કૃષ્ણકાન્ત છ. દવે
અફીણ
અફીણ : દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…
વધુ વાંચો >અર્ગટ (આયુર્વિજ્ઞાન)
અર્ગટ (આયુર્વિજ્ઞાન) : રાય (rye) નામના ધાન્યને ફૂગ લાગવાથી રૂપાંતરિત થયેલી દાંડી. અર્ગટનું સંશોધન ઔષધશાસ્ત્રમાં ઘણું મહત્વ ધરાવે છે. યુરોપના રાય (rye) નામના બાજરી જેવા ધાન્યના બીજાશયમાં, ક્લેવિસેપ્સ પરપ્યુરા (Claviceps purpurea) નામની ફૂગ લાગતાં, અર્ધાથી એક ઇંચ લાંબી, લવિંગની દાંડી જેવી, ભૂખરા કાળા રંગની દાંડીમાં તેનું રૂપાંતર થાય છે. આ…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >