જ્યોતીન્દ્ર ન. દેસાઈ

વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science)

વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science) : પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા વાયુમંડળનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિસ્તારના વાયુમંડળમાં સર્જાતી ઘટનાઓનો અભ્યાસ વાતાવરણશાસ્ત્રના વ્યાપમાં ગણાય, જ્યારે તેની ઉપરના વિસ્તારના વાયુમંડળમાંની ઘટનાઓ વાયુશાસ્ત્ર- (aeronomy)ના વ્યાપમાં ગણાય. પૃથ્વીના 100 કિમી. સુધીના વાતાવરણને ત્રણ સ્પષ્ટ વિસ્તારોમાં વહેંચી શકાય છે. સૌથી નીચેનો, સપાટીથી 15…

વધુ વાંચો >

વાદળ-કક્ષ (cloud chamber)

વાદળ-કક્ષ (cloud chamber) : બાષ્પના અતિસંતૃપ્ત લક્ષણ પર આધારિત ઉપકરણ. 1894માં સ્કૉટલૅન્ડમાં Ben Nevis નામના સ્થળે આવેલ વેધશાળામાં જ્યારે સી.ટી.આર. વિલ્સન હંગામી ધોરણે કામ કરતા હતા, ત્યારે તેમણે પર્વત ઉપર ધુમ્મસને કારણે સર્જાતી ‘broken bow’ નામે ઓળખાતી પ્રકાશી ઘટના જોઈ, જેમાં પાછળથી આવતા સૂર્યપ્રકાશને કારણે અવલોકનકારનો પડછાયો ઘાટીમાં છવાયેલ ધુમ્મસ…

વધુ વાંચો >

વાયુદીપ્તિ (airglow)

વાયુદીપ્તિ (airglow) : પૃથ્વીના પોતાના વાતાવરણ દ્વારા ઉત્પન્ન થઈ ઉત્સર્જિત થતો, ઉષ્મીય વિકિરણ, ધ્રુવીય જ્યોતિ (aurora), વીજળીના ઝબકારા (lightning), અને ઉલ્કા-હારમાળા સિવાયનો પ્રકાશ અથવા તેનું ઝાંખું પ્રસ્ફુરણ. વાયુદીપ્તિનો વર્ણપટ 100 ને.મી.થી 22.5 માઇક્રોમીટરની પરાસ(range)માં હોય છે. આમાંનો એક મુખ્ય ઘટક એ 558 ને.મીટરે જોવા મળતી ઑક્સિજનની ઉત્સર્જન-રેખા છે. વાયુદીપ્તિ એ…

વધુ વાંચો >

વાયુમંડલીય વિદ્યુત

વાયુમંડલીય વિદ્યુત : વાયુમંડળમાં સર્જાતી વિદ્યુત-ઘટનાઓમાં, મેઘગર્જના સાથે દેખાતા વિદ્યુત-પ્રપાતો અને પ્રમુખ દૃશ્ય ઘટના. પરંતુ આ ઉપરાંત સ્વચ્છ જણાતા શાંત વાતાવરણમાં પણ નિરંતર, પરંતુ પ્રમાણમાં ઘણો નિર્બળ એવો વિદ્યુત-પ્રવાહ વહેતો જ હોય છે અને આ બંને પ્રકારની વિદ્યુત-ઘટનાઓ તેમની વચ્ચેના પરસ્પર સંબંધ દ્વારા પૃથ્વીવ્યાપી વિદ્યુત-પ્રવાહની એક સાંકળ સર્જે છે. આ…

વધુ વાંચો >

વાયુશાસ્ત્ર (Aeronomy)

વાયુશાસ્ત્ર (Aeronomy) : ઉપલા વાતાવરણને લગતું વિજ્ઞાન. આમ તો પૃથ્વીના સમગ્ર વાયુ-આવરણમાં સર્જાતી ભૌતિક તથા રાસાયણિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ વાયુશાસ્ત્રના વ્યાપમાં આવે; પરંતુ સામાન્ય રીતે આ શબ્દ પૃથ્વીની સપાટીથી 100 કિમી. અને તેથી વધુ ઊંચાઈ પર આવેલ વાયુ-આવરણોમાં સર્જાતી ઘટનાઓના અભ્યાસ સંદર્ભે પ્રયોજાય છે. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે,…

વધુ વાંચો >

વાહકતા (ખગોળીય)

વાહકતા (ખગોળીય) : અવકાશ(space)માં સર્જાતી અનેક ઘટનાઓમાં વીજાણુમય અવસ્થામાં રહેલ વાયુ(plasma)માં, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પ્રવર્તતા પ્રવાહો. આ પ્રકારે સર્જાતા વિદ્યુતપ્રવાહોને કંઈ સામાન્ય ધાતુ જેવા પદાર્થમાં સર્જાતા ઓહમ્(ohm)ના નિયમ અનુસાર વર્ણવી ન શકાય; કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજાણુ પર તેની ગતિની દિશા તેમજ ચુંબકીય ક્ષેત્રની દિશા, બંનેને લંબ…

વધુ વાંચો >

વિકિરણો

વિકિરણો જે કંઈ ખાસ કરીને પ્રકાશ કે વિદ્યુતચુંબકીય ઊર્જા જે કિરણ કે તરંગ તરીકે પ્રસરે છે તે. ઉષ્મા કે પ્રકાશના કોઈ સ્રોત દ્વારા ઉત્સર્જિત ઊર્જા, તે સ્રોત સાથે સીધા સંપર્કમાં ન હોય તેવા પદાર્થને પણ મળે છે. આ પ્રકારે થતા ઊર્જા-પ્રસરણને ‘વિકિરણ’ (radiation) પ્રકારે થતું પ્રસરણ કહે છે. આમ વિકિરણોનું…

વધુ વાંચો >

વિદ્યુત-પ્રકાશીય ઉપકરણો (Electro-optical Devices)

વિદ્યુત-પ્રકાશીય ઉપકરણો (Electro-optical Devices) : વિદ્યુત-પ્રકાશીય અસરો (electro-optical effects) પર આધાર રાખતાં ઉપકરણો. કોઈ પણ પારદર્શક પદાર્થમાંથી પ્રકાશના વહનનું સ્વરૂપ પદાર્થના વક્રીભવનાંક (refractive index) પર આધાર રાખે છે અને આ સંદર્ભમાં પદાર્થો – ખાસ કરીને સ્ફટિકોને બે બૃહદ વર્ગોમાં વહેંચવામાં આવે છે. એક વર્ગમાં સમરૂપ (isotropic) સ્ફટિકો આવે છે અને…

વધુ વાંચો >

વિદ્યુતમાત્રાનું માપન

વિદ્યુતમાત્રાનું માપન : કોઈ પણ પદાર્થના વિદ્યુતભારનું માપન કરવું તે. અલગ અલગ પ્રકારના કેટલાક પદાર્થોને ઘર્ષણ દ્વારા વિદ્યુતભાર ધરાવતા કરી શકાય છે તે તો ઘણી જાણીતી ઘટના છે; જેમ કે, રેશમી કાપડને જો કાચના સળિયા સાથે ઘસીએ તો કાચનો સળિયો એક પ્રકારનો (ધન) વિદ્યુતભાર ધરાવતો થશે તો કાપડ તેનાથી વિરુદ્ધ…

વધુ વાંચો >

વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system)

વિષુવાંશ ક્રાન્તિ પદ્ધતિ (R. A. Declination system) : પૃથ્વી પરના કોઈ સ્થાનેથી, આકાશી ગોલક પરના કોઈ (તારા જેવા) પિંડનું સ્થાન સરળતાથી તે ક્ષિતિજની ઉપર કેટલી ઊંચાઈએ જણાય છે તે દર્શાવતો ખૂણો (ઉન્નતાંશ એટલે કે elevation angle) અને ઉત્તરદિશા સંદર્ભે સમક્ષિતિજ વર્તુળ પર તેનો પ્રક્ષેપ (projection) કેટલો ખૂણો સર્જે છે તે…

વધુ વાંચો >