જ. દા. તલાટી
સોડિયમ સાયનાઇડ (sodium cyanide)
સોડિયમ સાયનાઇડ (sodium cyanide) : અકાર્બનિક અને કાર્બનિક રસાયણમાં તથા ઘણી ધાતુકર્મીય (metallurgical) પ્રવિધિઓમાં ઉપયોગી એવું અગત્યનું સંયોજન. રાસાયણિક સૂત્ર NaCN. 1965 સુધી સોડિયમ સાયનાઇડના ઉત્પાદન માટે કાસ્ટનર (Castner) પ્રવિધિ વપરાતી હતી. તેમાં સોડામાઇડ(NaNH2)માંથી તે બનાવવામાં આવતો હતો. સોડિયમ (Na) ધાતુ અને એમોનિયા (NH3) વચ્ચેની પ્રક્રિયાથી સોડામાઇડ બને છે. Na…
વધુ વાંચો >સોડિયમ સિલિકેટ (sodium silicate)
સોડિયમ સિલિકેટ (sodium silicate) : વિવિધ સિલિસિક ઍસિડના સોડિયમ ક્ષારો. ઘણા સોડિયમ સિલિકેટ જાણીતા છે. સોડિયમ કાર્બોનેટ અને સિલિકા(SiO2, શુદ્ધ રેતી)ના સંગલન(fusion)થી જે વિવિધ નીપજો મળે છે તેમાં Na : Siનો ગુણોત્તર લગભગ 4 : 1થી 1 : 4નો જોવા મળે છે. કેટલાક સિલિકેટ જળયુક્ત (hydrated) પણ હોય છે. આ…
વધુ વાંચો >સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી (spectrochemical series)
સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી (spectrochemical series) : ધાતુ સંકીર્ણો(complexes)માંના d-કક્ષકો(orbitals)ના ઊર્જાસ્તરોનું વિવિધ લિગન્ડો દ્વારા જે માત્રા(magnitude)માં (Δ મૂલ્યોમાં) વિદારણ થાય છે તે ક્રમ દર્શાવતી શ્રેણી. શ્રેણીને મહદ્અંશે ત્રણ ભાગમાં વહેંચી શકાય : (i) π-બેઇઝો અથવા લુઇસ બેઇઝો (Lewis bases) (ઇલેક્ટ્રૉન-યુગ્મ દાતા) કે જે ઊર્જાસ્તરોનું ઓછામાં ઓછું વિદારણ કરે છે. (દા.ત., Cl– અને…
વધુ વાંચો >સ્મિથ માઇકેલ (Smith Michael)
સ્મિથ, માઇકેલ (Smith Michael) (જ. 26 એપ્રિલ 1932, બ્લૅકપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 5 ઑક્ટોબર 2000, વાનકૂવર, કૅનેડા) : જન્મે બ્રિટિશ એવા કૅનેડિયન જૈવરસાયણવિદ અને 1993ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1950માં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1956માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ કૅનેડા ગયા અને બ્રિટિશ કોલંબિયા રિસર્ચ કાઉન્સિલમાં…
વધુ વાંચો >હાઇડ્રેટ (hydrate)
હાઇડ્રેટ (hydrate) : એવું ઘન સંયોજન કે જેમાં પાણી H2O અણુઓ રૂપે જોડાયેલું હોય છે. ઘણા સ્ફટિકીય ક્ષારો સંયોજનના એક મોલ-દીઠ પાણીના 1, 2, 3 અથવા વધુ મોલ ધરાવતા હાઇડ્રેટ બનાવે છે; દા. ત., નિર્જળ કૉપર સલ્ફેટ એ CuSO4 સૂત્ર ધરાવતો સફેદ ઘન પદાર્થ છે. પાણીમાંથી તેનું સ્ફટિકીકરણ કરતાં તે…
વધુ વાંચો >હાન ઓટ્ટો (Haan Otto)
હાન, ઓટ્ટો (Haan, Otto) (જ. 8 માર્ચ 1879, ફ્રૅન્કફર્ટ, એમ મેઇન, જર્મની; અ. 28 જુલાઈ 1968, ગોટિંજન, જર્મની) : નાભિકીય વિખંડન(nuclear fission)ના શોધક અને 1944ના નોબેલ પુરસ્કાર-વિજેતા જર્મન ભૌતિક-રસાયણવિદ. કાચ જડનાર(glazier)ના પુત્ર. તેમનાં માતાપિતા તેઓ સ્થપતિ બને તેમ ઇચ્છતાં હતાં; પણ તેમણે યુનિવર્સિટી ઑવ્ મારબુર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને…
વધુ વાંચો >હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ (Hess’s law)
હેસનો ઉષ્મા-સંકલનનો નિયમ (Hess’s law) : ઉષ્મારસાયણ-(ઉષ્મરસાયણ, thermochemistry)માં જે પ્રક્રિયાઓની પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) અથવા પ્રક્રિયા-એન્થાલ્પી(reaction enthalpy)ના ફેરફારો સીધા માપી શકાતા ન હોય તેની ગણતરી કરવા માટે ઉપયોગી નિયમ. તેને અચળ ઉષ્મા-સરવાળા(ઉષ્માસંકલન) (constant heat summation)નો નિયમ પણ કહે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં જન્મેલા રશિયન રસાયણવિદ જર્મેઇન હેન્રી હેસે 1840માં આ નિયમ રજૂ…
વધુ વાંચો >હેસિયમ
હેસિયમ : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Hs. પરમાણુક્રમાંક 108. ડર્મસ્ટેટ ખાતે SHIP (Separated heavy-ion reaction products) સુવિધાઓનો ઉપયોગ કરીને 1984માં આ તત્વનું સંશ્લેષણ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા, 208Pb (58Fe, n)265108 દ્વારા તત્વના ત્રણ પરમાણુઓ મેળવવામાં આવેલાં. તત્વના a-ક્ષયનું અર્ધઆયુ 1.8 મિ.સેકંડ માલૂમ પડ્યું છે. તે…
વધુ વાંચો >હૉફ જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff Jacobus Hennicus Van’t)
હૉફ, જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff, Jacobus Hennicus Van’t) (જ. 30 ઑગસ્ટ 1852, રોટરડેમ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 માર્ચ 1911, બર્લિન, જર્મની) : ત્રિવિમરસાયણ(stereochemistry)ના સ્થાપક અને 1901ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારવિજેતા. 17 વર્ષની વયે તેમણે માતા-પિતા આગળ પોતે રસાયણવિદ બનવા માગે છે તેવો વિચાર રજૂ કરેલો. આનો સાનુકૂળ પ્રત્યુત્તર ન મળવા છતાં…
વધુ વાંચો >હૉલ્મિયમ (holmium)
હૉલ્મિયમ (holmium) : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના IIIA) સમૂહમાં આવેલાં લેન્થેનૉઇડ તત્વો પૈકીનું એક રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Ho. 1878માં જે. એલ. સોરેટ અને એમ. ડેલાફોન્ટેઇને અર્બિયા(erbia)ના વર્ણપટના અભ્યાસ દરમિયાન તેની શોધ કરી હતી. 1879 પી. ટી. ક્લીવે તેમનાથી સ્વતંત્ર રીતે દર્શાવ્યું કે અર્બિયા એ અર્બિયમ (erbium), હૉલ્મિયમ અને થુલિયમ(thulium)ના ઑક્સાઇડોનું…
વધુ વાંચો >