કાયદાશાસ્ત્ર
યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ
યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ : સામુદ્રિક તોફાન સમયે જહાજને તરતું રાખવા અને બચાવવા માટે તેમાં ભરેલા માલમાંથી કેટલોક માલ સમુદ્રમાં ફેંકી દેવાથી તે માલના માલિકને થયેલી નુકસાની જહાજમાલિક અને બચી ગયેલા માલના માલિકો પાસેથી વરાડે વસૂલ કરવા અંગે યૉર્ક અને ઍન્ટવર્પનાં સંમેલનોમાં 1877માં બનાવેલા નિયમો. જળમાર્ગે પરિવહન કરતાં જહાજોમાં અનેક માલિકોનો માલ…
વધુ વાંચો >રાજદ્રોહ
રાજદ્રોહ : જુઓ દેશદ્રોહ
વધુ વાંચો >રાનડે, મહાદેવ ગોવિંદ
રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…
વધુ વાંચો >રાવ, બી. એન. (સર)
રાવ, બી. એન. (સર) (જ. 26 ફેબ્રુઆરી 1887; અ. 30 નવેમ્બર 1953, ઝુરિચ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. આખું નામ : બેનિગલ નરસિંહ રાવ. ચેન્નાઈ ખાતેની પ્રેસિડેન્સી કૉલેજ તથા કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1910માં ઇન્ડિયન સિવિલ સર્વિસ(ICS)માં જોડાયા. 1919-20 દરમિયાન મુર્શિદાબાદના અને 1920-25 દરમિયાન સિલ્હટ અને કચારના…
વધુ વાંચો >રિટ અરજી (Writ application)
રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર. ભારતના બંધારણ મુજબ રિટ એટલે અદાલતે અરજદારની તરફેણમાં કાઢી આપેલું લેખિત આજ્ઞાપત્ર. જેની સામે એ આજ્ઞાપત્ર કાઢી અપાયું હોય તે વ્યક્તિને અમુક કાર્ય કરવાની કે ન કરવાની આજ્ઞા ન્યાયાલય દ્વારા કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં તેરમી સદીથી આવાં…
વધુ વાંચો >રેનોલ્ડ, લુઈ
રેનોલ્ડ, લુઈ (જ. 21 મે 1843, ઑટન, ફ્રાન્સ; અ. 8 ફેબ્રુઆરી 1918, બાર્બિઝિયૉન, ફ્રાન્સ) : ફ્રાન્સના પ્રખર ધારાશાસ્ત્રી અને 1907ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ પૅરિસમાં. 1868–73 દરમિયાન ડિજૉન યુનિવર્સિટીમાં રોમન અને વ્યાપાર-વિષયક કાયદાના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ 1881માં ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર તરીકે બઢતી મેળવી.…
વધુ વાંચો >રોલેટ ઍક્ટ
રોલેટ ઍક્ટ : ભારતના લોકોના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર કાપ મૂકતો કાયદો. તે ‘કાળો કાયદો’ તરીકે લેખવામાં આવ્યો હતો. ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ચેમ્સફર્ડે (1) ક્રાંતિકારી ચળવળ સાથે સંકળાયેલાં ગુનાઇત કાવતરાંની તપાસ કરીને હેવાલ આપવા તથા (2) આ પ્રકારનાં કાવતરાં સામે પગલાં ભરવામાં આવતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને કાયદો ઘડવા માટે…
વધુ વાંચો >લવાદ
લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને…
વધુ વાંચો >લશ્કરી કાયદો (martial law)
લશ્કરી કાયદો (martial law) : રાજકીય કે અન્ય પ્રકારની અસાધારણ કટોકટીને પહોંચી વળવા માટે નાગરિક પ્રશાસનનો કામચલાઉ ધોરણે અંત લાવી પ્રશાસનની કામગીરી લશ્કરને સોંપવી તે. લશ્કરી કાયદા હેઠળ પ્રશાસનની જવાબદારી દેશના લશ્કરને સોંપવામાં આવે છે. સમગ્ર દેશ પર અથવા દેશના અમુક વિસ્તાર પર તેનો અમલ કરવામાં આવે છે. દેશ પર…
વધુ વાંચો >લાફૉન્તેન, હેન્રી
લા ફૉન્તેન, હેન્રી (જ. 22 એપ્રિલ 1854, બ્રસેલ્સ; અ. 14 મે 1943, બ્રસેલ્સ) : આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત તથા 1913ના વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના પિતા બેલ્જિયમની સરકારમાં નાણાખાતામાં ઉચ્ચ અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રસેલ્સ નગરની શાળાઓમાં લીધા બાદ તેઓ કાયદાના અભ્યાસ માટે બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાં દાખલ…
વધુ વાંચો >