કાંતિલાલ મોતીલાલ કોટડિયા
અર્લી બર્ડ
અર્લી બર્ડ (Early Bird) : અંતરીક્ષયાનો અને ઉપગ્રહોના પ્રારંભિક તબક્કાઓમાં અમેરિકા દ્વારા 1965 અને 1966 દરમિયાન સફળતાપૂર્વક છોડવામાં આવેલા દૂરસંચાર માટેના ઉપગ્રહ. દૂરસંચાર માટે ઇકો (Echo–1) જેવા અક્રિય પરાવર્તક (passive reflector) ઉપગ્રહ પછી 1962 અને 1963 દરમિયાન ટેલસ્ટાર(Telstar)–1 અને 2 જેવા સક્રિય ઉપગ્રહો દીર્ઘવૃત્તીય (eliptical) ભ્રમણકક્ષામાં તરતા મુકાયા હતા. તેમાં…
વધુ વાંચો >આઇન્સ્ટાઇન વેધશાળા
આઇન્સ્ટાઇન વેધશાળા (Einstein Observatory) : આ નામનો વેધશાળાથી સજ્જ ઉપગ્રહ. તેનો મુખ્ય હેતુ સૂર્ય સિવાયના બીજા (nonsolar) સ્રોતોમાંથી આવતાં X-કિરણોનો અભ્યાસ કરવાનો હતો. 1962માં સ્કૉર્પિયસ(Scorpius)ના તારામંડળમાં એક ઝાંખો તારો, જે દૃશ્ય વર્ણપટમાંની કુલ ઊર્જા કરતાં એક હજારગણી ઊર્જાનું ઉત્સર્જન કરે છે, તેની શોધ થઈ ત્યારથી ખગોળીય X-કિરણોના સઘન અભ્યાસનો પ્રારંભ…
વધુ વાંચો >આયનમંડળ
આયનમંડળ (Ionosphere) : વાયુમંડળના અંતર્ગત ભાગરૂપ ઉચ્ચસ્તર, જેમાં ઇલેક્ટ્રૉન તથા આયનો જેવા મુક્ત વીજભારિત કણોનું પ્રમાણ રેડિયોતરંગોના સંચારણ(transmission)ને અસર કરે તેટલું હોય. પૃથ્વીનું આયનમંડળ મહદંશે 60થી 600 કિમી. ઊંચાઈ સુધીના વિસ્તારમાં આવેલું ગણાય છે; જોકે તેની ઉપલી સીમા 1,000 કિમી. કરતાં પણ વધારે ઊંચાઈએ હોય છે. આયનમંડળ D, E, F…
વધુ વાંચો >આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક
આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક (Frequency Converter : Mixer and Detector) : વ્યાપક અર્થમાં, કોઈ તરંગની આવૃત્તિનું પરિવર્તન એટલે તેમાં કોઈ પણ જ્ઞાત પદ્ધતિથી કરવામાં આવતો ફેરફાર. દા.ત., કોઈ એક દોલકની આવૃત્તિમાં ફેરફાર કરવો હોય તો તેના પરિપથમાં જોડેલા ઘટકો, જેવા કે સ્વ/પારસ્પરિક પ્રેરકત્વ (self/mutual inductances), ધારિતાઓ (capacitances) અને ઇલક્ટ્રૉનનલિકા…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન
ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન (ITU) : દૂરસંચાર(telecommunication)નાં વિવિધ સ્વરૂપો અંગે આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવા 15 નવેમ્બર, 1947ના રોજ અસ્તિત્વમાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશિષ્ટ સંસ્થા. આઈ.ટી.યુ.નો ઉદગમ 1865માં પૅરિસમાં સ્થપાયેલ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન ગણી શકાય. માર્કોનીની શોધથી રેડિયોતરંગ મારફત સંદેશાવહન શક્ય બનતાં ઇન્ટરનેશનલ રેડિયો ટેલિગ્રાફ કન્વેન્શનની સ્થાપના 1903માં બર્લિનમાં થઈ હતી.…
વધુ વાંચો >ઈ.આર.ટી.એસ.
ઈ.આર.ટી.એસ. (E.R.T.S. – Earth Resource Techno-logical Satellite) : ભૂ-સંપત્તિ સર્વેક્ષણ માટેનો કૃત્રિમ ઉપગ્રહ. આ પ્રકારના ઉપગ્રહોમાં અમેરિકાના ‘લૅન્ડસેટ’ શ્રેણીના લૅન્ડસેટ-1 અને લૅન્ડસેટ-2 દ્વારા ઘણી અગત્યની માહિતી મળી શકી છે. લૅન્ડસેટ-1નું પ્રયાણ 23 જુલાઈ, 1972માં; લૅન્ડસેટ-2નું 1 ઑગસ્ટ, 1972માં. પૃથ્વીની સપાટીથી 920 કિમી. ઊંચાઈએ વર્તુલાકારી ધ્રુવીય અને સૌર-સમકાલિક (polar & sun…
વધુ વાંચો >ઉહુરુ
ઉહુરુ (Uhuru) : નાના કદનો ખગોલીય ઉપગ્રહ (SAS-I). (ઉહુરુનો અર્થ સ્વાહિલી ભાષામાં ‘સ્વતંત્રતા’ થાય છે.) 1970માં કેન્યાના સમુદ્રકિનારેથી ઇટાલિયન સાન માર્કો પ્લૅટફૉર્મ પરથી ઉહુરુને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. અવકાશમાંના ઍક્સ-કિરણોના સ્રોતોને શોધવા, સમય સાથે તેમનામાં થતાં પરિવર્તનો નોંધવા તથા આ સ્રોતોમાંથી આવતાં વિકિરણોનું 1 KeVથી 20 KeV ઊર્જાના (l =…
વધુ વાંચો >એકો ઉપગ્રહ
એકો ઉપગ્રહ (Echo satellites) : સંદેશાવ્યવહાર માટેનો નિષ્ક્રિય પ્રકારનો બલૂન ઉપગ્રહ. તેની રચનામાં પૉલિયેસ્ટર બલૂનની બહારની સપાટી ઉપર ઍલ્યુમિનિયમનું 0.0013 સેમી. જાડાઈનું અત્યંત પાતળું (સિગારેટના પાકીટ ઉપરના સેલોફેનના પેકિંગની અડધી જાડાઈ જેટલું) ચળકતું પડ ચડાવેલું હોય છે. તેનો ઉપયોગ રેડિયો-તરંગોનું પરાવર્તન કરીને, યુરોપ-અમેરિકા વચ્ચે ટેલિફોન અને ટેલિવિઝનની આપ-લે માટે કરવામાં…
વધુ વાંચો >એક્ઝોસ્ફિયર
એક્ઝોસ્ફિયર (exosphere) : આયનમંડળના F2 સ્તરની ઉપર અને પૃથ્વીની સપાટીથી આશરે 600થી 1,000 કિમી. ઊંચાઈ વચ્ચે સમાન તાપમાને તટસ્થ વાયુઓ ધરાવતો આવરણનો વિસ્તાર. તેમાં હવાનું ઘનત્વ એટલું બધું ઘટી જાય છે કે તેના વાયુકણોનો સરેરાશ મુક્ત-પથ (mean-free-path), તે વિસ્તારની સ્કેલઊંચાઈ H = 100 કિમી. જેટલો થઈ જાય છે. સ્તરની સ્કેલઊંચાઈ…
વધુ વાંચો >