જિગીષ દેરાસરી
વ્યાસ, જયનારાયણ
વ્યાસ, જયનારાયણ (જ. 14 એપ્રિલ 1947, વીરમગામ) : જનસેવામાં પ્રવૃત્ત તજ્જ્ઞ અને કુશળ વહીવટકર્તા. તેમના પિતા નર્મદાશંકર રેલવેમાં સેવા આપતા હતા. જ્યારે શિસ્તનાં આગ્રહી માતા પદ્માવતી ગૃહકાર્ય સંભાળતાં હતાં. પ્રાથમિક તથા એસ.એસ.સી. સુધીનું શિક્ષણ રાજપુર અને સિદ્ધપુરમાં પૂરું કર્યું. 1969માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી બી.ઈ.(સિવિલ)ની પદવી મેળવી. 1971માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >શાહ, મેઘજીભાઈ પેથરાજ
શાહ, મેઘજીભાઈ પેથરાજ (જ. 15 સપ્ટેમ્બર 1904, ડબાસંગ, જામનગર; અ. 30 જુલાઈ 1964, લંડન) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. જૈન ઓસવાલ જ્ઞાતિના સામાન્ય વ્યાપારી પેથજીભાઈને ત્યાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ડબાસંગમાં લીધું હતું. 11મા વર્ષે માસિક રૂપિયા આઠના પગારથી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1919માં બે વર્ષની બંધણીથી ઇમ્તિયાઝ ઍન્ડ સન્સની…
વધુ વાંચો >શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ
શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ (જ. 29 ઑગસ્ટ 1889, કુહા, જિ. અમદાવાદ; અ. 11 માર્ચ 1974, અમદાવાદ) : દૂરંદેશી ધરાવનારા ઉદ્યોગપતિ, નીડર મહાજન અને વિદ્યાપ્રેમી દાનવીર. પિતાનું નામ હરગોવિંદદાસ. માતાનું નામ નાથીબા. તેમણે બી.એ., એલએલ.બી.ની પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પસાર કરી હતી. 1912માં તેઓ મુંબઈની ભાઈશંકર કાંગાની પ્રખ્યાત સૉલિસિટરની પેઢીમાં જોડાયા હતા. બે…
વધુ વાંચો >શૅરબજાર
શૅરબજાર શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. તેનો હેતુ શૅરો અને જામીનગીરીઓના વ્યવસાયમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના વિનિમય તથા હસ્તાંતર માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કાર્ય માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની…
વધુ વાંચો >શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (જ. 28 ડિસેમ્બર 1925, અમદાવાદ; અ. 19 જૂન 2014 અમદાવાદ) : બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી ધર્મિષ્ઠ સજ્જન. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ નવી ગુજરાતી શાળા અને આર. સી. હાઈસ્કૂલ, અમદાવાદમાં લીધું હતું. ગુજરાત કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી અમેરિકાની મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >શ્રોફ, અરદેશર દારાબશા
શ્રોફ, અરદેશર દારાબશા (જ. 4 જૂન 1899, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1965, મુંબઈ) : બાહોશ અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી હાંસલ કરી અમેરિકન ચેઇઝ બૅંકમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ્ડ બૅંકિંગના વિષયના પ્રાધ્યાપક નિમાયા હતા. ત્યારબાદ સફળ…
વધુ વાંચો >