ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

માનવનિર્મિત (રાસાયણિક) તત્વો

માનવનિર્મિત (રાસાયણિક) તત્વો : કુદરતમાં સામાન્ય રીતે પ્રાપ્ય ન હોય, પણ માનવી દ્વારા પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યાં હોય તેવાં રાસાયણિક તત્વો. 1896માં બેકેરલ દ્વારા વિકિરણધર્મિતા(radioactivity)ની શોધ થઈ તે અગાઉ એમ માનવામાં આવતું હતું કે પરમાણુ એ તત્વનો અસ્તિત્વ ધરાવી શકે તેવો નાનામાં નાનો કણ છે અને એક તત્વના પરમાણુનું બીજા…

વધુ વાંચો >

મૅંગેનીઝ

મૅંગેનીઝ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Mn. તે આવર્તક કોષ્ટકના પ્રથમ દીર્ઘ આવર્તના સંક્રાંતિક (transition) તત્વો પૈકીનું ક્રોમિયમ અને આયર્ન વચ્ચે આવેલું તત્વ છે. કેટલાક ગુણધર્મોમાં તે આ બે તત્વો સાથે સમાનતા ધરાવે છે. શુદ્ધ ધાતુ તરીકે તે ઓછું જાણીતું અને ઉપયોગમાં લેવાતું તત્વ…

વધુ વાંચો >

મૉલિબ્ડિનમ

મૉલિબ્ડિનમ (Molybdenum) : આવર્તક કોષ્ટકના 6ઠ્ઠા સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Mo. ગ્રીક શબ્દ મૉલિબ્ડોસ (સીસા જેવું) ઉપરથી આ તત્વનું નામ મૉલિબ્ડિનમ પડ્યું (1816). જોકે ફક્ત ઘનતા સિવાય આ બે ધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં કોઈ સમાનતા નથી. 1778માં સ્વીડિશ રસાયણવિદ કાર્લ વિલ્હેમ શીલેએ મૉલિબ્ડીનાઇટ (MoS2) ખનિજમાંથી નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા દ્વારા એક નવા…

વધુ વાંચો >

યુરેનિયમ

યુરેનિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી (radioactive) ધાતુ-તત્વ. સંજ્ઞા U. કુદરતી રીતે મળતાં તત્વોમાં તે સૌથી ભારે છે. આયોડિન, મર્ક્યુરી (પારો) અને સિલ્વર (ચાંદી) જેવાં સામાન્ય જાણીતાં તત્વો કરતાં તેની વિપુલતા વધુ છે, પણ જે ખડકોમાં તે મળે છે તેમાં તેનો જથ્થો ઘણો ઓછો હોય છે.…

વધુ વાંચો >

રૂબિડિયમ

રૂબિડિયમ : આવર્તક કોષ્ટકના પ્રથમ (અગાઉના IA) સમૂહમાં આવેલ આલ્કલી ધાતુઓ પૈકીનું એક રાસાયણિક તત્વ. સંજ્ઞા Rb. લેપિડોલાઇટના એક ગૌણ (minor) ઘટક તરીકે 1861માં આર. બુન્સેન અને જી. આર. કિર્છોફે આ તત્વ શોધ્યું હતું. 1860માં તેમણે સીઝિયમની શોધ કરી તે પછી થોડા મહિનાઓમાં જ આ તત્વ શોધેલું. આ અગાઉ સ્પેક્ટ્રૉસ્કોપ…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ તત્વો

રેડિયો-ઍક્ટિવ તત્વો : રેડિયો-સક્રિયતા ધરાવતાં એવાં તત્ત્વો કે જેમના પરમાણુઓ અસ્થિર હોઈ વધારાની ઊર્જા સ્વયંભૂપણે (spontaneously) આલ્ફા (α), બીટા (β) કે ગૅમા (β) – વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે. જો પરમાણુ α-કણ (હીલિયમ નાભિક) ઉત્સર્જિત કરે તો તેના પરમાણુક્રમાંક(atomic number)માં 2 એકમનો અને પરમાણુભાર(atomic weight)માં 4 એકમનો ઘટાડો થાય છે.…

વધુ વાંચો >

રેડૉન (radon)

રેડૉન (radon) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું સૌથી વધુ પરમાણુક્રમાંક ધરાવતું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Rn. અગાઉ તે નિટોન તરીકે ઓળખાતું હતું. તે રાસાયણિક રીતે અત્યંત ઓછા સક્રિય એવા છ ઉમદા વાયુઓ પૈકીનો ભારેમાં ભારે છે. અન્ય વાયુઓ છે હીલિયમ, નિયૉન, આર્ગૉન, ક્રિપ્ટૉન અને ઝિનૉન. લાંબા સમય સુધી…

વધુ વાંચો >

લેડ-ઍસિડ સંગ્રાહક કોષ

લેડ-ઍસિડ સંગ્રાહક કોષ : લેડની તકતીઓ (plates) અને વિદ્યુતવિભાજ્ય તરીકે સલ્ફ્યુરિક ઍસિડ ધરાવતા વોલ્ટીય (voltaic) કોષોનો એવો સમુચ્ચય (assembly) કે જેમાં થતી વીજરાસાયણિક (electrochemical) પ્રક્રિયા પ્રતિવર્તી હોય. તેને વીજ-સંગ્રાહક (electric accumulator) અથવા દ્વિતીયક (secondary) બૅટરી પણ કહે છે. તે રાસાયણિક ઊર્જાનું વિદ્યુતમાં અને વિદ્યુત-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં પ્રતિવર્તી રૂપાંતર કરવાના સિદ્ધાંત…

વધુ વાંચો >

લૅન્થેનાઇડ-સંકોચન

લૅન્થેનાઇડ-સંકોચન : તત્ત્વોના આવર્તક કોષ્ટક(periodic table)માં લૅન્થેનમ (La) તત્ત્વથી લ્યૂટેશિયમ (Lu) તરફ જતાં પરમાણુક્રમાંક વધવા સાથે પારમાણ્વિક (atomic) કદ અને આયનિક ત્રિજ્યામાં જોવા મળતો ઘટાડો. લૅન્થેનાઇડ-સંકોચન ઉપરનું મોટાભાગનું કાર્ય 1925માં વૉન હેવેસી અને વી. એમ. ગોલ્ડશ્મિડ્ટે કર્યું હતું. સામાન્ય રીતે આવર્તક કોષ્ટકના કોઈ એક સમૂહ(group)માં ઉપરથી નીચેનાં તત્ત્વ તરફ જતાં…

વધુ વાંચો >

લૉરેન્સિયમ

લૉરેન્સિયમ : કૃત્રિમ રીતે સંશ્ર્લેષિત કરવામાં આવેલ વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Lr. ફેબ્રુઆરી 1961માં બર્કલી(કૅલિફૉર્નિયા)માં આવેલી લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરીમાં હેવી આયન લિનિયર ઍક્સિલરેટર (HILAC) વાપરી આલ્બર્ટ ઘિયૉર્સો, ટૉર્બજૉર્ન સિક્કલૅન્ડ, આલ્મન ઈ. લાર્શ અને રૉબર્ટ એમ. લાટિમરે આ તત્વની શોધ કરી હતી. તેમણે કૅલિફૉર્નિયમ તત્વ(પરમાણુક્રમાંક 98)ના સમસ્થાનિકો 249, 250, 251 અને…

વધુ વાંચો >