આશા પ્ર. પટેલ
પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle)
પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle) : ઇલેક્ટ્રૉન જેવી સૂક્ષ્મ પ્રણાલીની કણ-પ્રકૃતિ અથવા તરંગ-પ્રકૃતિનું વર્ણન કરતો સિદ્ધાંત. નીલ બ્હોરના મત મુજબ ઇલેક્ટ્રૉન-પ્રણાલીની કણ અને તરંગ-પ્રકૃતિના ખ્યાલ એકબીજાને પૂરક છે. જે પ્રયોગ વડે ઇલેક્ટ્રૉનની કણ-પ્રકૃતિનું વર્ણન કરી શકાય છે તેના વડે તરંગ-પ્રકૃતિનું વર્ણન કરી શકાતું નથી અને તેથી ઊલટું પણ સાચું છે. પ્રયોગની…
વધુ વાંચો >પૉઝિટ્રૉન (positron)
પૉઝિટ્રૉન (positron) : ઇલેક્ટ્રૉનના જેટલું દળ ધરાવતો તથા મૂલ્યમાં તેના ઋણ વિદ્યુતભાર જેટલો પણ ધન વિદ્યુતભાર ધરાવતો મૂળભૂત કણ. આમ પૉઝિટ્રૉન એ ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ (antipartical) અથવા વિદ્યુતભાર સંયુગ્મી (charge-conjugate) છે. ભૌતિકશાસ્ત્રી પી. એ. એમ. ડિરાકે તેના સૈદ્ધાંતિક અસ્તિત્વનું સૂચન કર્યું હતું અને ભૌતિકશાસ્ત્રી સી. ડી. ઍન્ડર્સને 1932માં પૉઝિટ્રૉનની પ્રાયોગિક રીતે…
વધુ વાંચો >પૉઝિટ્રૉનિયમ
પૉઝિટ્રૉનિયમ : ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની બદ્ધ સ્થિતિ. ઇલેક્ટ્રૉન-પૉઝિટ્રૉનનું આવું સંયોજન અલ્પજીવી હોય છે. પૉઝિટ્રૉનિયમના બે પ્રકાર છે : (1) ઑર્થોપૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણો – ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનનું પ્રચક્રણ (spin) સમાંતર હોય છે અને (2) પૅરા-પૉઝિટ્રૉનિયમ, જેમાં બે કણોનાં પ્રચક્રણ પ્રતિસમાંતર હોય છે. ઑર્થોપૉઝિટ્રૉનિયમનો જીવનકાળ 10-7 સેકન્ડ છે. અને પછી તે…
વધુ વાંચો >પ્રકીર્ણન (scattering)
પ્રકીર્ણન (scattering) : વિદ્યુતચુંબકીય વિકિરણની કિરણાવલીમાંથી ઊર્જા દૂર કરવાની અને દિશા તથા કલા અથવા તરંગલંબાઈના ફેરફાર સાથે પુન:ઉત્સર્જિત થવાની પ્રક્રિયા. ઘન, પ્રવાહી કે વાયુ જેવા માધ્યમમાં થઈને કોઈ પણ પ્રકારનું વિદ્યુતચુંબકીય વિકિરણ પસાર થાય છે, ત્યારે તેનું પ્રકીર્ણન થાય છે. ઘણી ઓછી તરંગલંબાઈવાળા એટલે કે ઉચ્ચ ઊર્જા-વિભાગમાં વિદ્યુતચુંબકીય વિકિરણના પ્રકીર્ણનને…
વધુ વાંચો >પ્લાઝ્મા
પ્લાઝ્મા સૂર્ય અને તારાઓમાં અતિ ઊંચા તાપમાને મળતો ખૂબ જ આયનિત (ionised) વાયુરૂપ પદાર્થ. આવો પ્લાઝ્મા લગભગ સરખી સંખ્યા ધરાવતા મુક્ત ઘનઆયનો અને ઇલેક્ટ્રૉનનો સમૂહ હોય છે, જે સમગ્રપણે વિદ્યુતતટસ્થ હોય છે. પ્લાઝ્મા પદાર્થનું ચોથું સ્વરૂપ છે. અવકાશમાં ઘણા પદાર્થો પ્લાઝ્મા સ્વરૂપ ધરાવે છે. ચોમાસામાં થતા વિદ્યુત-ધડાકા દરમિયાન તેની આસપાસનો…
વધુ વાંચો >પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause)
પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause) : પૃથ્વીથી આશરે 26,000 કિમી. દૂર પૃથ્વી સાથે ભ્રમણ કરતો મૅગ્નેટોસ્ફિયરનો ભાગ. જે વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે તેને મૅગ્નેટોસ્ફિયર કહે છે. સૂર્યમાંથી નીકળતું ઇલેક્ટ્રૉન ધરાવતું વિકિરણ, પવન તરીકે વર્તે છે, જે મૅગ્નેટોસ્ફિયરને લાંબી પૂંછડી જેવો આકાર આપે છે. આ મૅગ્નેટોસ્ફિયરમાં પૃથ્વીના પૂર્વ અને…
વધુ વાંચો >ફર્મી, એનરિકો
ફર્મી, એનરિકો (જ. 29 સપ્ટેમ્બર 1901, રોમ (ઇટાલી); અ. નવેમ્બર 1954) : પ્રથમ પરમાણુ-ભઠ્ઠી(atomic pill)ના રચયિતા અને ન્યૂક્લિયર શૃંખલા-પ્રક્રિયાનો સિદ્ધાંત આપનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. શિકાગો યુનિવર્સિટીના ન્યૂક્લિયર વિખંડન વિભાગના વડા, આર્થર એચ. કૉમ્પ્ટન રાષ્ટ્રીય સુરક્ષા સંશોધન આયોગના નિર્દેશક કોનન્ટને ટેલિફોન સંદેશો આપતાં જણાવે છે કે ‘ઇટાલિયન નાવિકે (એનરિકો ફર્મીએ) નવા પ્રદેશના…
વધુ વાંચો >બીટાકણ
બીટાકણ : રેડિયોઍક્ટિવ પરમાણુની ન્યૂક્લિયસમાંથી બીટા-ક્ષય (beta decay) દરમિયાન ઉત્સર્જિત થતો શક્તિશાળી કણઇલેક્ટ્રૉન અથવા પૉઝિટ્રૉન. ઇલેક્ટ્રૉન ઋણ અને પૉઝિટ્રૉન ધન વિદ્યુતભાર ધરાવે છે. આ બંને કણો એકબીજાના પ્રતિકણ (antiparticles) છે. તેમનાં દળ સમાન છે અને પ્રત્યેકનું દળ પ્રોટૉનના દળના લગભગ 1840મા ભાગનું હોય છે. આ કણની ઊર્જા 0થી 3 અથવા…
વધુ વાંચો >મરડ
મરડ (Torque) : બળ અને પરિવૃત્તિબિંદુ(point of turning)થી તેના લંબ અંતરનો ગુણાકાર અથવા પદાર્થમાં ચાકગતિ ઉત્પન્ન કરનાર ભૌતિક રાશિ મરડને બળની ચાકમાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. મરડ મરડ-બળ (torsion) પેદા કરે છે અને ભ્રમણનું વલણ ધરાવે છે. નળાકારને સ્પર્શીય (tangential) બળ કે બળો લગાડતાં મરડ ઉદભવે છે. બિંદુ આગળ…
વધુ વાંચો >માઇકલ્સન-મૉર્લી પ્રયોગ
માઇકલ્સન-મૉર્લી પ્રયોગ : પૃથ્વી એક પ્રકારના ઈથર માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ માપવા માટે 1887માં કરવામાં આવેલ પ્રયોગ. તે સમયે એવું માનવામાં આવતું હતું કે અવકાશ ઈથર નામના પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી પારદર્શક અને હલકું હોવાનું મનાતું હતું. જેમ ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે તેમ…
વધુ વાંચો >