ગુજરાતી સાહિત્ય
બરાસ-કસ્તૂરી
બરાસ-કસ્તૂરી : મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળે (વાર્તાસર્જનકાળ : ઈ. સ. 1718થી ઈ. સ. 1765 નિશ્ચિત) લખેલી પદ્યવાર્તા. તેની કથા આવી છે : કોસાંબી નગરીના રાજા ચિત્રસેનને તિલોત્તમા અપ્સરાએ 14 વર્ષના કુટુંબવિયોગનો શાપ આપ્યો. ચિત્રસેનની રાણી સગર્ભા બની. એને લોહીના સરોવરમાં સ્નાન કરવાની ઇચ્છા થતાં રાજાએ સરોવરમાં ગુલાલ અને બરાસ-કસ્તૂરી જેવાં…
વધુ વાંચો >બલૂચ અલીખાન ઉસ્માનખાન
બલૂચ અલીખાન ઉસ્માનખાન : જુઓ શૂન્ય પાલનપુરી
વધુ વાંચો >બાદરાયણ
બાદરાયણ (જ. 12 મે 1905, આધોઈ, કચ્છ; અ. 14 નવેમ્બર 1963) : ગુજરાતી કવિ. મૂળ નામ ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. વતન નડિયાદ. સુંદરજી બેટાઈ સાથેના સંયુક્ત લેખન નિમિત્તે ‘મિત્રાવરુણૌ’ એવું ઉપનામ પણ તેમનું અને સુંદરજી બેટાઈનું રખાયેલું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મોરબી અને રાજકોટમાં લીધેલું અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દિવેટિયા…
વધુ વાંચો >બારી બહાર
બારી બહાર (પ્ર. આ. 1940) : ગુજરાતી કવિ પ્રહલાદ પારેખ (જ. 1912; અ. 1962) નો કાવ્યસંગ્રહ. ગાંધીયુગની વિચારસૃષ્ટિ અને વાસ્તવસૃષ્ટિથી અલગ પોતાની ઇન્દ્રિયસંવેદ્ય સૃષ્ટિ રચતું અહીંનું કાવ્યવિશ્વ ગુજરાતી સાહિત્યમાં સૌંદર્યલક્ષી બારી ઉઘાડી કવિતાનો નવો માપદંડ સ્થાપે છે. કવિવર ટાગોરની સંવેદનાને ઝીલી નિજી સંવેદના સાથે આ કવિએ, ઉમાશંકર જોશીએ કહ્યું છે…
વધુ વાંચો >બારોટ, સારંગ
બારોટ, સારંગ (જ. 4 એપ્રિલ 1919, વિજાપુર; અ. 5 ફેબ્રુઆરી 1988) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ. ગુજરાતી સાહિત્યમાં ‘સારંગ બારોટ’ તરીકે જાણીતા છે. તેમનો અભ્યાસ મેટ્રિક. ત્યાર પછી વડોદરામાં આવેલી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો. ’41–50 દરમિયાન મુંબઈમાં ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન…
વધુ વાંચો >બાલજીવન
બાલજીવન : જુઓ બાલસામયિકો
વધુ વાંચો >બાલમિત્ર
બાલમિત્ર : જુઓ બાલસામયિકો
વધુ વાંચો >બાલસામયિકો (ગુજરાતી)
બાલસામયિકો (ગુજરાતી) બાળકોને અનુલક્ષીને પ્રગટ થતાં સમયબદ્ધ પત્રો. બાળકોના ઉચ્ચ સંસ્કારઘડતર માટે, તેમની જિજ્ઞાસાને સંતોષે અને તેમની કલ્પનાશક્તિને ખીલવે એ માટે ખાસ પ્રકારનું સાહિત્ય અને સામયિકો હોય છે. બાલસાહિત્યનું કામ દેખાય છે તેટલું સહેલું-સરળ નથી. એ માટે બાલસાહિત્યકાર પાસે વિશેષ પ્રકારની સજ્જતા અપેક્ષિત હોય છે. બાલસાહિત્યના સર્જન માટે બાલસાહિત્યકારોને પ્રેરવા…
વધુ વાંચો >બાલસાહિત્ય (ગુજરાતી)
બાલસાહિત્ય (ગુજરાતી) બાળક જેનો ભાવક છે, બાળમાનસને જે વ્યક્ત કરે છે અને તેને સંતોષે-આનંદે છે તેવું બાલભોગ્ય ભાષામાં લખાયેલ સાહિત્ય. લોકસાહિત્ય, પૌરાણિક સાહિત્ય, પંચતંત્ર-હિતોપદેશ આદિની સામગ્રી પર આધારિત એવી મૌખિક પરંપરા દ્વારા બાળકને સતત સાહિત્યનો સ્વાદ મળતો રહ્યો હશે. તે ક્યારેય સાહિત્ય વગરનું રહ્યું નહિ હોય. આજે જેને આપણે બાલસાહિત્ય…
વધુ વાંચો >બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી
બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી : ચન્દ્રવદન મહેતાની શૈશવનાં સ્મરણોને આલેખતી કૃતિ. ‘બાંધ ગઠરિયાં’ બે ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં શૈશવનાં સ્મરણો ઉપરાંત તેમના કુમળા ચિત્ત પર જે વ્યક્તિઓની છાપ અંકિત થઈ છે તેમનું તાર્દશ વર્ણન છે. પહેલા ભાગમાં મૅટ્રિકની પરીક્ષામાં સફળ થયા ત્યાં સુધીનું શાળાજીવન આલેખાયું છે. વડોદરાના અભ્યાસ દરમિયાન…
વધુ વાંચો >