ચન્દ્રકાન્ત મહેતા
કાન્હમધુ
કાન્હમધુ (જ. 1813; અ. 1868) : બંગાળી કવિ. એમણે વૈષ્ણવ કીર્તનપદોના આધુનિકીકરણ તથા નવીનીકરણ માટે સફળ પ્રયત્ન કર્યો. એમણે મધ્યબંગાળમાં શિક્ષણ લીધું હતું. એમણે જે કૃષ્ણવિષયક પદો લખ્યાં તેમાં ઝડઝમક ર્દષ્ટિએ પડે છે. એમની ભાષા સરળ છે. પદો કીર્તનસંગીતના પ્રકારનાં છે. એમણે પદો માટે પોતે શોધેલી રાગરાગિણીઓમાં તે પદ રજૂ…
વધુ વાંચો >કામાયની (1935)
કામાયની (1935) : કવિ જયશંકર ‘પ્રસાદ’(1889-1937)નું મહાકાવ્યની ગરિમા ધરાવતું રૂપકકાવ્ય. ઋગ્વેદસંહિતા તથા શતપથ બ્રાહ્મણને આધારે મનુ, ઈડા તથા શ્રદ્ધાનું કથાનક લઈને, કવિએ એની પર કલ્પનાનો પુટ ચડાવી એમની લાક્ષણિક શૈલીમાં રૂપકકાવ્યની રચના કરી છે. એ કાવ્યની રચનાના સમયે બુદ્ધિવાદનું પ્રાબલ્ય હતું અને શ્રદ્ધાનું અવમૂલ્યન થતું જતું હતું. એથી આ કથાનક…
વધુ વાંચો >કાલબેલા (1983)
કાલબેલા (1983) : જાણીતા બંગાળી નવલકથાકાર સમરેશ મજમુદારની 1984નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા. એની વિશેષતા એ છે કે એમાં નાયક કાળ છે અને કાળ કેવી રીતે પાત્રોને અને પ્રસંગોને ઘડતો જાય છે તેનું ગતિમાન ચિત્ર કથાકારે આપ્યું છે. કાળ જ બધું કરાવે છે; એનો દોરાયો જ પુરુષ દોરવાય છે.…
વધુ વાંચો >કાલેલકર (કાકા)
કાલેલકર (કાકા) (જ. 1 ડિસેમ્બર 1885, સતારા, મહારાષ્ટ્ર; અ. 21 ઑગસ્ટ 1981, ન્યૂ દિલ્હી) : ભારતના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક, ચિન્તક અને સમર્થ ગુજરાતી લેખક. આખું નામ દત્તાત્રય બાળકૃષ્ણ કાલેલકર. પિતાને સરકારી નોકરી અંગે વારંવાર બહારગામ જવું પડતું હોવાથી, તે બાળ દત્તાત્રયને સાથે લઈ જતા. એને લીધે પ્રકૃતિપ્રેમનાં બીજ રોપાયાં. ધાર્મિકતા પણ…
વધુ વાંચો >કાશીરામ દાસ (સોળમી સદી)
કાશીરામ દાસ (સોળમી સદી) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ ઘણું કરીને ઓરિસામાં વર્ધમાન જિલ્લાના ઇંદરાણી પરગણામાં કાયસ્થ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કમલાકાંત ત્યાં વારસાગત મિલકત ધરાવતા હતા. પાછળથી તેઓ ઓરિસામાં સ્થાયી થયેલા. એમનાથી મોટા કૃષ્ણદાસ અને નાના ગદાધર – એમ ત્રણે ભાઈઓ કવિ હતા. મોટા ભાઈ કૃષ્ણદાસે ‘શ્રીકૃષ્ણવિલાસ’…
વધુ વાંચો >કાશ્મીરી ભાષા અને સાહિત્ય
કાશ્મીરી ભાષા અને સાહિત્ય ભારતને ઉત્તર છેડે બોલાતી ઇન્ડો-યુરોપિયન ભાષા. એ મોટે ભાગે તળેટીના વિસ્તારમાં બોલાય છે. કાશ્મીરના પૂર્વ ભાગમાં તિબેટી કે પશ્ચિમ પહાડી, દક્ષિણમાં પંજાબી, પશ્ચિમમાં લહંદા અને ઉત્તરમાં શિના કે તિબેટી એ મહત્વની ભાષાઓ છે. કાશ્મીરી બોલનારાઓની સંખ્યા 59,87,389 છે. પરંતુ કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાનના કબજામાં છે તે…
વધુ વાંચો >કીર્તનસંગીત
કીર્તનસંગીત : બંગાળી કાવ્યપ્રકાર. બંગાળમાં કીર્તન લોકસંગીતનો એક વિશિષ્ટ પ્રકાર છે. આધુનિક કીર્તનગીતની જન્મભૂમિ બંગાળ છે. વિદ્વાનોના મતાનુસાર છોટાનાગપુરની દ્રાવિડભાષી આદિવાસી ઓરાઓ જાતિના નૃત્યગીતના એક અંશનું નામ કીર્તન હતું. એમની અસરથી બંગાળમાં કીર્તનસંગીતનો ઉદભવ થયો હતો. કીર્તનગાન મૂળ તો પ્રેમવિષયક ગીત હતું. ચૈતન્યના આગમન પછી વૈષ્ણવ ધર્મના વ્યાપક પ્રભાવને કારણે…
વધુ વાંચો >કૃપાલ્વાનંદજી સ્વામી
કૃપાલ્વાનંદજી, સ્વામી (જ. 13 જાન્યુઆરી 1913, ડભોઈ, જિ. વડોદરા; અ. 29 ડિસેમ્બર 1981) : યોગી અને સંગીતકાર. પિતા જમનાદાસ; ગૃહસ્થી જીવનનું નામ સરસ્વતીચંદ્ર. બાળપણથી સંગીત પ્રત્યે તીવ્ર અભિરુચિ. પિતા તરફથી વૈષ્ણવભક્તિના સંસ્કારો મળેલા. સાત વર્ષના હતા ત્યારે પિતાજીનું મૃત્યુ થયું. મોટાભાઈ કૃષ્ણદાસ સંગીતના સારા જાણકાર; તેમની પાસેથી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ…
વધુ વાંચો >કૃષ્ણવિજય
કૃષ્ણવિજય (પંદરમી સદી) : કૃષ્ણની લીલા પર રચાયેલું પાંચાલી પ્રકારનું સૌથી પ્રાચીન બંગાળી કાવ્ય. રચયિતા માલાધર બસુ. મહાન કૃષ્ણભક્ત ચૈતન્યદેવે પોતાના શરૂઆતના જીવનમાં આ કાવ્યનું ગાન સાંભળ્યું હતું, તે પરથી એની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. ચૈતન્યદેવ આ કાવ્યથી પૂર્ણાંશે પરિચિત હોવાથી ઓરિસ્સામાં માલાધરના પુત્રો સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે ઊર્મિવિવશ…
વધુ વાંચો >