જાહનવી ભટ્ટ
રાતો સમુદ્ર
રાતો સમુદ્ર : ઈશાન આફ્રિકા અને અરબ દ્વીપકલ્પને જુદા પાડતો સમુદ્ર. હિન્દ મહાસાગરનો લાંબો, સાંકડો ઉત્તર-પશ્ર્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 00´થી 30° 00´ ઉ. અ. અને 33° 00´થી 43° 00´ પૂ. રે. વચ્ચે વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલો છે. દુનિયાના ખૂબ જ વ્યસ્ત રહેતા જળમાર્ગો પૈકી આ સમુદ્રની ગણના…
વધુ વાંચો >લૉર્ડ હોવે ટાપુ
લૉર્ડ હોવે ટાપુ : ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી દૂર, સિડનીથી આશરે 702 કિમી. ઈશાન તરફ આવેલો ટાપુ. ભૌ. સ્થાન : 31° 33´ 04´´ દ. અ. અને 159° 04´ 26´´ પૂ. રે. તેનો વિસ્તાર 1,654 હેક્ટર જેટલો છે. તેની ઉત્પત્તિ જ્વાળામુખીજન્ય આ ટાપુનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોવરૂ (866 મી.) છે તે…
વધુ વાંચો >લૉસેન (Lausanne)
લૉસેન (Lausanne) : પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40°36´ ઉ. અ. અને 6°40´ પૂ. રે.. તે જિનીવા સરોવરને ઉત્તર કાંઠે વસેલું છે. આ શહેરને વૌદ (Vaud) રાજ્યના પાટનગર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. વિશેષે કરીને આ શહેર અહીંના વિસ્તારનું મુખ્ય પ્રવાસી મથક હોવા ઉપરાંત વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર…
વધુ વાંચો >સાન્ટા ફે
સાન્ટા ફે (1) : આર્જેન્ટિનાની મધ્યમાં પૂર્વભાગમાં આવેલો પ્રાંત, તથા તે જ નામ ધરાવતું શહેર, વાણિજ્યમથક અને નૌકામથક. ભૌગોલિક સ્થાન : 31° 38´ દ. અ. અને 60° 42´ પ. રે.. તે પારાના નદીના પશ્ચિમ કાંઠે સલાડો તેમજ સલાડિલો ડુલ્કા નદીના સંગમ પર વસેલું છે. તે સાન્ટા ફે પ્રાંતનું પાટનગર પણ…
વધુ વાંચો >સાંગલી
સાંગલી : મહારાષ્ટ્ર રાજ્યમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 45´થી 17° 33´ ઉ. અ અને 73° 42´થી 75° 40´ પૂ. રે. વચ્ચેનો 8,572 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાતારા અને સોલાપુર જિલ્લા, પૂર્વમાં અને દક્ષિણમાં કર્ણાટક…
વધુ વાંચો >સિલહટ (Sylhet)
સિલહટ (Sylhet) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગમાં આવેલા સિલહટ જિલ્લાનું નગર તથા જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 54´ ઉ. અ. અને 91° 52´ પૂ. રે. પર સુરમા નદીના જમણા કાંઠે વસેલું છે. જિલ્લો : સિલહટ જિલ્લાનો વિસ્તાર 12,388 ચોકિમી. જેટલો છે. 1947 સુધી તો સિલહટ ભારતનો એક ભાગ…
વધુ વાંચો >સુઝોઉ (Suzhou)
સુઝોઉ (Suzhou) : ચીનનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 31° 18´ ઉ. અ. અને 120° 37´ પૂ. રે.. તે સુચોઉ નામથી પણ ઓળખાય છે. આ શહેર નાનજિંગ અને શાંઘહાઈ વચ્ચે આવેલા જિયાંગ્સુ પ્રાંતના કૃષિ-વિસ્તારમાં આવેલું છે. અહીંનાં કારખાનાંઓમાં રસાયણો અને યંત્રસામગ્રીનું ઉત્પાદન લેવાય છે. બાગબગીચા, નહેરો અને પૅગોડા માટે તે…
વધુ વાંચો >સુદિરમાન હારમાળા
સુદિરમાન હારમાળા : ન્યૂ ગિનીના ઊંચાણવાળા મધ્યભાગની પેગનઉંગન હારમાળાનો પશ્ચિમ વિભાગ. જૂનું નામ નસાઉ હારમાળા. તે ન્યૂ ગિનીના ઇન્ડોનેશિયન ભાગમાં આવેલી છે. ‘ઇરિયન જય’ તરીકે ઓળખાતી આ હારમાળાની બાહ્ય સપાટી અસમતળ ભૂપૃષ્ઠ લક્ષણોવાળી છે. અહીં 4,000 મીટરથી ઓછી ઊંચાઈવાળા ઘાટ જોવા મળતા નથી. આ ટાપુનું સર્વોચ્ચ સ્થળ માઉન્ટ જય (જય…
વધુ વાંચો >સુધરલૅન્ડ ધોધ
સુધરલૅન્ડ ધોધ : દુનિયામાં ખૂબ ઊંચાઈએથી પડતા ધોધ પૈકી પાંચમા ક્રમે આવતો ધોધ. તે ન્યૂઝીલૅન્ડના સાઉથ આઇલૅન્ડના દક્ષિણ આલ્પ્સમાં આવેલો છે. તે મિલફૉર્ડ સાઉન્ડના શિખાગ્રભાગથી અંદર તરફના ભૂમિભાગમાં 26 કિમી.ને અંતરે આવેલો છે. સુધરલૅન્ડ ધોધ 580 મીટર ઊંચાઈના પર્વતમથાળા પરથી તે એક પછી એક ત્રણ સોપાનોમાં નીચે ખાબકે છે. પહેલા…
વધુ વાંચો >સૅન્ડાકાન (Sandakan)
સૅન્ડાકાન (Sandakan) : મલેશિયા રાજ્યના સાબાહમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 5° 50´ ઉ. અ. અને 118° 05´ પૂ. રે.. તે બૉર્નિયો ટાપુના ઉત્તર ભાગમાં કોટા કિનાબાલુથી પૂર્વમાં આશરે 225 કિમી.ના અંતરે સુલુ સમુદ્ર નજીક આવેલું છે. સૅન્ડાકાન જળમાર્ગ દ્વારા ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને દ્વીપકલ્પીય મલેશિયા સાથે સંકળાયેલું…
વધુ વાંચો >