ચિનુભાઈ શાહ
અખાડાપ્રવૃત્તિ
અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…
વધુ વાંચો >આટાપાટા
આટાપાટા : એક ભારતીય રમત. અગરપાટ, ખારોપાટ, લૂણીપાટ વગેરે નામોથી ઓળખાતી આ રમત મહારાષ્ટ્ર, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં ખૂબ પ્રચિલત જૂની લોકરમત છે. વીસમી સદીના ત્રીજા દાયકામાં મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળે (પુણે) આ રમતને નિયમબદ્ધ બનાવીને રાષ્ટ્રીય રમત તરીકે પ્રસારિત કરી. 9-9 ખેલાડીઓના બે પક્ષોથી રમાતી આ રમતમાં લગભગ 10-10 ફૂટના…
વધુ વાંચો >આમલી-પીપળી
આમલી-પીપળી : ભારતની પ્રાચીન લોકરમત. તેનું પગેરું મહાભારતના કાળ સુધી મળી આવે છે. દરેક પક્ષમાં 5થી 9 રમનાર હોય તેવા બે પક્ષો વડે ઘટાદાર વૃક્ષ પર આ રમત રમાય છે. વૃક્ષની ડાળીઓના ઘેરાવાથી 20 ફૂટ દૂર જમીન પર કૂંડાળું દોરેલું હોય છે, જેની બંને બાજુ બંને પક્ષના ખેલાડીઓ સામસામે ઊભા…
વધુ વાંચો >એકલવ્ય ઍવૉર્ડ
એકલવ્ય ઍવૉર્ડ : ભાઈઓ માટેની રાષ્ટ્રીય ખોખો હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રમતવીરને ખોખો ફેડરેશન ઑવ્ ઇન્ડિયા તરફથી દર વર્ષે અપાતો એવૉર્ડ (પુરસ્કાર). ખોખોની રમતનો વિકાસ થાય, ટેકનિક ખીલે તથા ઉત્તમ ખેલાડી બનવા માટે પ્રેરણા મળે તે ઉદ્દેશથી આ એવૉર્ડ 1964ની સાલથી દર વર્ષે શ્રેષ્ઠ ખોખો ખેલાડીને બહુમાન રૂપે અપાય છે.…
વધુ વાંચો >કપ્તાન વસંતરાવ
કપ્તાન, વસંતરાવ (જ. 5 ફેબ્રુઆરી 1905, વડોદરા; અ. 25 સપ્ટેમ્બર 1974, વડોદરા) : આજીવન વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ‘ગુજરાત ક્રીડામંડળ’ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભ વિદ્યાનગર)ના પૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક (1951-1963). જન્મ મહારાષ્ટ્રી કુટુંબમાં; પિતા બળવંતરાવ; માતા રાધિકાબાઈ. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તેઓ પારંગત હતા.…
વધુ વાંચો >કુસ્તી
કુસ્તી : ઉત્તમ પ્રકારની બુનિયાદી લોકરમત. ‘કુસ્તી’ ફારસી શબ્દ છે અને તેનો શબ્દકોશીય અર્થ થાય છે ‘બથ્થંબથ્થા’. કુસ્તી એ આમ જનતાની દ્વંદ્વ રમત છે અને તેમાં વ્યક્તિનાં તાકાત, કૌશલ્ય, ચપળતા અને દમ, કસોટીની એરણે ચઢેલા છે. કુસ્તી એક યા અન્ય સ્વરૂપે વિશ્વવ્યાપી લોકરમત છે અને વિવિધ દેશોમાં લોકસંસ્કૃતિ-આધારિત શૈલી(style)ભેદે તે…
વધુ વાંચો >કૅરમ
કૅરમ : ઘરમાં બેસીને રમી શકાય તેવી રમત. કૅરમ બોર્ડ 76.20 સેમી. સમચોરસ લીસી સપાટીનું હોય છે, જેના ચારેય ખૂણે કૂટીઓ ઝીલવાનાં પૉકેટ હોય છે અને મધ્યમાં 15.24 સેમી. વ્યાસનું મોટું વર્તુળ અને તેની અંદર કૂટીના માપનું નાનું વર્તુળ હોય છે. 9 કાળી, 9 સફેદ અને 1 રાતી એમ કુલ…
વધુ વાંચો >ખેલકૂદ
ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય…
વધુ વાંચો >