જેમ્સ ડાભી
મોઝેસ (મોશે)
મોઝેસ (મોશે) : યહૂદી ધર્મના મહાન સંત. જેનો ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ઇઝરાયલ દેશના યાકોબ અને લિયાના દીકરા લેવીના વંશમાં મોશેનો જન્મ થયો હતો. મોશેનાં માતાપિતા ઇજિપ્તમાં વસતાં હતાં. ઇજિપ્તના રાજા રામસેસ બીજાએ ઇઝરાયલથી આવીને વસેલી આ પ્રજા પર જુલમ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. એ જુલમના…
વધુ વાંચો >રોમન કૅથલિક
રોમન કૅથલિક : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ‘કૅથલિક’ શબ્દ ધર્મસંઘ અને ધર્મપરંપરા એ બંને અર્થોમાં પ્રયોજાય છે. ઈસુએ પોતાના અગિયાર શિષ્યો પૈકીના પીટર નામના શિષ્યને પોતાનો ધર્મસંદેશ ફેલાવવાની કામગીરી સોંપી. એ પ્રચારઝુંબેશને પરિણામે ઈ. સ.ની બીજી સદીના ઉત્તરાર્ધ સુધીમાં ધર્મસંઘ અસ્તિત્વમાં આવ્યો. તેણે પોતાના સંગઠન માટે તત્કાલીન રોમન સામ્રાજ્યના વહીવટી…
વધુ વાંચો >લ્યૂથર, માર્ટિન
લ્યૂથર, માર્ટિન (જ. 10 નવેમ્બર 1483, આઇસલબેન, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1546, આઇસલબેન) : ખ્રિસ્તી ધર્મના પ્રસિદ્ધ સુધારાવાદી અને પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રવર્તક. તેમના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. તેઓ 1502માં બી. એ. અને 1505માં એમ.એ. થયા. તેમના પિતા તેમને ધારાશાસ્ત્રી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માર્ટિનને તો સંન્યસ્ત જીવન પસંદ…
વધુ વાંચો >