આયુર્વિજ્ઞાન

ઇન્સ્યુલિન

ઇન્સ્યુલિન : સર્વે મેરુદંડી (Vertebrates) પ્રાણીઓના સ્વાદુપિંડ-(pancreas)ના આઇલિટ્સ [islets (insulae)] ઑવ્ લેન્ગરહાન્સના β-કોષો દ્વારા ઉત્પાદિત થતો અને સ્રવતો પૉલિપૅપ્ટાઇડ અંતસ્રાવ(hormone). તે ગ્લુકોઝના ચયાપચયનું શરીરમાં નિયમન કરે છે. આર. એન. એ. પ્રોટીન સંશ્લેષણ અને ચરબીના ચયાપચય તથા સંગ્રહમાં ઇન્સ્યુલિન અગત્યનો ભાગ ભજવે છે અને તેની ઊણપ અથવા ગેરહાજરી મધુપ્રમેહ (Diabetes mellitis)…

વધુ વાંચો >

ઇબ્ન સીના

ઇબ્ન સીના (જ. 980, બુખારા, ઉઝબેકિસ્તાન; અ. 22 જૂન 1037, હમદાન, ઈરાન) : ‘જ્ઞાનીઓના શિરોમણિ’ અને ‘ઍરિસ્ટોટલ પછીના બીજા મહાન તત્વજ્ઞ’ જેવાં સર્વોચ્ચ બિરુદો પામેલા અને પશ્ચિમ જગતમાં અવિસેન્ના(Avicenna)ના નામે જાણીતા મશહૂર અરબ તત્ત્વજ્ઞ, વૈદકશાસ્ત્રી, ખગોળવિદ્ અને ગણિતવિજ્ઞાની. મૂળ નામ અબૂ અલી હુસૈન. પિતાનું નામ અબ્દુલ્લાહ. 10 વર્ષની વયે શાળાનું…

વધુ વાંચો >

ઇમ્યૂનોગ્લોબ્યુલિન

ઇમ્યૂનોગ્લોબ્યુલિન (Ig) : હાનિકારક બાહ્ય પદાર્થો એટલે કે પ્રતિજનો(antigens)નો સંપર્ક થતાં તેના પ્રતિકાર રૂપે શરીરમાં ઉત્પન્ન થતા ગ્લૉબિનના અણુઓ. ઇમ્યૂનોગ્લૉબ્યુલિનમાં બે હળવી અને બે ભારે – એમ પ્રોટીનોની કુલ ચાર શૃંખલાઓ હોય છે. ભારે શૃંખલાના પાંચ પ્રકાર છે : આલ્ફા (α), ડેલ્ટા (δ), એપ્સિલોન (∑), ગેમા (γ) અને મ્યુ (μ).…

વધુ વાંચો >

ઈઓસિનકોષિતા, ફેફસી

ઈઓસિનકોષિતા, ફેફસી : ઉષ્ણ કટિબંધમાં હાથીપગાના જંતુના ઍલર્જન સામેની અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રહ્યતા-(hypersensitivity)થી થતો ફેફસાંનો ઍલર્જિક વિકાર. તેને ઉષ્ણકટિબંધીય ઈઓસિનકોષિતા (tropical eosinophilia) પણ કહે છે. છેલ્લાં 50 વર્ષો દરમિયાન તે એક સ્વતંત્ર વિકાર તરીકે સ્વીકારાયો છે. પરોપજીવી જંતુના વિષમોર્જન (allergen) સામેનો પ્રતિભાવ સમગ્ર શરીરને તથા ખાસ કરીને ફેફસાંને અસર કરે છે.…

વધુ વાંચો >

ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ

ઈઓસિનરાગી કોષ-સંલક્ષણ (eosinophilic syndrome) : લોહીમાંના ઈઓસિનરાગી શ્વેતકોષો(ઈઓસિનકોષો)ની અધિકતા દર્શાવતા વિકારો. વિષમોર્જા (allergy) તથા અન્ય પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ(immune response)ના સમયે પેશીમાં તથા ઘણી વખત લોહીમાં ઈઓસિનકોષોનું પ્રમાણ વધે છે. લોહીમાં સામાન્યત: તેમની સંખ્યા 100-700/ડેસી લિ. અથવા કુલ શ્વેતકોષોના 3 %થી 8 % જેટલી હોય છે. જો આ સંખ્યા વધીને 2,000/ડેસી. લિ.…

વધુ વાંચો >

ઈક્લિસ, જ્હૉન (સર)

ઈક્લિસ, જ્હૉન (સર) (જ. 27 જાન્યુઆરી 1903, મેલબૉર્ન; અ. 2 મે 1997 ટીનીરો કોન્ટ્રા, સ્વીટર્ઝલેન્ડ) : ઑસ્ટ્રેલિયાના શરીરક્રિયાવિદ સંશોધક (રિસર્ચ ફિઝિયૉલૉજિસ્ટ). ફિઝિયૉલૉજી-મેડિસીન શાખાના નોબેલ પારિતોષિક(1963)ના વિજેતા. એલન હોજિકન અને ઍન્ડ્ર્યૂ હકલે તેમના સહવિજેતાઓ હતા. તેમનો વિષય હતો ચેતાકોષોના આવેગોનું સંચરણ (communication) અને નિગ્રહણ (repression) કરતા રાસાયણિક દ્રવ્યનું સંશોધન. તેમણે ઑસ્ટ્રેલિયન…

વધુ વાંચો >

ઈજાઓ અને દાહ

ઈજાઓ અને દાહ વાગવાથી અથવા અન્ય ભૌતિક કે રાસાયણિક પરિબળના સંપર્કમાં આવવાથી પેશીને થતી હાનિને ઈજા કહે છે અને અતિશય ગરમી કે આગથી પેશીને થતી હાનિને દાહ (દાઝવું) કહે છે. હૃદયવાહિનીના રોગો, કૅન્સર તથા ચેપજન્ય રોગોની માફક ઈજાઓ અને દાહ (દાઝવું) પીડાકારી અને ક્વચિત્ મૃત્યુ નિપજાવનારાં છે. તેમને કારણે વ્યક્તિ…

વધુ વાંચો >

ઈથર (આયુર્વિજ્ઞાન)

ઈથર (આયુર્વિજ્ઞાન) : શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા વપરાતી ડાઇઇથાઇલ ઈથર નામની દવા. યુનાઇટેડ સ્ટેટ્સની મૅસેચૂસેટ્સ હૉસ્પિટલના તબીબી અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થી વિલિયમ ટી. જી. મૉર્ટને ડૉ. વૉરન નામના સર્જ્યનના ગિલ્બર્ટ ઍબટ નામના દર્દી ઉપર શંકાશીલ અને કુતૂહલપૂર્ણ શ્રોતાઓની હાજરીમાં તેનો સૌપ્રથમ સફળ પ્રયોગ 16 ઑક્ટોબર, 1846ના રોજ કર્યો. આ…

વધુ વાંચો >

ઉગ્ર સજળસ્ફોટ (pemphigus)

ઉગ્ર સજળસ્ફોટ (pemphigus) : ચામડી પર વારંવાર થતા ફોલ્લાનો રોગ. અગાઉ ચામડી પર ફોલ્લા કરનારા ઘણા વિકારોનો તેમાં સમાવેશ કરાતો હતો, પરંતુ હવે તેમાં મુખ્યત્વે બે જૂથના વિકારોનો જ સમાવેશ કરાય છે : (1) સામાન્ય સજળસ્ફોટ (p. vulgaris) અને તેનું વિશિષ્ટ રૂપ શૃંગસ્તરવર્ધક સજળસ્ફોટ (p. vegetans) તથા (2) પોપડીકારી સજળસ્ફોટ…

વધુ વાંચો >

ઉટાંટિયું

ઉટાંટિયું (whooping cough pertussis) : શિશુઓ અને બાળકોમાં બૉર્ડેટેલા પર્ટુસિસ (bordetella pertussis) નામના જીવાણુના ઉગ્ર ચેપથી થતો શ્વસનમાર્ગનો અતિશય ઉધરસ કરતો રોગ. ક્યારેક (5 % – 10 %) બૉર્ડેટેલા જાતિના પેરાપર્ટુસિસ અને બ્રોન્કીસેપ્ટિકા જીવાણુઓ પણ આ જ પ્રકારનો વિકાર સર્જે છે. બિ. પર્ટુસિસ કવચધારી, 0.5થી 1.0 m લંબાઈના હલનચલન ન…

વધુ વાંચો >