ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

વેનેડિયમ

વેનેડિયમ : આવર્તક કોષ્ટકના પાંચમા (અગાઉના VA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા V. 1801માં સ્પૅનિશ ભૂસ્તરશાસ્ત્રી એ. એમ. દેલ. રિયોએ લેડની મેક્સિકન ખનિજમાં એક અજ્ઞાત ધાતુ હોવાની નોંધ કરી હતી. ખનિજના ઍસિડીકરણથી મળતા ક્ષારોનો રંગ લાલ હોવાથી તેમણે તેનું નામ ઇરિથ્રૉનિયમ (erythronium) રાખ્યું હતું. 1830માં સ્વીડિશ રસાયણવિદ નીલ્સ ગૅબ્રિયલ સેફસ્ટ્રૉમે સ્વીડનની…

વધુ વાંચો >

સક્રિય જથ્થાનો (દળનો) નિયમ

સક્રિય જથ્થાનો (દળનો) નિયમ (Law of mass action) : પ્રક્રિયાના દર(વેગ)ને પ્રક્રિયકોના જથ્થા (દળ) સાથે સાંકળી લેતો નિયમ. આ નિયમ મુજબ, કોઈ એક તાપમાને રાસાયણિક પ્રક્રિયા જે દરે થાય તે દર પ્રક્રિયકોના સક્રિય જથ્થા(સક્રિય દળ, active masses)ના ગુણાકારના અનુપાતમાં હોય છે. અહીં સક્રિય જથ્થો એટલે પ્રક્રિયકની મોલર સાંદ્રતા ગણવામાં આવે…

વધુ વાંચો >

સફેદો (વ્હાઇટ લેડ)

સફેદો (વ્હાઇટ લેડ) : રંગકાર્યમાં સફેદ વર્ણક (pigment) તરીકે વપરાતો બેઝિક (basic) લેડ કાર્બોનેટ. સૂત્ર : 2PbCO3્રPb(OH)2. બેઝિક લેડ સલ્ફેટ તેમજ બેઝિક લેડ સિલિકેટ માટે પણ આ નામ વપરાય છે. સફેદ વર્ણકો પૈકી આ જૂનામાં જૂનો વર્ણક છે. આંતરિક અને બાહ્ય પેઇન્ટ અને ઇનૅમલને ઉત્તમ પ્રચ્છાદન-શક્તિ (hiding power), નમ્યતા (flexibility),…

વધુ વાંચો >

સમેરિયમ

સમેરિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ લેન્થેનાઇડ શ્રેણીનું વિરલ-મૃદા (rare earth) તત્ત્વ. સંજ્ઞા Sm. 1879માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક ફ્રેંકોઈ લેકોક દ બોઇસબોદ્રાંએ ‘સમેરિયા’ તરીકે અલગ પાડી તેના વર્ણપટ ઉપરથી તત્ત્વને પારખ્યું હતું. સમેરિયા એ સમેરિયમ અને યુરોપિયમનું મિશ્રણ હતું અને સમેર્સ્કાઇટ નામના ખનિજમાંથી તત્ત્વને અલગ પાડવામાં આવ્યું હોવાથી તેને સમેરિયમ…

વધુ વાંચો >

સલ્ફર (ગંધક, sulphur)

સલ્ફર (ગંધક, sulphur) : આવર્તક કોષ્ટક(periodic table)ના 16મા (અગાઉના VI) સમૂહનું ઑક્સિજનની નીચે આવેલું રાસાયણિક અધાતુ તત્ત્વ. સંજ્ઞા S. પ્રાગૈતિહાસિક કાળમાં તેનો ઉલ્લેખ બ્રિમસ્ટોન (સળગતો પથ્થર, brimstone) તરીકે મળે છે. ઉપસ્થિતિ (occurrence) : ગંધક મુખ્યત્વે સંયોજિત સ્વરૂપે મળી આવે છે. પૃથ્વીના પોપડા/ખડકોમાં તેનું પ્રમાણ 340 ppm (parts per million) (લગભગ…

વધુ વાંચો >

સંક્રાંતિ-તત્ત્વો (transition elements)

સંક્રાંતિ–તત્ત્વો (transition elements) : આવર્તક કોષ્ટક(periodic table)માં આલ્કલાઇન મૃદા (alkaline earth) ધાતુઓ પછી આવેલ અને 3d, 4d અને 5d જેવા અંતરતમ (inner) કવચો(shells)ના ભરાવાથી ઉદ્ભવતાં તત્ત્વોની ત્રણ શ્રેઢીઓ (series). સંક્રાંતિ-તત્ત્વો 10 તત્ત્વોની એક એવી ત્રણ હાર (rows) અને એક ચોથી અધૂરી ભરાયેલી હાર ધરાવે છે. આ તત્ત્વોને d-બ્લૉક(d-block)-તત્ત્વો તરીકે પણ…

વધુ વાંચો >

સંવરણ-નિયમો (selection rules)

સંવરણ–નિયમો (selection rules) સ્પૅક્ટ્રમિકી(spectroscopy)માં પ્રાથમિક (elementary) કણ, નાભિક (nucleus), પરમાણુ, અણુ કે સ્ફટિક જેવી કોઈ એક પ્રણાલીમાં વિભિન્ન ઊર્જાસ્તરો (energy levels) વચ્ચે કયાં સંક્રમણો (transitions) શક્ય છે તે દર્શાવતા નિયમો. સ્પૅક્ટ્રમિકી એ પ્રકાશ (વીજચુંબકીય વિકિરણ) સાથે દ્રવ્યની પારસ્પરિક ક્રિયા (interaction) સાથે સંબંધિત છે, જ્યારે વર્ણપટ (spectrum) એ આ પારસ્પરિક ક્રિયા…

વધુ વાંચો >

સાયનાઇડ (cyanide)

સાયનાઇડ (cyanide) : CN સમૂહ ધરાવતાં સંયોજનો પૈકીનું એક. સાયનાઇડ, સાયનોજન વગેરે નામો લોહ(આયર્ન)ના ક્ષાર સાથે પ્રુશિયન બ્લૂ (Prussian blue) જેવા ઘેરા વાદળી (ભૂરા) રંગના વર્ણકો (pigments) ઉત્પન્ન કરવાના તેમના ગુણધર્મ સાથે સંકળાયેલા છે (ગ્રીક : cyanos = ઘેરો ભૂરો). અકાર્બનિક સાયનાઇડ સંયોજનો (દા.ત., પોટૅશિયમ સાયનાઇડ, KCN) જેવા ક્ષારોમાં આ…

વધુ વાંચો >

સાયનેટ (cyanate)

સાયનેટ (cyanate) : -OCN-સમૂહ ધરાવતા અને સાયનિક ઍસિડમાંથી મેળવાતા ક્ષારો. સાયનિક ઍસિડ HO  – C ≡ N અને H – N = C = O – એમ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સાયનેટ-સંયોજનો —ONC-સમૂહ ધરાવતા ફુલ્મિનેટ સંયોજનો (fulminates) સાથે સમાવયવી (isomeric) હોય છે. આલ્કલી ધાતુઓના સાયનાઇડ ક્ષારોના જલીય દ્રાવણ કે…

વધુ વાંચો >

સિલીનિયમ (Selenium)

સિલીનિયમ (Selenium) : આવર્તક કોષ્ટકના 16મા (અગાઉના VI B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Se. સ્વીડિશ વૈજ્ઞાનિક જે. જે. બર્ઝેલિયસ અને તેમના સાથી જે. જી. ગાહને જોયું કે સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટેની લેડ ચેમ્બર પ્રવિધિમાં ચેમ્બરના તળિયે રહી જતો અવસાદ (sediment) અણગમતી (offensive) વાસ આપે છે. ગંધકના દહન દરમિયાન મળતા આ…

વધુ વાંચો >