જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ

અળશી (કીટક)

અળશી (કીટક) : ઉચેળા અથવા રોવ બીટલના નામથી ઓળખાતું ઢાલપક્ષ શ્રેણીનું સ્ટેફિલિનિડી કુળનું કીટક. કોહવાયેલ સેન્દ્રિય પદાર્થ, છાણ તથા પ્રાણીજ પદાર્થો તેનો ખોરાક છે. તે પોતાનો ઉદરપ્રદેશ વારંવાર ઉપરની બાજુએ ઊંચો કરે છે. તેની શૃંગિકા લાંબી અને વાળવાળી હોય છે. આ કીટક જમીનની સપાટી કોતરી તેના નાના રજકણોની નીચે ભરાઈ…

વધુ વાંચો >

અળસિયું

અળસિયું : સમુદાય : નૂપુરક Annelida; વર્ગ : અલ્પલોમી (oligochaeta); શ્રેણી : નિયોઑલિગોકીટા (Neooligochaeta); પ્રજાતિ : ફેરેટિમા (Pheretima); જાતિ : પૉસ્થુમા (posthuma). ભારતમાં સામાન્યપણે રહેનારું પ્રાણી. દુનિયામાં અળસિયાની આશરે 1,8૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંની લગભગ 4૦ જેટલી ભારતમાં મળી આવે છે. તે ભેજવાળી, પોચી જમીનમાં મોટી સંખ્યામાં રહે છે.…

વધુ વાંચો >

અંજીર ફૂદું

અંજીર ફૂદું : એક ઉપદ્રવી કીટક. અંજીર ફૂદા(એફિસ્ટિયા કૉટેલા)નો રોમપક્ષશ્રેણીના પાયરેલિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંગ્રહેલ ચોખા, ઘઉંનો લોટ તથા બીજાં અનાજ અને સૂકાં ફળમાં આ જીવાતથી નુકસાન થાય છે. અનાજ દળવાની મિલોમાં પણ તેનો ઉપદ્રવ થાય છે. આ કીટક ભૂખરા રંગનો હોય છે. રતાશ પડતી સફેદ ઇયળ પોતાની…

વધુ વાંચો >

ઇયળ

ઇયળ (larva) : પુખ્તાવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં કીટકોને પ્રાપ્ત થતી ઈંડા પછીની પહેલી અવસ્થા. કીટકના શરીર પરનું આવરણ નિર્ભેદ્ય કાઇટીનયુક્ત કઠણ પદાર્થમાંથી બનેલું હોવાથી શરીરની અંદર આવેલા અવયવોને વિકાસ માટે સુવિધા મળી રહે તે માટે કીટકો સૌપ્રથમ કેટલીક અપક્વ અવસ્થામાંથી પસાર થતા હોય છે. વિવિધ સમૂહોના કીટકોની ઇયળો વિભિન્ન પ્રકારની…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

કીટક

કીટક શીર્ષ, ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું શરીર, સામાન્ય રીતે પાંખની બે જોડ અને ચલનપાદોની ત્રણ જોડ ધરાવનાર સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ. પ્રાણીસૃષ્ટિમાં લગભગ 5/6 જાતનાં પ્રાણીઓ કીટકો હોય છે. હાલમાં કીટક વર્ગમાં આશરે 10,00,000 જાતના કીટકો વિજ્ઞાન-જગતમાં નોંધાયેલા છે. માનવહિત સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવતા કીટકોનો અભ્યાસ કીટકશાસ્ત્રની…

વધુ વાંચો >

કીડી

કીડી : માનવને સૌથી વધુ પરિચિત ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના ફૉર્મિસિડે કુળનો કીટક. સમૂહમાં રહેનાર આ કીટક સામાન્યપણે પોતે બનાવેલા દરમાં રહે છે, જેને કીડિયારું કહે છે. ત્યાં રહેતી કીડીઓની સંખ્યા ઓછી હોય અથવા કરોડ કરતાં પણ વધારે હોઈ શકે. કીડિયારામાં રહેતી કીડી સામાન્યપણે માદા હોય છે; રાણી અને કામદાર. સામાન્યપણે…

વધુ વાંચો >

ફુદીનો

ફુદીનો : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mentha longifolia (Linn.) Nathh. Syn. M. silvestrs Linn. (સં. पूतनी, पुदीन; હિં. पोदीना; મ., બં. પુદીના; ગુ. ફુદીનો; ફા. નોઅના; અ. હવા., ફિ. ઓડ ટોલાવ; અં. horsemint) છે. તેની અન્ય જાતિઓ નીચે પ્રમાણે છે : M. aquatica Linn.…

વધુ વાંચો >