કૃષિવિદ્યા

એલિયમ એલ.

એલિયમ એલ. (Allium L.) : જુઓ ડુંગળી અને લસણ.

વધુ વાંચો >

એવીના એલ.

એવીના એલ. (Avena L.) : જુઓ ઓટ.

વધુ વાંચો >

એસ્પેરેગસ એલ.

એસ્પેરેગસ એલ. (Asparagus, L.) : જુઓ શતાવરી.

વધુ વાંચો >

ઓરીઝા

ઓરીઝા (Oryza) : જુઓ ચોખા.

વધુ વાંચો >

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ)

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ) : ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઉપક્રમે અખિલ ભારતીય ઔષધીય અને સુગંધિત પાક યોજના હેઠળ દેશમાં સ્થાપવામાં આવેલાં 11 સંશોધન-કેન્દ્રોમાંનું આણંદમાં 1975માં શરૂ કરવામાં આવેલું કેન્દ્ર. કયા છોડ કે વૃક્ષની જાત ઉપર સંશોધન શરૂ કરવું અને માહિતી એકઠી કરવી તે નક્કી કરવા માટે નીચેના ચાર મુદ્દાઓ લક્ષમાં…

વધુ વાંચો >

ઔષધીય પાકો

ઔષધીય પાકો : ઔષધ તરીકે વપરાતી વનસ્પતિનું આયોજિત વાવેતર. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓએ વિવિધ વનસ્પતિજ, પ્રાણીજ અને ખનિજ દ્રવ્યોના ઔષધીય ઉપયોગો શોધી કાઢ્યા હતા. આમાંની કેટલીય ઔષધિઓ આધુનિક સમયમાં પણ અપરિષ્કૃત (crude) રૂપે કે શુદ્ધ સત્વ રૂપે વપરાશમાં છે. સામાન્ય રીતે વનસ્પતિજ દ્રવ્યો જંગલોની પેદાશો હોય છે. ભારતમાં પણ વનસ્પતિજ દ્રવ્યો…

વધુ વાંચો >

કઠોળ પાકો

કઠોળ પાકો : પ્રચુર પ્રમાણમાં પ્રોટીન ધરાવતા મુખ્યત્વે લેગ્યુમિનેસી કુળના પેપેલિયોનસી ઉપકુળના સામાન્યત: ખાદ્ય પાકોનો સમૂહ. કઠોળને અંગ્રેજીમાં પલ્સીસ અથવા ગ્રેઇન લેગ્યુમ કહેવામાં આવે છે. અન્ય પાકોની સરખામણીમાં કઠોળના પાકોની બે વિશિષ્ટ ખાસિયતો છે : (1) કઠોળના દાણામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી શાકાહારી લોકોના ખોરાકમાં તેનું ખૂબ મહત્ત્વ છે. (2)…

વધુ વાંચો >

કપાસ

કપાસ સુતરાઉ કાપડ માટેનું રૂ આપતો છોડ. કપાસનો ઉદભવ ક્યારે થતો અને માનવજાતે તેનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો તેની માહિતી કાળના પ્રવાહમાં ડૂબી ગયેલ છે. પ્રાચીન ઋષિમુનિઓ વલ્કલ શરીરઆવરણ માટે વાપરતા. વિનોબાજીએ તેમના ‘જીવનર્દષ્ટિ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે કે આશરે વીસેક હજાર વર્ષ પહેલાં ગૃત્સમદ નામના વૈદિક ઋષિએ નર્મદા-ગોદાવરી…

વધુ વાંચો >

કપાસિયાનું તેલ

કપાસિયાનું તેલ : એક અગત્યનું ખાદ્યતેલ. પ્રાચીન કાળમાં ચીનમાં અને ભારતમાં કપાસિયા પીલીને મળતા તેલને ઔષધ તરીકે અને દીવાબત્તીમાં વાપરતા હતા. કપાસિયાના તેલ માટેની પ્રથમ ઑઇલ મિલ 1826માં અમેરિકા ખાતે દક્ષિણ કેરોલિનામાં સ્થપાઈ હતી, પણ આ ઉદ્યોગનો વિકાસ 1865માં શિકાગો ખાતે ઓલિયોમાર્જરિન (oleomargarine) ઉદ્યોગની શરૂઆત થઈ તે પછી થયો હતો.…

વધુ વાંચો >

કરંજ

કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…

વધુ વાંચો >