઑગસ્ટ, 1886 ફિલાડેલ્ફિયા; અ. 6 સપ્ટેમ્બર 1967, ન્યૂયૉર્ક) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન માલવાહક જહાજોના મોટા પાયા પરના ઉત્પાદન ઉપર દેખરેખ રાખનાર નૌ-સ્થપતિ અને સમુદ્રી ઇજનેર. 1913માં પિતાને ખુશ કરવા તેઓ હાર્વર્ડ અને કોલંબિયામાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા પણ પ્રથમ અને એકમાત્ર કેસ જીત્યા…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ગુણદર્શક રાસાયણિક વિશ્લેષણ
ગુણદર્શક રાસાયણિક વિશ્લેષણ : પદાર્થના નમૂનામાં રહેલાં તત્વ અથવા તત્વોના સમૂહની ઓળખ (નિર્ધારણ) સાથે સંકળાયેલી રસાયણશાસ્ત્રની શાખા. તેમાં વપરાતી કાર્યરીતિની જટિલતા નમૂનાના પ્રકાર પ્રમાણે બદલાય છે. કેટલાક કિસ્સામાં અમુક તત્ત્વ અથવા તત્વસમૂહની હાજરી જ ચકાસવાની હોય છે અને તે માટે નમૂના ઉપર સીધી પ્રયોજી શકાય તેવી વિશિષ્ટ કસોટીઓ (દા.ત., જ્યોત…
વધુ વાંચો >