ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

ભાડું

ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…

વધુ વાંચો >

ભારતીય માનક તંત્ર

ભારતીય માનક તંત્ર (Bureau of Indian Standards) : ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રૉનિક્સ સુધીની ભારતમાં ઉત્પન્ન થતી પેદાશોને પ્રમાણીકરણનું (પ્રમાણ)પત્ર આપતી સરકારમાન્ય સંસ્થા. 1947માં સોસાયટિઝ અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)ને 1952ના ધારા હેઠળ પ્રમાણીકરણ અને તેને આનુષંગિક કાર્યો સોંપાયેલાં. ત્યારબાદ 1986માં ભારતની સંસદે પસાર કરેલા ધારા અન્વયે તેનું…

વધુ વાંચો >

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ : જુઓ ઇન્ટુક

વધુ વાંચો >

ભાવ-નિર્ધારણ

ભાવ-નિર્ધારણ : ઉત્પાદનની વેચાણકિંમત નક્કી કરવા માટે વિવિધ પરિબળોને લક્ષમાં રાખીને ઉત્પાદકે લીધેલો નિર્ણય. ભાવ-નિર્ધારણ વેચાણવ્યવસ્થાનો એક મહત્વનું પાસું છે. કોઈ પણ વસ્તુના ભાવ કેટલા રાખવા તે ઉત્પાદક પરિપક્વ વિચારણાને આધારે નક્કી કરે છે. ઉત્પાદક એકમ અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખી ભાવનિર્ધારણ કરે છે : (1) રોકાયેલ મૂડી પર વાજબી વળતર…

વધુ વાંચો >

મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ

મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ (બી.કે.) (જ. 1902, મહુવા, જિ. સૂરત; અ. 21 મે 1981, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, પીઢ સમાજવાદી, ચિંતક અને બાહોશ વહીવટકર્તા. પિતાનું નામ કૃષ્ણલાલ અને માતાનું નામ ડાહીબહેન. બી. કે.ના હુલામણા નામથી ઓળખાતા બલ્લુભાઈનાં માતાપિતાનું 1906માં અવસાન થતાં એમણે ફોઈને ત્યાં સૂરતમાં બાળપણ વિતાવ્યું. સૂરતમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી,…

વધુ વાંચો >

મની ઍટ કૉલ

મની ઍટ કૉલ : માંગવામાં આવે ત્યારે તરત જ પાછું મેળવી શકાય તેવું ધિરાણ. જ્યારે કોઈ એક બૅંકને તેનું રોકડ અનામત પ્રમાણ (cash reserve ratio) જાળવવા માટે અથવા બીજા કોઈ કારણસર તરત નાણાંની જરૂર પડે ત્યારે તે બૅંક બીજી બૅંક પાસેથી તુરત જ ભરપાઈ કરી આપવાની શરતે ઉછીનાં નાણાં લે…

વધુ વાંચો >

મફતલાલ ગગલભાઈ

મફતલાલ ગગલભાઈ (જ. 1873, અમદાવાદ; અ. 1944, મુંબઈ) : આત્મબળ, ઉત્સાહ અને સાહસથી સફળ બનેલા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા મફતલાલના પિતા ગગલભાઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી, તેથી મફતલાલ થોડું જ ભણી શક્યા અને તેર વર્ષની વયે નિશાળ છોડીને પિતાની કાપડની ફેરીમાં અને નાનકડી દુકાનમાં જોડાયા. થોડા…

વધુ વાંચો >

મર્ચન્ટ બૅંકિંગ

મર્ચન્ટ બૅંકિંગ : નાણાં અને શાખનો વાણિજ્યવિષયક હેતુથી લેવડદેવડ કરવાનો વ્યવસાય. વિનિમય(barter)પદ્ધતિ બાદ નાણાંને માધ્યમ તરીકે ઉપયોગમાં લઈને શરૂ થયેલા આર્થિક વ્યવહારોએ વિનિમયના માધ્યમની નવી સંકલ્પનાઓ આપી, એણે અનેક નવી શક્યતાઓ પેદા કરી. સમાન મૂલ્ય ધરાવતું અને પોતીકું કશું જ ઉપયોગમૂલ્ય નહિ ધરાવતું નાણું આર્થિક વ્યવહારોનું વિનિમય-માધ્યમ બને તે સાથે…

વધુ વાંચો >

મર્યાદિત ભાગીદારી

મર્યાદિત ભાગીદારી : એક અથવા વધુ ભાગીદારોની આર્થિક જવાબદારી–મર્યાદિત હોય તેવી ભાગીદારી. જવાબદારી પ્રમાણેની ભાગીદારી પેઢીના બે પ્રકાર છે : (1) મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી, (2) અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા એક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય અને બાકીના ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે. પેઢીના વિસર્જન…

વધુ વાંચો >

મહિન્દ્રા ,આનંદ

મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં…

વધુ વાંચો >