જયંતીલાલ ધારશીભાઈ ભાલ
ફ્રૉબેલ, ફ્રેડરિક
ફ્રૉબેલ, ફ્રેડરિક (જ. 21 એપ્રિલ 1782, ઓબરવિઝબાખ, ટુરિંગિયા, જર્મની; અ. 21 જૂન 1852, મેરિયેન્ટલ, ટુરિંગિયા, જર્મની) : બાલશિક્ષણ માટેની કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા. આખું નામ ફ્રેડરિક વિલ્હેમ ઑગસ્ટ ફ્રૉબેલ. બાલ્યાવસ્થામાં ઘણું દુ:ખ વેઠ્યું. તેમના જન્મ પછી થોડા સમયમાં માતાનું મૃત્યુ થયેલું. તેમને પિતા તથા મામાએ ઉછેર્યા. મામાએ તેમને નિશાળે મોકલ્યા, પણ…
વધુ વાંચો >બધેકા, ગિજુભાઈ
બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >