આરમાઈતી દાવર

કૉરિયોલેનસ

કૉરિયોલેનસ : શેક્સપિયરના ઉત્તરકાલીન સર્જનમાં ‘કૉરિયોલેનસ’ની ગણના સમર્થ નાટ્યકૃતિ તરીકેની છે. વૉલ્સાઈ સામેના યુદ્ધ દરમિયાન કૉરિયોલીના ઘેરા વખતે કેઇયસ મારસિયસે અપ્રતિમ વીરત્વ દાખવ્યું અને તેની અટક ‘કૉરિયોલેનસ’ પરંપરાગત રીતે સ્વીકૃતિ પામી. રોમના આ ગર્વિષ્ઠ ઉમરાવે અછતના કાળમાં કાયર એવા સામાન્ય નાગરિકોને અનાજ આપવાનો ઇન્કાર કર્યો, આથી લોક-અદાલતે પ્રજાને તેની વિરુદ્ધ…

વધુ વાંચો >

જૉનસન, બેન

જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી…

વધુ વાંચો >

જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ

જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ (જ. 18 સપ્ટેમ્બર 1709, લિચફિલ્ડ સ્ટેફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 ડિસેમ્બર 1784, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના મુખ્ય પ્રણેતા. એમની બુદ્ધિપ્રતિભા વિચક્ષણ હતી. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. સાહિત્યકારોમાં એક અંગ્રેજ તરીકે એમણે લાક્ષણિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં…

વધુ વાંચો >

પૅસેજ ટુ ઇન્ડિયા એ (1924) :

પૅસેજ ટુ ઇન્ડિયા, એ (1924) : ઈ. એમ. ફૉર્સ્ટરની સર્વોત્તમ કૃતિ. તેના પ્રકાશનની સાથે જ ફૉર્સ્ટરની સાહિત્યિક પ્રતિભા અને તેમના ઉદારમતવાદી દૃષ્ટિબિંદુને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. જાતિગત વિરોધાભાસો અને તેના પ્રત્યાઘાતોની આમાં અસરકારક રજૂઆત થઈ છે. આ કૃતિમાં સામાજિક વાસ્તવવાદ પણ જોવા મળે છે. આ નવલકથાની શરૂઆત ચંદ્રાપુર નામના એક…

વધુ વાંચો >

બર્ન્સ રૉબર્ટ

બર્ન્સ, રૉબર્ટ (જ. 25 જાન્યુઆરી 1759, ઍલૉવે, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 21 જુલાઈ 1796, ડમ્ફ્રીઝ, ડમ્ફ્રીશાયર) : આંગ્લ કવિ. સ્કૉચ ખેડૂત કુટુંબમાં જન્મ. એક ખેતમજૂર તરીકે જીવનની શરૂઆત કરી ત્યારથી સાહિત્યની લગની. 1784થી 1788ના ગાળામાં જમીન ખેડતાં ખેડતાં એમણે એમનાં શ્રેષ્ઠ કાવ્યો લખ્યાં : ‘ધ કૉટર્સ સૅટરડે નાઇટ’, ‘ધ જૉલી બેગર્સ’,…

વધુ વાંચો >