જ્યોતીન્દ્ર ન. દેસાઈ
સાયરન (siren)
સાયરન (siren) : સંકટસમયે મોટા વિસ્તારમાં લોકોને સચેત કરવા માટે પ્રબળ ધ્વનિસંકેત સર્જતું સાધન. પ્રબળ વાયુપ્રવાહમાં નિશ્ચિત સમયગાળો ધરાવતા અવરોધો સર્જીને આ સાધન તે અનુસારની કંપમાત્રા ધરાવતો પ્રબળ ધ્વનિસંકેત સર્જે છે. સાધનમાં એવા આકારનો એક નળાકાર (કે ધાતુની તકતી) હોય છે, જે વાયુના દબાણને કારણે ઝડપી ભ્રમણ કરે. આ નળાકાર…
વધુ વાંચો >સુપરસૉનિક ગતિ
સુપરસૉનિક ગતિ : ધ્વનિતરંગોના વેગ કરતાં વધારે વેગ ધરાવતી ગતિ. કોઈ માધ્યમમાં ગતિ કરતા પદાર્થનો વેગ જ્યારે તે માધ્યમમાં ધ્વનિતરંગોના વેગ કરતાં વધારે હોય ત્યારે તે પદાર્થ સુપરસૉનિક ગતિ ધરાવતો કહેવાય. ધ્વનિનું પ્રસરણ દબાણના તરંગો (pressure wave) પ્રમાણે થાય છે. ગતિ કરતા પદાર્થ દ્વારા જે દબાણના તરંગો ઉદભવે તેના કરતાં…
વધુ વાંચો >સૂક્ષ્મ આબોહવા અને સૂક્ષ્મ હવામાનશાસ્ત્ર (Micro-climate and Micro-climatology)
સૂક્ષ્મ આબોહવા અને સૂક્ષ્મ હવામાનશાસ્ત્ર (Micro-climate and Micro-climatology) : સીમિત વિસ્તારની આબોહવા અને તેને સંલગ્ન કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ. કોઈ પણ પ્રદેશની આબોહવા એટલે વર્ષના જુદા જુદા સમયે તે પ્રદેશ પર પ્રવર્તતા હવામાનને લગતાં પરિમાણોનું સરેરાશ મૂલ્ય. આ પરિમાણોમાં દિવસ-રાત્રીનું તાપમાન, હવામાં ભેજનું રહેતું પ્રમાણ, પર્જન્ય (એટલે કે વરસાદનું પ્રમાણ) અને…
વધુ વાંચો >સૂર્યકલંકો (Sunspots)
સૂર્યકલંકો (Sunspots) : સૂર્યની સપાટી પર અવારનવાર સર્જાતા રહેતા વિસ્તારો. તે નાના ટેલિસ્કોપમાં કાળા રંગનાં ટપકાં જેવા જણાય છે. જવલ્લે જ એવું મોટા કદનું કલંક સર્જાય છે કે જે નરી આંખે પણ દેખી શકાય. (આવું એક કલંક 2005ના જાન્યુઆરી માસમાં જોઈ શકાયું હતું; પરંતુ હમેશાં ખ્યાલ રાખવો જરૂરી છે કે…
વધુ વાંચો >સૂર્યવર્ણાલેખક (spectroheliograph)
સૂર્યવર્ણાલેખક (spectroheliograph) : પૂર્વનિર્ધારિત ઉત્સર્જનરેખામાં પ્રકાશમાં સૂર્યના સંપૂર્ણ બિંબનું એકતરંગીય (monochromatic) પ્રતિબિંબ મેળવતું ઉપકરણ. સામાન્ય રીતે આવાં પ્રતિબિંબ સૂર્યના વર્ણપટની ફ્રૉનહોફર (fraunhofer) રેખાઓના પ્રકાશમાં મેળવવામાં આવે છે અને તે સૂર્યવર્ણાલેખક કહેવાય છે. સૂર્યવર્ણાલેખકની રેખાકૃતિ 20મી સદીની શરૂઆતમાં સૂર્યના વિશિષ્ટ અભ્યાસ માટે ખાસ સૌર ટેલિસ્કોપ રચવાની શરૂઆત થઈ અને જ્યૉર્જ એલરી…
વધુ વાંચો >સૂર્યોત્કર્ષ (solar prominence)
સૂર્યોત્કર્ષ (solar prominence) : સૂર્યના તેજાવરણ (photosphere, સૂર્યનું દ્રવ્યબિંબ) ઉપર અવારનવાર સર્જાતી રાતા રંગની અગ્નિજ્વાળા જેવી રચના. અંગ્રેજીમાં આ prominence કહેવાય છે અને તેને ગુજરાતીમાં ‘સૂર્યોત્કર્ષ’ નામ અપાયું છે. આ રચનાઓ સામાન્ય સંયોગોમાં નરી આંખે, કે સૌર દૂરબીન દ્વારા પણ શ્વેત રંગના પ્રકાશ(continuum light)માં જોઈ શકાતી નથી; પરંતુ વર્ણપટની 6563…
વધુ વાંચો >સેક્સ્ટન્ટ (sextant)
સેક્સ્ટન્ટ (sextant) : દરિયાઈ સફરમાં રાત્રે કોઈ પણ સમયે નિશ્ચિત તારાનો ઊર્ધ્વકોણ (elevation angle એટલે કે તે ક્ષિતિજની ઉપર કેટલા ખૂણે છે તે) માપવા માટેનું સાધન. જ્ઞાત તારાનો નિશ્ચિત સમયે ઊર્ધ્વકોણ માપીને જહાજનું સ્થાન નક્કી થઈ શકે. આ કારણે દરિયાઈ સફરમાં આ સાધન અત્યંત આવશ્યક હતું. (હવે તો global positioning…
વધુ વાંચો >સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO Chandigarh)
સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઑર્ગેનાઇઝેશન, ચંડીગઢ (Central Scientific Instrument Organisation – CSIO, Chandigarh) : વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક સાધનો અને યંત્રોના નિર્માણ, તેમજ તેમની રચના (design) અંગે સંશોધન માટે, ભારત સરકારની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલય દ્વારા સ્થાપિત સ્વાયત્ત સંસ્થા. Council of Scientific and Industrial Research(CSIR)ની એક લેબૉરેટરી તરીકે આ સંસ્થાની સ્થાપના 1959માં…
વધુ વાંચો >સૌર અગ્નિમશાલ (solar faculae)
સૌર અગ્નિમશાલ (solar faculae) : સૂર્યના તેજાવરણ પર અવારનવાર સર્જાતા અને આસપાસની તેજાવરણની સપાટી કરતાં વધુ તેજસ્વી જણાતા વિસ્તારો. અંગ્રેજીમાં આ વિસ્તારો ‘faculae’ તરીકે ઓળખાવાય છે. (faculae એ faculaનું બહુવચન; facula લૅટિન શબ્દ છે, જેનો અર્થ નાની torch થાય; એટલે ગુજરાતીમાં એને ‘મશાલ’ કહી.) આ પ્રકારના વિસ્તારો મહદંશે સૂર્યના તેજાવરણ…
વધુ વાંચો >સૌર અચલાંક
સૌર અચલાંક : સૂર્યથી પૃથ્વીના અંતરે, પરંતુ પૃથ્વીના વાતાવરણની બહાર દર ચોરસ મીટર દીઠ પ્રત્યેક સેકંડે આપાત થતી સૌર ઊર્જાનું પ્રમાણ દર્શાવતો અંક. અવકાશયાનમાં રખાયેલ ઉપકરણો દ્વારા આ અંકનું ચોકસાઈપૂર્વક લેવાયેલ માપ તેનું મૂલ્ય 1,366 વૉટ/મીટર2 સેકન્ડ જેટલું દર્શાવે છે. આનો અર્થ એ થાય કે પૃથ્વીના વાતાવરણની બહાર સૂર્યનાં વિકિરણો…
વધુ વાંચો >