ઇતિહાસ – ભારત
કરીઅપ્પા, કે. એમ. (ફિલ્ડ-માર્શલ)
કરીઅપ્પા, કે. એમ. (ફિલ્ડ-માર્શલ) (જ. 28 જાન્યુઆરી 1899, કોડાગુ, કર્ણાટક; અ. 15 મે 1993, બેંગાલુરુ, કર્ણાટક) : ભારતના લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ (C.-in-C). શરૂઆતનું શિક્ષણ મરકારા તથા ચેન્નાઈ (મદ્રાસ) ખાતે. ઉચ્ચશિક્ષણ માટે ઇન્દોર ખાતેની ડેલી કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી જ ભારતીય લશ્કરમાં અધિકારી થવા માટે પસંદગી પામ્યા અને પ્રશિક્ષણ પછી…
વધુ વાંચો >કર્ક પહેલો
કર્ક પહેલો (આઠમી સદી) : રાષ્ટ્રકૂટ વંશના રાજા ગોવિંદ પહેલાનો પુત્ર. ગોવિંદનું વરાડમાં નાનું રાજ્ય (ઈ.સ. 690-710) હતું. શંકર સિવાય બીજા કોઈ દેવને ગોવિંદ વંદન કરતો નહિ, પણ કર્ક પહેલો વિષ્ણુનો ભક્ત હતો. તેના મોટા પુત્ર ઇન્દ્રે ચાલુક્ય રાજા ભવનાગની પુત્રીનું લગ્નમંડપમાંથી હરણ કરી તેની સાથે ‘રાક્ષસ’ વિધિથી લગ્ન કર્યું…
વધુ વાંચો >કર્ક બીજો
કર્ક બીજો (નવમી સદી) : રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રરાજનો જ્યેષ્ઠ પુત્ર. એ ‘કર્કરાજ સુવર્ણવર્ષ’ તરીકે ઓળખાતો. ઇન્દ્રરાજ પછી એ ‘લાટેશ્વર’ થયો. એની રાજધાની ખેડામાં હતી. એણે દાનમાં આપેલી ભૂમિ અંકોટ્ટક ચોર્યાસી, ભરુકચ્છ વિષય, મહીનર્મદા વચ્ચેનો પ્રદેશ, નાગસારિકા વિભાગ અને માહિષક 42માં આવેલી હતી. એ મહાસામંતાધિપતિ કહેવાતો. એનાં ઈ.સ. 812થી ઈ.સ. 824નાં…
વધુ વાંચો >કર્ઝન લૉર્ડ
કર્ઝન, લૉર્ડ (જ. 11 જાન્યુઆરી 1859, કેલ્ડેસ્ટોન, ડર્બીશાયર; અ. 20 માર્ચ 1925, લંડન) : ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. (1898-1905). સત્તાકાળ દરમિયાન તેમણે બંગાળ પ્રાન્તના ભાગલા પાડીને સમગ્ર દેશમાં રાજકીય ઝંઝાવાત ઊભો કર્યો હતો. ભારત છોડ્યા પછી 1919-1923 દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા. આખું નામ જ્યૉર્જ નેથૅનિયલ કર્ઝન.…
વધુ વાંચો >કર્ણદેવ (કલચૂરિ)
કર્ણદેવ (કલચૂરિ) (અગિયારમી સદી) : ત્રિપુરી(વર્તમાન જબલપુર જિલ્લાનું તેવર)ના કલચૂરિ વંશના રાજા ગાંગેયદેવના પુત્ર. તેણે 1041થી 1070 દરમિયાન રાજ્ય કર્યું. તે હૂણ રાજકુમારી આવલ્લદેવી વેરે પરણ્યો હતો. તેણે ગુજરાતના ભીમદેવ સાથે મળીને માળવાના ભોજને હરાવેલો (1060). ચંદેલ્લાઓને હરાવવા ઉપરાંત દક્ષિણના રાજાઓને પણ તેણે પરાસ્ત કરી ‘ત્રિકલિંગાધિપતિ’નું બિરુદ મેળવેલું. ગુજરાતથી બંગાળ…
વધુ વાંચો >કર્ણાટક
કર્ણાટક મૂળ મૈસૂર તરીકે ઓળખાતું પણ નવેમ્બર 1973થી કર્ણાટક તરીકે જાણીતું, દક્ષિણ ભારતમાં 11o 31′ અને 18o 45′ ઉ. અ. અને 74o 12′ અને 78o 40′ પૂ. રે. વચ્ચે આવેલું ભારતના ગણરાજ્યનું ઘટક રાજ્ય. વિસ્તાર : 1,91,791 ચોકિમી., વસ્તી : 6,11,30,721 (ઈ.સ. 2011 મુજબ). વિસ્તાર અને વસ્તીને લક્ષમાં લેતાં ઊતરતા…
વધુ વાંચો >કલિંગ
કલિંગ : પૂર્વ ભારતનું પ્રાચીન રાજ્ય. ભારતનાં નવ પ્રાચીન રાજ્યો પૈકી કલિંગ જનપદ, રાજ્ય અને શહેર છે. તેનું બીજું નામ કક્ષીવાન ઋષિ અને કલિંગની રાણીની દાસીના પુત્રના નામ ઉપરથી ઓરિસા પડ્યું છે. દીર્ઘતમા ઋષિ અને બાણાસુરની રાણી સુદેષ્ણાથી ઉત્પન્ન થયેલ પુત્ર કલિંગે પોતાના નામ ઉપરથી પછી રાજ્યનું નામ કલિંગ પાડ્યું…
વધુ વાંચો >કલિંગ પ્રજા
કલિંગ પ્રજા : કલિંગ પ્રદેશમાં નિવાસ કરતી પ્રજા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ પ્રજાના ઉલ્લેખો અંગ અને બંગ સાથે કરવામાં આવેલ છે. મહાભારત અને પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે બલિ રાજાના પાંચ પુત્રો પૈકી કલિંગના નામ પરથી પ્રદેશ અને પ્રજા કલિંગ તરીકે ઓળખાયાં. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં આ પ્રજાનો રંગ ‘શ્યામ’ કરવા સૂચના આપી છે.…
વધુ વાંચો >