ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

લોહચુંબકત્વ (ferromagnetism)

લોહચુંબકત્વ (ferromagnetism) અવીજભારિત પદાર્થો એકબીજાને પ્રબળ રીતે આકર્ષતા હોય તેવી ભૌતિક ઘટના. ઈ. પૂ. 600 પહેલાંથી તે જાણીતી છે. કુદરતમાં મળી આવતો ચુંબક-પથ્થર (lodestone અથવા loadstone) (મૅગ્નેટાઇટ, Fe3O4, આયર્નનો એક ઑક્સાઇડ) અને લોહ (iron) એ એવા પદાર્થો છે જે આવું આકર્ષણબળ ધરાવે છે અથવા ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. લોહ…

વધુ વાંચો >

લ્યૂટેશિયમ

લ્યૂટેશિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉના III A) સમૂહમાં આવેલ લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં તત્વો પૈકીનું છેલ્લું ધાત્વિક તત્વ. સંજ્ઞા Lu. 1907માં જી. ઉર્બેઇને યટર્બિયા (ytterbia) નામના પદાર્થમાંથી બે અંશો (fractions) અલગ પાડ્યા અને તેમને લ્યૂટેશિયા (lutecia) અને નિયોયટર્બિયા નામ આપ્યાં. આ જ સમયે સી. એફ. એ. વૉન વેલ્સબાખે પણ…

વધુ વાંચો >

વાતભઠ્ઠી (blast furnace)

વાતભઠ્ઠી (blast furnace) : દબાણ હેઠળ હવાના પ્રવાહ દ્વારા ઝડપી દહનની ક્રિયાને જાળવી રાખી લોખંડ (અથવા અન્ય ધાતુઓ) મેળવવા માટે ઉપયોગમાં લેવાતી ભઠ્ઠી. સામાન્ય રીતે તે ચૂનાપથ્થર (lime stone, CaCO3) જેવા પ્રદ્રાવક(flux)ની હાજરીમાં કોક (coke) રૂપે ઉમેરેલા કાર્બન દ્વારા ઊંચા તાપમાને થતી અપચયન(reduction)ની ક્રિયા વડે કાચું લોખંડ (pig iron) મેળવવા…

વધુ વાંચો >

વાન ડર વાલ બળો (Van der Waals forces)

વાન ડર વાલ બળો (Van der Waals forces) : વાયુઓ, તેમની પ્રવાહીકૃત (liquified) અને ઘનીકૃત (solidified) પ્રાવસ્થાઓ તથા લગભગ બધા કાર્બનિક પ્રવાહી અને ઘન પદાર્થોમાં તટસ્થ અણુઓને એકબીજા સાથે આકર્ષર્તાં, પ્રમાણમાં નબળાં એવાં આકર્ષક વીજબળો. ડચ ભૌતિકવિજ્ઞાની જેહાન્સ વાન ડર વાલે વાસ્તવિક (real) વાયુઓના ગુણધર્મો સમજાવવા માટે 1873માં આ આંતરઆણ્વિક…

વધુ વાંચો >

વાયુ-અવસ્થા

વાયુ-અવસ્થા : પદાર્થની ત્રણ મૂળભૂત ભૌતિક અવસ્થાઓ પૈકીની એક. અન્ય બે છે : ઘન અને પ્રવાહી. આ ત્રણેય સ્વરૂપો જે રીતે તેઓ જગા(space)ને રોકે છે અને પોતાનો આકાર બદલે છે તે દૃષ્ટિએ અલગ પડે છે; દા. ત., પથ્થરનો એક ટુકડો અવકાશનો ચોક્કસ ભાગ રોકે છે અને સ્થાયી (fixed) આકાર ધરાવે…

વધુ વાંચો >

વિકિરણ-રસાયણ (radiation chemistry)

વિકિરણ-રસાયણ (radiation chemistry) : દ્રવ્યમાં ઉચ્ચ ઊર્જાવાળા વિકિરણના અવશોષણ(absorption)ને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ. ઉષ્મીય (thermal) પ્રક્રિયાઓમાં સક્રિયિત (activated) અવસ્થામાં આવવા માટે જોઈતી ઊર્જા પ્રક્રિયા કરતાં અણુઓ અને તેમના પાડોશીઓની યાદૃચ્છિક (random) ઊર્જામાંથી મળે છે. સક્રિયન ઊર્જા આપવાની અન્ય રીત એ પ્રક્રિયક અણુને વીજચુંબકીય ઊર્જાના ક્વૉંટા (ફોટૉન) સાથે, ઉચ્ચ વેગવાળા…

વધુ વાંચો >

વિદ્યુત-ઋણતા (electronegativity)

વિદ્યુત-ઋણતા (electronegativity) : સંયોજનની રચના દરમિયાન અણુમાંના પરમાણુની ઇલેક્ટ્રૉનને આકર્ષવાની શક્તિ. તે એકાકી પરમાણુનો નહિ પણ અણુમાંના પરમાણુનો ગુણધર્મ છે. (હિલિયમ સિવાયના) જે પરમાણુઓ પાસે તેમના ઉચ્ચતમ મુખ્ય ક્વૉન્ટમ સ્તર-(highest principal quantum level)માં આઠ કરતાં ઓછા ઇલેક્ટ્રૉન હોય, તેઓ નિમ્ન ઊર્જા કક્ષકીય રિક્તતા (low energy orbital vacancies) ધરાવે છે અને…

વધુ વાંચો >

વિદ્યુતવિભાજન (electrolysis)

વિદ્યુતવિભાજન (electrolysis) : વિદ્યુતવિભાજ્યો-(electrolytes)ના દ્રાવણમાં અથવા પીગળેલા ક્ષારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરીને રાસાયણિક પ્રક્રિયા કરવાની પદ્ધતિ. આ માટે વપરાતા એક સાદા વિદ્યુતવિભાજકીય (electrolytic) કોષની રચના આકૃતિમાં દર્શાવી છે. એક પાત્રમાં જેનું વિદ્યુતવિભાજન કરવાનું હોય તેનું જલીય દ્રાવણ અથવા પીગળેલો ક્ષાર લેવામાં આવે છે. વિદ્યુતપ્રવાહને પસાર કરવા માટે તેમાં ધાતુની પટ્ટી અથવા…

વધુ વાંચો >

વિરલ મૃદ-તત્વો (rare earth elements)

વિરલ મૃદ–તત્વો (rare earth elements) : આવર્તક કોષ્ટકમાં આવેલા, પરમાણુક્રમાંક 21 (સ્કૅન્ડિયમ), 39 (ઇટ્રિયમ) અને 57 (લેન્થેનમ)થી 71 (લ્યુટેશિયમ) ધરાવતાં રાસાયણિક તત્વોનો સમૂહ. આ પૈકી 58થી 71 સુધીનાં તત્વોને લેન્થેનાઇડ તત્વો (અથવા લેન્થેનાઇડ) તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર તો વિરલ મૃદાઓ (rare earths) એ ખોટું નામ છે કારણ કે તેઓ…

વધુ વાંચો >

વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium)

વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium) : જેમાં ભાગ લેતા પદાર્થો એક કરતાં વધુ પ્રાવસ્થાઓ(phases)માં હોય તેવું સંતુલન (સમતોલન). પદાર્થ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવી શકતો હોઈ જો બે પ્રાવસ્થાઓ વચ્ચે સંતુલન સ્થપાય તો ત્રણ રીતે આ પ્રકારનું સંતુલન સ્થપાઈ શકે : પ્રવાહી અને વાયુ વચ્ચે (પ્રવાહી-વાયુ) સંતુલન; ઘન અને વાયુ (ઘન-વાયુ)…

વધુ વાંચો >