જિગીષ દેરાસરી

સંયુક્ત ક્ષેત્ર

સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી. કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના…

વધુ વાંચો >

સામાન્ય વીમો (General Insurance)

સામાન્ય વીમો (General Insurance) અકસ્માતના જોખમ સામે વળતરનો કરાર. વીમાનું કાર્ય દુર્ઘટનાથી થનાર નુકસાનના ખર્ચની અનિશ્ચિતતા સામે વળતર પૂરું પાડવાનું છે. તેમાં વીમાકંપની નિશ્ચિત સમયગાળા દરમિયાન, મુકરર પ્રીમિયમ સામે, અકસ્માતથી થયેલ નુકસાનનું ખર્ચ, કરારની શરતો અનુસાર ભરપાઈ કરી આપવા વચનબદ્ધ થાય છે. વીમાનો સિદ્ધાંત સરાસરીના નિયમ (Law of averages) પર…

વધુ વાંચો >

સિંઘાણિયા પદમપત

સિંઘાણિયા, પદમપત (જ. 3 ફેબ્રુઆરી 1905, કાનપુર; અ. 19 નવેમ્બર 1979, કાનપુર) : ધર્મમાં ઊંડી આસ્થા અને માનવીય અભિગમ ધરાવનાર સાહસિક ઉદ્યોગપતિ. કાનપુરમાં વિખ્યાત ઉદ્યોગપતિ કમલપતના જુહારીદેવીના જ્યેષ્ઠ પુત્ર. બાળપણમાં ખાનગી શિક્ષકો દ્વારા અભ્યાસ. પિતાનું અવસાન થતાં તેમણે સત્તર વર્ષની વયે પરિવારના ઉદ્યોગની ધુરા સંભાળી હતી. પિતાશ્રીએ ગાંધીજીને સ્વદેશી ચળવળમાં…

વધુ વાંચો >

હોઝિયરી (knitted fabrics)

હોઝિયરી (knitted fabrics) : સૂતર, રેશમ, ઊન અથવા તો સંશ્લેષિત રેસાના એક કે એકાધિક દોરાઓને પરસ્પર ગૂંથીને તૈયાર કરવામાં આવતા કાપડનાં વસ્ત્રો. હસ્તગૂંથણ આવા કાપડની વણાટ-ગૂંથણી હાથથી અથવા યંત્રની સહાયથી કરવામાં આવે છે. હસ્તગૂંથણમાં હૂકવાળા સોયા(crochet)નો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંકોડીનું ગૂંથણ પણ કહેવાય છે. સામાન્યત: તેનો ઉપયોગ સ્વેટરો…

વધુ વાંચો >

હોટલ-ઉદ્યોગ

હોટલ-ઉદ્યોગ પ્રવાસીઓ કે મુસાફરોને વિશ્રામ, ભોજન વગેરે સવલતો નિર્ધારિત કિંમતે પૂરી પાડવા માટેનો ઉદ્યોગ. પ્રત્યેક હોટલની તેની શક્તિ-મર્યાદા અનુસાર સદગૃહસ્થોને સેવા આપવાની અને એમ કરતાં વાજબી વળતર મેળવવાની એની અધિકૃતતા વ્યાપકપણે સ્વીકારાયેલી છે. જ્યાં વળતર બાબત નિયંત્રણ ન હોય ત્યાં હોટલ પોતે પોતાનો દર નિશ્ચિત કરી શકે છે. તેમાં પ્રવાસીઓને…

વધુ વાંચો >