ઇતિહાસ – ભારત
દશાર્ણ દેશ
દશાર્ણ દેશ : પ્રાચીન સોળ મોટાં જનપદો પૈકીનું એક જનપદ. કાલિદાસે મેઘદૂત(શ્લો. 24)માં આનું વર્ણન કર્યું છે. અગ્નિમિત્રના સમય સુધી વિદિશા દશાર્ણ દેશની રાજધાની હતી. મહાભારતમાં દશાર્ણ નામના બે પ્રદેશ કહ્યા છે – નકુલે વિજયયાત્રામાં જીત્યો તે પશ્ચિમ વિભાગ. તેમાં ભોપાલ રાજ્ય સહિત પૂર્વ માળવાનો સમાવેશ થાય છે. પૂર્વ દશાર્ણ…
વધુ વાંચો >દસ્તૂર-ઉલ્-અમલ
દસ્તૂર-ઉલ્-અમલ : મુઘલકાળનાં વહીવટી અને હિસાબી દફતરો. ફારસીમાં લખાયેલ દફતરોની સાધન-સામગ્રી 16મીથી 18મી સદીઓના ગાળાના દેશના સામાજિક-આર્થિક જીવન વિશેની આપણી જાણકારીને સમૃદ્ધ કરે છે. જોકે મુઘલ ફરમાનો, સનદો અને મદ્રદ્-ઇ. મઆશ(ધર્માદા જમીનનાં દાનો)ને લગતા દસ્તાવેજો સંખ્યાબંધ જગ્યાઓએ મળી આવ્યા છે, પરંતુ આ કીમતી સંગ્રહોનો જથ્થો ભારતમાં ત્રણ દફતર-કેન્દ્રો – બિકાનેરમાં…
વધુ વાંચો >દંતપુર
દંતપુર : અંગદેશના રાજા દધિવાહનની નગરી ચંપાપુર અને કલિંગ દેશના રાજ્યની સરહદની વચ્ચે આવેલું ગામ. તે કલિંગથી ચંપાપુરી જતાં રસ્તામાં આવે છે. ત્યાં પદ્માવતી(શ્રેષ્ઠ સાધ્વી)એ તપોમય જીવન ગાળ્યું હતું. એક મતાનુસાર મેદિનીપુર જિલ્લામાં જળેશ્વરથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે દાંતન નામનું સ્થળ છે, તે જ બૌદ્ધોનું પ્રાચીન દંતપુર. તે પ્રાચીન…
વધુ વાંચો >દંતિદુર્ગ
દંતિદુર્ગ (ઈ. સ. 753) : રાષ્ટ્રકૂટ રાજવંશનો અને મહારાજ્યનો સ્થાપક. શરૂઆતમાં એ વાતાપિના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાની સેવામાં હતો. એ કાલ દરમિયાન એણે કલિંગ, કોસલ અને કાંચી પર વિજય મેળવવામાં ભારે દક્ષતા દાખવી હોઈ ચાલુક્યનરેશ વિક્રમાદિત્યે એની કદર રૂપે એને ‘પૃથ્વીવલ્લભ’ અને ‘ખડ્ગાવલોક’ જેવાં બિરુદ આપ્યાં હતાં. વિક્રમાદિત્યનું અવસાન થતાં…
વધુ વાંચો >દાદાભાઈ નવરોજી
દાદાભાઈ નવરોજી (જ. 4 સપ્ટેમ્બર 1825, મુંબઈ; અ. 30 જૂન 1917) : ભારતના વડીલ નેતા, સમાજસુધારક, તથા ઉચ્ચ કોટીના દેશભક્ત. એક ગરીબ પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન 11 વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ તથા કૉલેજના અભ્યાસ દરમિયાન દાદાભાઈએ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવી…
વધુ વાંચો >દાદોજી કોંડદેવ
દાદોજી કોંડદેવ (જ. 1577; અ. 7 માર્ચ 1647) : છત્રપતિ શિવાજીના રાજકીય તથા નૈતિક ગુરુ. શિવાજીના પિતા શહાજી બીજાપુર રાજ્યના જાગીરદાર હતા. તેથી તેમણે પોતાની દ્વિતીય પત્ની સાથે બીજાપુરમાં વસવાટ કર્યો હતો અને પોતાની પ્રથમ પત્ની જીજાબાઈ (શિવાજીની માતા)ને નિભાવ માટે પુણે પાસેની પોતાની શિવનેરીની જાગીર સુપરત કરી હતી. શહાજીએ…
વધુ વાંચો >દાભાડે, ખંડેરાવ
દાભાડે, ખંડેરાવ (જ. 1670 આશરે; અ. 28 નવેમ્બર 1729) : ગુજરાતમાં મરાઠી સત્તા વિસ્તારનાર સરદાર. બાગલાણ જિલ્લાના તળેગાંવના દાભાડે કુટુંબનો ખંડેરાવ સતારાના છત્રપતિ શાહુનો વિશ્વાસુ સરદાર હતો. તેણે તથા અન્ય સરદારોએ નર્મદા ઓળંગી ગુજરાતમાં કર ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓ કરી, મુઘલ સત્તાના પાયા હચમચાવી મૂક્યા હતા. છત્રપતિ રાજારામે ખંડેરાવને બાગલાણમાંથી ચોથ…
વધુ વાંચો >દામોદરગુપ્ત
દામોદરગુપ્ત : છઠ્ઠી સદીના ઉતરાર્ધમાં થયેલો મગધનો રાજવી. ગુપ્ત સમ્રાટોના શાસન પછી મગધમાં ઉત્તરકાલીન ગુપ્ત રાજાઓએ રાજ્ય કર્યું હતું તેની માહિતી બિહારમાં ગયા પાસેના અફસદમાં આવેલા શિલાલેખમાંથી મળે છે. આ લેખમાંથી આઠ રાજાઓની વિગત મળે છે જેમનાં નામ અનુક્રમે કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત, જીવિતગુપ્ત, કુમારગુપ્ત, દામોદરગુપ્ત, મહાસેનગુપ્ત, માધવગુપ્ત અને આદિત્યસેન છે. આ…
વધુ વાંચો >દારા શિકોહ
દારા શિકોહ (જ. 20 માર્ચ 1615; અ. 30 ઑગસ્ટ 1659) : મુઘલ સમ્રાટ શાહજહાં (1627–1657) અને બેગમ મુમતાજ મહલનો જ્યેષ્ઠ પુત્ર તથા ગાદીવારસ. પિતા શાહજહાંએ તેને 1633માં પોતાનો અનુગામી જાહેર કર્યો હતો તથા 1645માં અલ્લાહાબાદનો, 1647માં પંજાબનો, 1649માં ગુજરાતનો અને 1652માં મુલતાન તથા બિહારનો સૂબો પણ બનાવ્યો હતો. દારા શિકોહે…
વધુ વાંચો >દાર્જિલિંગ
દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે.. …
વધુ વાંચો >