જ્યોતીન્દ્ર ન. દેસાઈ
કેસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર
કેસેગ્રેઇન કેન્દ્ર (Cassegrain Focus) અને કૂડે કેન્દ્ર (Coude Focus) : પરાવર્તક પ્રકારના દૂરબીનમાં આવતાં કેન્દ્રો. ત્યાં દીપ્તિમાપક, વર્ણપટમાપક વગેરે સાધનો ગોઠવવામાં આવે છે. દૂરબીનનો અંતર્ગોળ પરાવર્તક અરીસો પ્રકાશનાં કિરણોને કેન્દ્રિત કરીને, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક નાના બહિર્ગોળ અરીસા તરફ મોકલે છે; જ્યાંથી તે પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસાની વચ્ચે આવેલા છિદ્રમાંથી…
વધુ વાંચો >ક્વૉસાર
ક્વૉસાર : રેડિયો-નિહારિકાઓની જેમ વિપુલ માત્રામાં રેડિયો-તરંગોનું ઉત્સર્જન કરતો હોવા છતાં, પ્રકાશીય દૂરબીનમાં નિહારિકા જેવો વિસ્તૃત દેખાવાને બદલે, તારા જેવો બિંદુરૂપ જણાતો અવકાશી પદાર્થ. તેની શોધ 1960માં ઍલન સાન્ડેઝ તથા થૉમસ મૅથ્યૂઝ નામના ખગોળવિજ્ઞાનીઓએ કરી હતી. આવા પ્રકાશી પદાર્થ વિશેના સંશોધન દરમિયાન તેમણે એમ તારવ્યું કે 3C48 નામનો રેડિયો-પદાર્થ 16…
વધુ વાંચો >ખગોલીય વેધશાળા
ખગોલીય વેધશાળા ખગોલીય વેધ લેવા માટેનું સ્થળ. સંસ્કૃત શબ્દ ‘વેધ’ विध् ધાતુ ઉપરથી બનેલો છે. विध् એટલે વીંધવું. અહીં ર્દષ્ટિ વડે ખગોલીય જ્યોતિને વીંધવામાં, અર્થાત્, તેનું અવલોકન લેવામાં આવે છે. ગ્રહો, તારા, સૂર્ય-ચંદ્ર વગેરે આકાશીય પિંડોની ગતિ, સમય વગેરેને લગતા નિરીક્ષણ જેવું કામ. જ્યાં આ પ્રકારનું કામ થતું હોય અને…
વધુ વાંચો >ખગોળના કૂટ પ્રશ્નો
ખગોળના કૂટ પ્રશ્નો : ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડવિજ્ઞાન- (cosmology)ના એવા પ્રશ્નો જેમની ચર્ચા દ્વારા, વૈજ્ઞાનિકો અગત્યના મુદ્દાઓનો તાગ મેળવવા પ્રવૃત્ત હોય છે. તાજેતરમાં ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડવિજ્ઞાને ઘણીબધી પ્રગતિ સાધી હોવા છતાં એવા કેટલાયે વણઊકલ્યા પ્રશ્નો છે જેમનો ઉકેલ મેળવવા ખગોળશાસ્ત્રીઓ ખૂબ ઉત્સુક છે. તેવા કેટલાક પ્રશ્નોનું ટૂંકું વિવરણ અહીંયાં કર્યું છે.…
વધુ વાંચો >ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક
ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક : બૅંગાલુરુ નજીક ગૌરીબિદનુર ખાતેની અવકાશી પદાર્થોના ખગોલીય અભ્યાસ માટેની વેધશાળા. તેમાં અવકાશી પદાર્થ દ્વારા રેડિયોતરંગ વિસ્તારમાં ઉત્સર્જિત થતા વિકિરણનું અવલોકન કરવાની સુવિધા છે. આવા અભ્યાસ માટે બે વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ : (1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ અને (2) રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી બનાવેલો એક રેડિયો…
વધુ વાંચો >ગ્રહણકારી તારાઓ
ગ્રહણકારી તારાઓ (eclipsing binaries) : યુગ્મતારાઓ(binary stars)નો એક પ્રકાર. અવકાશમાં આવેલા કરોડો તારા પૈકીના ઘણાબધા સૂર્ય જેવા એકલ (single) તારાઓ છે, જ્યારે ઘણાબધા બે કે તેથી વધુના જૂથમાં એકબીજાના ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે ઘૂમતા હોય છે. આવા તારાઓમાં બે તારાઓના જોડકાવાળા યુગલ કે યુગ્મતારા અગત્યના છે. આ પ્રકારના બન્ને તારાઓ તેમના…
વધુ વાંચો >દ્યુતિ-તાપમાન
દ્યુતિ-તાપમાન (brightness temperature) : જે તાપમાને કોઈ એક તરંગલંબાઈએ શ્યામ-પદાર્થની તેજસ્વિતા વિકિરક સપાટીની તેજસ્વિતા જેટલી થાય તે તાપમાન. સામાન્ય રીતે આ તરંગલંબાઈ 0.655 mm લેવામાં આવે છે. આ રીતે માપેલા તાપમાન અને સ્પેક્ટ્રમી ઉત્સર્જકતા (emissivity) ∈ = 0.655 તથા વીનના વિકિરણના નિયમ ઉપરથી વસ્તુના સાચા તાપમાનની ગણતરી કરી શકાય છે. જો…
વધુ વાંચો >દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ
દ્વિ-ગ્રેટિંગ સ્પેક્ટ્રોગ્રાફ : ગ્રેટિંગ (અથવા પ્રિઝમ) જેવા વિભાજક (disperser) વડે પ્રકાશનું બે વાર વિભાજન કરીને, પ્રકાશની જુદી જુદી તરંગલંબાઈઓની તીવ્રતા માપવા માટેનું એક ઉપકરણ. સ્પેક્ટ્રોગ્રાફ કે સ્પેક્ટ્રોમીટર વડે જુદી જુદી તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતાનું વિતરણ (distribution) માપી શકાય છે. દ્વિ-વિભાજન બે રીતે મેળવી શકાય છે : (i) એક પછી એક એમ…
વધુ વાંચો >ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર
ફેઝ સ્વિચિંગ ઇન્ટરફેરોમિટર : ખૂબ દૂરના અંતરે આવેલા બિંદુવત્ અવકાશી પદાર્થનું કોણીય કદ (angular size) માપવા માટેની યોજના. તેમાં તરંગના વ્યતિકરણની ‘ઇન્ટરફેરોમૅટ્રી’ની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નિશ્ચિત અંતરે આવેલા બે સ્થાન ઉપરથી અવકાશસ્થિત પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા તરંગોને ઝીલી, તેમને એકત્રિત કરી, તેમની વચ્ચે ઉદભવતી વ્યતિકરણની માત્રાનું માપ…
વધુ વાંચો >ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey)
ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey) : કોઈ પણ વિસ્તારનો ફોટોગ્રાફ લઈને, સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. ખૂબ ઊંચાઈએથી ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે ભૂમિનો ઘણોબધો વિસ્તાર આવરી લઈ શકાય છે. પહેલા તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી માહિતી મેળવવા માટે ઊંચે ઊડતા વિમાનમાં ખાસ પ્રકારના કૅમેરા ગોઠવીને, આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવકાશયુગના પ્રારંભ…
વધુ વાંચો >