ચલચિત્ર

પટ્ટણી, ચંપકરાય

પટ્ટણી, ચંપકરાય (જ. 1897; અ. 1958) : મૂક ચલચિત્રોના જમાનામાં રાજકોટ ખાતે ખ્યાતનામ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની સ્થાપનાર બે ભાઈઓ પૈકીના એક. ચંપકરાયે છબિકાર (સિનેમૅટગ્રાફર) તરીકે ભારે નામના મેળવી હતી. પ્રથમ ચલચિત્ર ‘સમુદ્રમંથન’માં તેમણે અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં ખાસ પ્રભાવક યુક્તિઓ(special effects)નો જે રીતે ઉપયોગ કર્યો હતો એ જોઈને ઇંગ્લૅન્ડની ખ્યાતનામ…

વધુ વાંચો >

પડોસી (1941)

પડોસી (1941) : હિન્દી ચલચિત્ર. તે કોમી સદ્ભાવના નમૂનારૂપ છે. શ્વેત અને શ્યામ; ભાષા : હિંદી; નિર્માણવ્યવસ્થા : પ્રભાત ફિલ્મ્સ; દિગ્દર્શક : વી. શાંતારામ; કથા : વિશ્રામ બેડેકર; સંવાદ અને ગીત : સુદર્શન; છબિકલા : વી. અવધૂત; સંગીત : માસ્ટર કૃષ્ણરાવ; મુખ્ય કલાકારો : ગજાનન જાગીરદાર, મઝહરખાન, અનીસખાતૂન, બલવંતસિંહ, કશ્યપ.…

વધુ વાંચો >

પથેર પાંચાલી (ચલચિત્ર)

પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા…

વધુ વાંચો >

પદુકોણ દીપિકા

પદુકોણ દીપિકા (જ. 5 જાન્યુઆરી 1986, કોપનહેગન, ડેન્માર્ક –) : જાણીતાં અભિનેત્રી. દીપિકા પદુકોણ એ જાણીતા બૅડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી છે. એમનાં માતાનું નામ ઉજ્જ્વલા પદુકોણ. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. કોંકણી બોલી બોલે છે. દીપિકાનું બાળપણ અને યુવાની બૅંગાલુરુમાં પસાર થયાં. પિતાની જેમ તે પણ સ્કૂલ–કૉલેજના દિવસોમાં…

વધુ વાંચો >

પદ્મારાણી

પદ્મારાણી (જ. 25 જાન્યુઆરી 1937, પૂના; અ. 25 જાન્યુઆરી 2016 મુંબઈ) : ગુજરાતી નાટકોનાં પ્રસિદ્ધ અભિનેત્રી. પદ્મારાણી મૂળ મરાઠી. એમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરેલો. પદ્મારાણીનો જન્મ પૂનામાં થયેલો, પણ એમનું બાળપણ વડોદરામાં પસાર થયેલું. એના પિતા ભીમરાવ ભોસલે એક બૅરિસ્ટર હતા તથા માતા કમલાબાઈ રાણે ગોવાનાં હતાં. એમનું…

વધુ વાંચો >

પરાંજપે, સઇ

પરાંજપે, સઇ (જ. 19 માર્ચ 1938, લખનૌ) : હિન્દી ચલચિત્ર-નિર્માત્રી અને દિગ્દર્શિકા. કળા અને વ્યવસાયનો સમન્વય સાધીને મનોરંજનથી ભરપૂર વિચારપ્રેરક ચલચિત્રો બનાવવામાં તે ગજબની હથોટી ધરાવે છે. પિતા ઑસ્ટ્રેલિયા ખાતે હાઈકમિશનર હોવાથી સઇનું બાળપણ ઑસ્ટ્રેલિયામાં વીત્યું હતું. અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો હતો. કળાનો વારસો તેમને તેમનાં માતા શકુન્તલા…

વધુ વાંચો >

પરિણય

પરિણય : હિન્દી ચલચિત્ર. સાચો પ્રેમ કદી કોઈ બંધનો સ્વીકારતો નથી તે ખૂબ હૃદયસ્પર્શી રીતે તેમાં રજૂ થયેલું છે. નિર્માણવર્ષ : 1974. નિર્માણસંસ્થા : સમાંતર ચિત્ર. પટકથા : કાંતિલાલ રાઠોડ અને વિનય શુક્લ. દિગ્દર્શન: કાંતિલાલ રાઠોડ. સંવાદ : વિનય શુક્લ અને અનુરાગ. ગીતકાર : નકશ લાયલપુરી અને રામાનંદ શર્મા. છબીકલા…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પશ્ચિમ-યુરોપીય ચલચિત્ર

પશ્ચિમ–યુરોપીય ચલચિત્ર : ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ગ્રીસ અને સ્વીડન જેવા પશ્ચિમ યુરોપના દેશોનાં ચલચિત્રો. વિશ્વનાં ચલચિત્રો પર યુરોપીય ચલચિત્રોનો પ્રભાવ પ્રારંભથી રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં યુરોપીય ચલચિત્રો આંતરરાષ્ટ્રીય બજાર પર પ્રભુત્વ ધરાવતાં હતાં. બીજા વિશ્વયુદ્ધે યુરોપીય ચિત્ર-ઉદ્યોગ પર બહુ મોટા પ્રમાણમાં અસર કરી. યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન અથવા…

વધુ વાંચો >

પંચાલ જયકિશન

પંચાલ, જયકિશન (જ. 1929, સૂરત પાસેનું કોસંબા, વાગરા; અ. 12 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતમાં પ્રથમ પંક્તિના સંગીતકારોમાં સ્થાન ધરાવતી સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના એક. પિતા : ડાહ્યાભાઈ, માતા : અંબાબહેન. તેમનો જન્મ મૂળ ગૂર્જરસુથાર જ્ઞાતિના પરિવારમાં થયો હતો. તે 11 મહિનાના હતા ત્યારે પરિવાર કોસંબા-વાગરાથી વલસાડ જિલ્લાના વાંસદામાં સ્થાયી…

વધુ વાંચો >