ગુજરાતી સાહિત્ય
ભીમ (3)
ભીમ (3) (ઈ.સ.ની 15મી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ અને અનુવાદક. બાણભટ્ટની ‘કાદંબરી’ના ભાલણે મધ્યકાલીન ગુજરાતી ભૂમિકામાં આખ્યાનશૈલીમાં કરેલા અસામાન્ય અનુવાદની પૂર્વે સંસ્કૃત ગ્રંથોનો એવો અનુવાદ આપનારો ભીમ કવિ 1485, 1490ની એની રચેલી બે કૃતિઓ શ્રીમદભાગવતના આખ્યાનાત્મક અનુવાદ ‘હરિલીલાષોડશકલા’ અને અગિયારમી સદીના મગધદેશના કવિ કૃષ્ણના સંસ્કૃત નાટક प्रबोधचंन्द्रोदयની ચોપાઈઓમાં કરેલા…
વધુ વાંચો >ભોજો ભગત
ભોજો ભગત (જ. 1785, દેવકીગાલોલ, જેતપુર; અ. 1850) : ચાબખા લખનાર મધ્યકાળનો પ્રખ્યાત ગુજરાતી ભક્ત કવિ. તેમની જન્મતિથિ નિર્ણીત નથી, પરંતુ પરંપરાથી તેમની કર્મભૂમિ ફત્તેપુર(અમરેલી)માં વૈશાખી પૂર્ણિમાએ તેમની જન્મજયંતીનો મહોત્સવ ઊજવવામાં આવે છે. ભોજા ભગતના પિતાનું નામ કરશન ભગત તથા માતાનું નામ ગંગાબાઈ હતું. જ્ઞાતિએ સાવલિયા અટકના લેઉવા પાટીદાર હતા.…
વધુ વાંચો >મજમુદાર, મંજુલાલ રણછોડલાલ
મજમુદાર, મંજુલાલ રણછોડલાલ (જ. 18 સપ્ટેમ્બર 1897, પેટલાદ, જિ. ખેડા; અ. 11 નવેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના અગ્રણી સારસ્વત. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું અને તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું. અભ્યાસ દરમિયાન 1914માં ‘વસન્ત’માં ‘નાનો વિહારી’ નામે બાલવાર્તા તથા 1915માં વડોદરા ‘કૉલેજ મિસેલેની’માં ‘નરસિંહ મહેતાની કવિતા’ પ્રગટ થયાં.…
વધુ વાંચો >મડિયા, ચુનીલાલ કાળિદાસ
મડિયા, ચુનીલાલ કાળિદાસ (જ. 12 ઑગસ્ટ 1922, ધોરાજી, જિ. રાજકોટ; અ. 29 ડિસેમ્બર 1968, અમદાવાદ) : પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો. 1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ…
વધુ વાંચો >મણિયાર, પ્રિયકાન્ત
મણિયાર, પ્રિયકાન્ત (જ. 24 જાન્યુઆરી 1927, વિરમગામ; અ. 25 જૂન 1976, અમદાવાદ) : ઉત્તમ ઊર્મિકવિ. વતન અમરેલી. પિતાનું નામ પ્રેમચંદ અને માતાનું નામ પ્રેમકુંવર. શરૂઆતમાં વસવાટ માંડલ- (તા. વિરમગામ)માં કર્યા પછી અમદાવાદમાં સ્થિર થયા. તેમનાં કાવ્યસર્જનોમાં ‘પ્રતીક’ (1953), ‘અશબ્દ રાત્રિ’ (1959), ‘સ્પર્શ’ (1966), ‘સમીપ’ (1972), ‘પ્રબલ ગતિ’ (1974), ‘વ્યોમલિપિ’ (1979)…
વધુ વાંચો >મદનમોહના
મદનમોહના : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનોખી પદ્યવાર્તા. એ વાર્તાપ્રકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કવિ તે શામળ. ‘મદનમોહના’ શામળની સ્વતંત્ર રચના છે. એ શામળની ઉત્તમ પદ્યવાર્તાઓમાંની એક છે. આ વાર્તા મથુરા નગરીના રાજાની કુંવરી મોહના અને પ્રધાનપુત્ર મદનની એક રસપ્રદ પ્રણયકથા છે. મથુરાનો રાજા પોતાની પુત્રી મોહનાને શુકદેવ પંડિતને ત્યાં વિદ્યા…
વધુ વાંચો >મધુ રાય
મધુ રાય (જ. 19 જુલાઈ 1942, જામખંભાળિયા, સૌરાષ્ટ્ર) : ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અને વિશિષ્ટ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. સુરેશ જોષી પછીના ગુજરાતી કથા-સાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સર્જકતાની ઊંચી માત્રા, પ્રયોગોની સફળતા અને ગદ્યની બહુપાર્શ્વિકતા દાખવનાર કોઈ એક સર્જકનું નામ બોલો તો એમ કોઈ કહે તો કોઈ પણ સહૃદય ગુજરાતીને હોઠે…
વધુ વાંચો >મનીષા
મનીષા : ગુજરાતી સામયિક. છઠ્ઠા દાયકાના પ્રારંભે પાશ્ચાત્ય સાહિત્યના સંસર્ગે આધુનિક સાહિત્યની વિભાવનાને વ્યક્ત કરવા સુરેશ જોષીએ વિવિધ સામયિકોનો પ્રારંભ કરીને આધુનિક સાહિત્યિક પત્રકારત્વની કેડી કંડારી હતી. ‘મનીષા’ તે પૈકીનું પ્રારંભનું એક માસિક. તે માત્ર સાહિત્ય પૂરતું સીમિત નહોતું. જૂન 1954માં એ શરૂ થયું. રસિક શાહ, સુરેશ જોષીના સાથી તંત્રી…
વધુ વાંચો >મનોવિશ્લેષણ (સાહિત્ય)
મનોવિશ્લેષણ (સાહિત્ય) : સાહિત્ય જેવી વાક્કળાનો માનવચિત્ત સાથેનો સંબંધ ઘણો ગાઢ-ગૂઢ ને તેથી સંકુલ છે. સાહિત્યના સર્જન-ભાવનનો કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભા સાથે, વ્યષ્ટિ તેમજ સમષ્ટિ-ચેતના સાથે, માનવસંવિતનાં આંતરબાહ્ય સ્ફુરણો-સંચલનો સાથેનો સંબંધ ઘણો ગહન, વ્યાપક અને સૂક્ષ્મ છે. જેમ જીવનનો તેમ સાહિત્યના અંતસ્તત્વનો પૂરો તાગ મેળવવો અશક્ય છે. તેથી સાહિત્યના સર્જન-ભાવનના સંદર્ભમાં રહસ્યતત્વનો,…
વધુ વાંચો >મન્સૂરી, આદિલ
મન્સૂરી, આદિલ (જ. 18 મે 1936, અમદાવાદ; અ. 6 નવેમ્બર 2008, ન્યૂ જર્સી, યુનાઈટેડ સ્ટેટ) : ગુજરાતના ગઝલકાર-કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ફકીર મહંમદ ગુલામનબી મન્સૂરી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી, માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી ‘ટૉપિક’ (અંગ્રેજી) અને…
વધુ વાંચો >