ચલચિત્ર

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો : ચલચિત્ર, બોલપટ કે સિનેકૃતિ મુખ્યત્વે વીસમી સદીની પેદાશ છે. પ્રારંભિક ચલચિત્રો મૂગાં સમાચારદર્શન કે ટૂંકાં પ્રહસનો જેવાં હતાં. તેમાં વ્યાપારી દૃષ્ટિ અને કલાનો પ્રભાવ ફ્રાંસ, અમેરિકા અને ઇંગ્લૅંડમાં ઊપસ્યો. 1901માં ફ્રાંસમાં ઝેક્કાનું ચલચિત્ર ‘હિસ્ટોઇર દ અન ક્રાઇમ’, 1903માં અમેરિકામાં પૉર્ટરનું ચલચિત્ર ‘ગ્રેટ ટ્રેન…

વધુ વાંચો >

આન

આન [હિંદી ચલચિત્ર (1952)] : આ સિનેકૃતિ ટૅકનિકલ કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અને એક સીમાચિહનરૂપ લેખાય છે. ‘ઔરત’ અને ‘અંદાઝ’ જેવાં ઉત્તમ કથા-ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સર્જક મહેબૂબખાન દ્વારા આ કૃતિનું નિર્માણ થયું હતું. ભારત ખાતે ત્યારે શ્વેત અને શ્યામ ફિલ્મોનો જમાનો હતો. રંગીન ફિલ્મોનું નિર્માણ તે સમયે…

વધુ વાંચો >

આનંદ-ચલચિત્ર

આનંદ (ચલચિત્ર) : જિંદગીનો અંત નિકટ હોવાનું જાણવા છતાં પણ જે સમય બાકી છે તે ભરપૂર આનંદથી જીવી લેવા મથતા એક યુવકની હૃદયસ્પર્શી કથા નિરૂપતું હિંદી ચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માણ-સંસ્થા : રૂપમ્ ચિત્ર; પટકથા : હૃષીકેશ મુખરજી, ગુલઝાર, ડી. એન. મુખરજી; દિગ્દર્શન : હૃષીકેશ મુખરજી; સંવાદ : ગુલઝાર; ગીતકાર…

વધુ વાંચો >

આપટે, શાન્તા

આપટે, શાન્તા (જ. 17 જાન્યુઆરી 1920, Dudhni, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1964) : મરાઠી રંગભૂમિ તથા ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી. માતા પ્રસિદ્ધ સંગીતકાર હોવાથી, નાનપણથી જ સંગીતની તાલીમ મેળવેલી. નવ વર્ષની વયે માતાના ગુરુ ભાલ પેંઢારકરે સંગીત-સભામાં નવોદિત કલાકાર તરીકે તેનો પરિચય કરાવી, એની પાસે ગવડાવેલું અને પ્રથમ પ્રસ્તુતિએ જ એણે…

વધુ વાંચો >

આફ્રિકન ચલચિત્ર

આફ્રિકન ચલચિત્ર : આફ્રિકામાં ચાલતી ચલચિત્રનિર્માણની પ્રવૃત્તિ. નાણાંનો અભાવ, અપૂરતાં સાધનો, યોગ્ય તાલીમનો અભાવ, અપૂરતી ટૅકિનકલ જાણકારી અને વિતરણવ્યવસ્થાનો અભાવ વગેરે કારણો આફ્રિકન ચલચિત્રોનો વિકાસ રૂંધતાં રહ્યાં છે. આફ્રિકન ચલચિત્રોનો ઇતિહાસ પણ વિશ્વના બીજા ઘણા દેશો જેટલો જ જૂનો છે. છેક 1899માં ત્યાં ચિત્રનિર્માણ શરૂ થયું હતું. 1908માં પ્રથમ છબીઘર…

વધુ વાંચો >

આર. કે. ફિલ્મ્સ

આર. કે. ફિલ્મ્સ : ભારતીય ચલચિત્રનિર્માતા, નિર્દેશક તથા અભિનેતા રાજ કપૂર દ્વારા સ્થાપિત ચિત્રપટનિર્માણસંસ્થા. સ્થળ : આર. કે. સ્ટુડિયોઝ, ચેમ્બુર, મુંબઈ. વીસમી સદીના પાંચમા દાયકામાં 1948માં ચેમ્બુરમાં સ્થાપના થઈ હતી. આ સંસ્થાએ ચલચિત્રનિર્મિતિનું કાર્ય શરૂ કર્યું હતું. ‘આગ’ (1948) તેનું પ્રથમ સોપાન હતું. તે ઉપરાંત આ સંસ્થાને ઉપક્રમે ‘બરસાત’, ‘આવારા’,…

વધુ વાંચો >

આલમઆરા (1931)

આલમઆરા (1931) : ભારતનું સર્વપ્રથમ બોલપટ. તેના નિર્માણ-દિગ્દર્શનનું શ્રેય એક પારસી ગુજરાતી સજ્જન અરદેશર ઈરાનીને ફાળે જાય છે. મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કું.ના એક ભાગીદાર અરદેશર ઈરાની ઈ. સ. 1930માં એક્સેલસિયર સિનેમાગૃહમાં થયેલ ‘શો બોટ’ નામની 40 % બોલતી વિદેશી ફિલ્મથી અત્યંત પ્રભાવિત થઈને બોલપટ ઉતારવા પ્રેરાયા. તેનાર સિંગલ સાઉન્ડ સિસ્ટમ…

વધુ વાંચો >

આવારા

આવારા : પ્રખ્યાત હિન્દી ચલચિત્ર (1951). પટકથા : ખ્વાજા અહમદ અબ્બાસ. દિગ્દર્શન : રાજ કપૂર. મુખ્ય અભિનય : રાજ કપૂર, નરગિસ, પૃથ્વીરાજ કપૂર, લીલા ચિટણીસ. નિર્માતા : આર. કે. ફિલ્મ્સ. ન્યાયાધીશ રઘુનાથને એવો ઘમંડ હોય છે કે કહેવાતા ભદ્ર પુરુષનાં સંતાનો જ ભદ્ર બને અને ગુનો કરનારનાં સંતાનો ગુનેગાર જ…

વધુ વાંચો >

આસિફ, કે.

આસિફ, કે. (જ. 14 જૂન 1924 ઇટાવાહ, યુનાઇટેડ પ્રોવિન્સ; અ. 9 માર્ચ 1971 મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક. આખું નામ કરીમુદ્દીન આસિફ. ઐતિહાસિક ચલચિત્રોનાં નિર્માણ અને દિગ્દર્શનમાં તેઓ માહેર હતા. તેમનું પ્રથમ ચલચિત્ર ‘ફૂલ’ (1944), તેમાં તે જમાનાનાં વિખ્યાત અભિનેતા-અભિનેત્રીઓ(પૃથ્વીરાજ કપુર, દુર્ગા ખોટે, વીણા અને સુરૈયા)ને તેમણે…

વધુ વાંચો >